એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
એરાઉન્ડ ધ માર્કેટ                                               . 1 - image


ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોનો વિકાસદર ધીમો પડયો

ભારતના આઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોનો વિકાસદર જુલાઈમાં ધીમો પડીને ૬.૧ ટકા થયો હતો, જે ગયા વર્ષના સમાન મહિનામાં ૮.૫ ટકા હતો.  આ ૮ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો મુખ્ય ક્ષેત્રો તરીકે ઓળખાય છે.   સરકારી ડેટા અનુસાર, ઉત્પાદનમાં પાછલા મહિનાની સરખામણીમાં ૫.૧ ટકાનો વધારો થયો હતો, જેને વ્યવસાયિક પ્રવૃત્તિઓ અને માર્ગ નિર્માણ દ્વારા ટેકો મળ્યો હતો. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના જણાવ્યા મુજબ બેઝની પ્રતિકૂળ અસર હોવા છતાં, મુખ્ય ક્ષેત્રોના ઉત્પાદનમાં અગાઉના મહિનાની સરખામણીએ સારો વધારો થયો છે.  મુખ્ય ક્ષેત્રોમાં કોલસો, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને પાવર સેક્ટરનો સમાવેશ થાય છે.  રિફાઇનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ અને સિમેન્ટ સેક્ટરનો વૃદ્ધિદર જૂન મહિનાની સરખામણીમાં ઊંચો હતો.  જો કે વૃદ્ધિમાં વધારો હજુ અનિશ્ચિત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટમાં તેમનો હિસ્સો ૫૪ ટકા છે. જો જુલાઈ ૨૦૨૩ સાથે સરખામણી કરવામાં આવે તો ૬ ક્ષેત્રોના ઉત્પાદનમાં વૃદ્ધિ ઘટી છે.  કોલસા ક્ષેત્રનો વિકાસ દર ૬.૮ ટકા હતો, જે ૧૩ મહિનામાં સૌથી નીચો સ્તર છે. ક્રૂડ ઓઈલ (-૨.૯ ટકા), સ્ટીલ (૭.૨ ટકા), સિમેન્ટ (૫.૫ ટકા), વીજળી (૭ ટકા) અને કુદરતી ગેસ (-૧.૩ ટકા) જેવા અન્ય ક્ષેત્રોનું ઉત્પાદન ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ઘટયું છે.

ફીનફ્લુઅન્સર્સ પર સેબીની બાજ નજર

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ અનરજિસ્ટર્ડ ફીનફ્લુઅન્સર્સના નિયમન માટેના ધોરણોમાં સુધારો કર્યો છે.  આવા લોકો સાથે સંકળાયેલ સંભવિત જોખમ અંગે વધતી જતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.  જેઓ ઇન્ટરનેટ અને ડિજિટલ મીડિયા પર નાણાકીય માહિતી આપીને પ્રભાવિત કરે છે તેમને ફીનફ્લુઅન્સર્સ કહેવામાં આવે છે. નિયમનકારે ત્રણ અલગ-અલગ સૂચનાઓમાં તેના નિયમન હેઠળની સંસ્થાઓ અને નોંધણી વગરની વ્યક્તિઓ વચ્ચેના સંબંધોને 'કર્બ' કર્યા છે.  સેબીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ગયા મહિને આ સંબંધમાં એક પ્રસ્તાવને મંજૂરી આપી હતી.  રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, બોર્ડ (સેબી) હેઠળ નિયમન કરાયેલ કોઈપણ એન્ટિટી અથવા આવી એન્ટિટીના કોઈપણ એજન્ટનો કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ હોવો જોઈએ નહીં કે જે કોઈ શેર અથવા સિક્યોરિટીઝના સંબંધમાં અથવા તેના સંબંધમાં સલાહ આપે છે 


Google NewsGoogle News