Get The App

એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
એરાઉન્ડ ધ માર્કેટ                                               . 1 - image


2025માં ફાયર અને એન્જિનિયરિંગ વીમો મોંઘો થશે

ભારતીય કંપનીઓએ વર્ષ ૨૦૨૫માં ફાયર અને એન્જિનિયરિંગ વીમો મેળવવા માટે વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. આ બાબતથી વાકેફ સુત્રોના મતે, આ શ્રેણીમાં વધુ વિનાશક આપત્તિઓ અને ઊંચા નુકસાનના ગુણોત્તરને કારણે વીમાના દરો ફરીથી સુધારવામાં આવે તેવી અપેક્ષા છે. મે અને જૂન માસના સમયગાળામાં પોલિસી લેનારાઓ પર આની વધુ અસર પડશે. તેઓ ભોગવટાના આધારે વીમા પ્રીમિયમમાં ૬૦ ટકા સુધીના વધારાનો સામનો કરી શકે છે. જો કે, જાન્યુઆરી ૨૦૨૫માં પોલિસી રિન્યુ કરાવનારાઓને માત્ર ૫ થી ૧૦ ટકાના નજીવા વધારાનો સામનો કરવો પડી શકે છે.   દેશના મોટા ઔદ્યોગિક જૂથો તેમની કામગીરીના કદ અને જટિલતાને આધારે આગ વીમા માટે રૂ. ૫ થી રૂ. ૨૫૦ કરોડનું પ્રીમિયમ ચૂકવે છે.

હવે સરકારી આંકડા પરફેક્ટ હશે

સરકાર હસ્તકના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય વિવિધ સામાજિક-આર્થિક સૂચકાંકો પર સર્વેક્ષણ કરવાની ક્ષમતા વધારવા માટે ખાનગી સર્વેક્ષણ એજન્સીઓ સાથે ભાગીદારી કરશે.  જેના થકી આ સંસ્થાને સર્વેક્ષણ માટે વધારાની કાર્યક્ષમતા, સંસાધનો અને કુશળતા પ્રદાન કરશે. શર્જીં દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર,  ખાનગી એજન્સીઓ સાથે ભાગીદારી વધારીને વધારાની કુશળતા અને સંસાધનો એકત્રિત કરવામાં આ સંસ્થાને તેની સર્વેની જવાબદારીઓ વધુ સારી રીતે નિભાવવામાં સક્ષમ બનાવશે.  આ પેનલની રચના કરીને,  સંસ્થા વિવિધ ક્ષેત્રોના ડેટા સુધી પહોંચવામાં સક્ષમ બનશે.  જે નિર્ણયો લેવામાં અને નીતિઓ ઘડવામાં વધુ સારી રીતે મદદ કરશે.


Google NewsGoogle News