એરાઉન્ડ ધ માર્કેટ .
ભારત-બાંગ્લાદેશ વેપાર પાટા પર પાછો આવવા લાગ્યો
ભારત-બાંગ્લાદેશ સરહદ પરના લેન્ડ પોર્ટ પર મુસાફરોની અવરજવર સામાન્ય દિવસોની જેમ થઈ રહી છે. આ કાર્ગો ટર્મિનલ બીજી બાજુથી આવતી ટ્રકોથી ભરેલો જોવા મળે છે, જ્યારે કેટલીક ટ્રકો લોડ થવાની રાહ જોઈ રહી છે. ગયા મહિના સુધી જે વાતાવરણ ખરાબ હતું તે હવે પાછું સુધારા તરફી જોવા મળે છે. પેટ્રાપોલ દક્ષિણ એશિયાનું સૌથી મોટું લેન્ડ પોર્ટ છે જે કોલકાતાથી માત્ર ૮૦ કિલોમીટર દૂર છે. હવે ત્યાં સ્થિતિ સામાન્ય થવા લાગી છે. બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલના કારણે થોડા સમય માટે ધંધો ઠપ થઈ ગયો હતો. કરન્સી એક્સચેન્જની દુકાનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જાણકારોએ કહ્યું હતું કે ઓગસ્ટમાં બિઝનેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ હવે બિઝનેસ ઘણો સારો છે જે સામાન્યના ૫૦ થી ૬૦ ટકા સુધી પહોંચી ગયો છે.
મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગ વધારવા પર અમેરિકા સાથે વાતચીત,
વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગ વધારવા પર અમેરિકા સાથે વાતચીત કરાશે. યુએસ રોકાણકારો દ્વારા તાજેતરમાં ભારતમાં રોકાણની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરી હતી. ખાસ કરીને ભારતના નવા ઔદ્યોગિક શહેરોમાં રોકાણ વિશે વાત કરવામાં આવી છે જેનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર અને નિકાસ હબ છે.
વાટાઘાટો વેળા નિર્ણાયક ખનિજોની સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે દ્વિપક્ષીય સહકાર વિશે પણ વાત થઈ હતી, જેની ભલામણ યુએસ-ભારત સીઇઓ ફોરમ દ્વારા કરવામાં આવી હતી. ઈન્ડિયા યુએસ સીઈઓ ફોરમ ખાનગી ક્ષેત્રના સભ્યોને ભારત અને યુએસ સરકારો સમક્ષ ખાનગી ક્ષેત્રના મંતવ્યો રજૂ કરવા અને દ્વિપક્ષીય વેપારમાં સુધારો કરવા માટે સૂચનો પ્રદાન કરવા માટે એકસાથે લાવે છે.