એપલ ચાર નવા સ્ટોર્સ ખોલશે .
એપલે તાજેતરમાં એવી જાહેરાત કરી છે કે કંપની નવા ચાર સ્ટોર્સ ખેલશે જેમાં બેંગલૂરૂ, પૂણે, દિલ્હી-એનસીઆર અને મુંબઇનો સમાવેશ થાય છે. આ ઉપરાત એપલે જાહેરાત કરી છે કે તેનું નવું મોડલ આઇફોન ૧૬,૧૬ પ્લસ અને પ્રોમોડલ પણ ભારતમાં તેની એસેમ્બલીંગ કંપની ફોક્સકોન,પેગાટ્રોન અને ટાટા ઇલેકટ્રોનિક્સ મારફતે ઉત્પાદીત કરશે. એપલે ૨૦૨૩માં ભારતમાં મુંબઇ અને દિલ્હીમાં સ્ટોર્સ ખોલ્યા હતા.
સામાન્ય કોલેજના ગ્રેજ્યુએટ પર ગુગલ ઓળધોળ
બેંગલુરૂની સામાન્ય કોલેજમાંથી ડિગ્રી લેનાર એક યુવાનને ગુગલે ૬૫ લાખ રૂપિયાના પેકેજની ઓફર કરતાં તે ટોકિંગ પોઇન્ટ બની ગયું છે. બેંગલુરૂની સાવ સામાન્ય એન્જીન્યરીંગ કોલેજના ગ્રજ્યુએટને ગુગલે જોઇનીંગ બોનસ તરીકે ૧૯ લાખની ઓફર કરી છે. સામાન્ય કોલેજમાંથી એન્જીન્યર થયેલા પર ગુગલ ઓળધોળ થઇ ગયું તે જોઇ અન્ય હાઇ કેવોલિફાઇડ યુવાનોમાં તે ઇર્ષાનું કેન્દ્ર બન્યું છે. આ લકી યુવાનનું નામ છે કાર્તિક જોલાપરા.
હાઇડ્રોજનથી ચાલતી દેશની પહેલી ટ્રેન
ભારતની હાઇડ્રોજનથી ચાલતી પહેલી ટ્રેનનું પરિક્ષણ ડિસેમ્બર ૨૦૨૪માં કરવામાં આવશે.પહેલી હાઇડ્રેાજન ટ્રેનના પરિક્ષણ માટેનું ટેસ્ટીંગ ઓડીટ જર્મનીની કંપની પાસે કરાવેલ છે. ગ્રીન ટ્રાન્સપોર્ટની દિશામાં ભારતનું આ મહત્વનું પગલું ગણાશે. હાઇડ્રોજન ટ્રેનના ટેસ્ટીંગ વગેરે માટે ભારતે જર્મની સાથે પાર્ટનરશીપ કરી છે. આ સાથે ભારત વિશ્વમાં હાઇડ્રોજન ટ્રેન ચલાવનાર પાંચમો દેશ બનશે. આ ટ્રેન સાથે હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ આધારીત પાંચ મેન્ટેનન્સ વ્હીકલ પણ હશે. જેની એકની કિમંત ૧૦ કરોડ રૂપિયા હશે એમ મનાય છે. ભારત ૮૦ કરોડના ખર્ચે હાઇડ્રોજન આધારીત ૩૫ ટ્રેન ચલાવશે. તેમાં બીજા ૭૦ કરોડનું રોકાણ પણ કરાશે. પહેલી હાઇડ્રોજન ટ્રેન ઉત્તર રેલ્વેના જીંદ-સોનીપત વચ્ચે ચલાવાશે.
કેક ખાતા પહેલાં ચેતજો
કર્ણાટકની સરકારે લોકોને ચેતવ્યા છે કે કેક ખાતા પહેલાં સો વાર વિચારજોે કેમકે તેમાં કેન્સર કરી શકે એવા તત્વો જોવા મળ્યા છે.
દરેકને કેક ખાવી ગમે છે. પરંતુ કર્ણાટકની સરકારે ચેતવણી આપતા કહ્યું છે તે તેમાં વપરાતા કલરીંગ એસન્સ ખલનાયક બની શકે છે.
કર્ણાટકની સરકારે કહ્યું છે કે કેટલીક બેકરીમાં બનતી કેકના સેમ્પલની તપાસ કરતાં જણાયું છેકે તેમાં ઝેરી તત્વો રહેલા છે. કર્ણાટકના ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું છે કે કેકના સેમ્પલમાં મળેલા તત્વો કેન્સર કરી શકે છે. કેકના ૨૩૫ સેમ્પલ લેવાયા હતા અને પરિક્ષણ કરાયું હતું.