તાઇવાનમાં ભૂકંપથી એપલને નુકસાન

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
તાઇવાનમાં ભૂકંપથી એપલને નુકસાન 1 - image


તાઈવાનમાં આવેલા ભયાનક ભૂકંપના કારણે TSMC  ફેક્ટરીઓ સહિત ઘણી ઇમારતોને નુકસાન થયું હતું.  TSMC ટેક કંપની એપલની ચિપ્સ બનાવે છે, જેમાં iPhone, iPad અને AppleTVમાં ઉપયોગમાં લેવાતા A-સિરીઝ પ્રોસેસર્સ અને M1 પ્રોસેસરનો સમાવેશ થાય છે. ભૂકંપને કારણે થયેલા નુકસાનને કારણે iPhone  અને MacBookના ઉત્પાદનમાં વિલંબ થવાની સંભાવના છે. એપલના આગામી લોન્ચ પર પણ અસર પડી શકે છે.

તાઇવાનમાં ભૂકંપથી એપલને નુકસાન 2 - image

ત્રણ કરોડ કારનું ઉત્પાદન

ભારતની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિએ ૪૦ વર્ષ અને ૪ મહિનાની તેની સફરમાં ત્રણ કરોડ કારના ઉત્પાદનનો વિક્રમી આંકડો હાંસલ કર્યો છે. આ સાથે ભારત કંપની માટે બીજું સૌથી મોટું બજાર બની ગયું છે. મારુતિ સુઝુકી જાપાનની કંપની છે અને તેણે ત્યાં પણ કારનું સૌથી વધુ ઉત્પાદન નોંધાવ્યું છે. રસપ્રદ વાત એ છે કે મારુતિએ આ આંકડો હાંસલ કરવામાં જાપાન કરતાં ઓછો સમય લીધો હતો. 

તાઇવાનમાં ભૂકંપથી એપલને નુકસાન 3 - image

ChatGPTનો ઉપયોગ કરવા માટે હવે એકાઉન્ટ જરૂરી નથી

હવે વપરાશકર્તાઓ માટે ChatGPTનો ઉપયોગ કરવો વધુ સરળ બની ગયો છે. AI સંબંધિત સંશોધન અને વિકાસ કંપની OpenAIએ જાહેરાત કરી છે કે હવે ChatGPTનો ઉપયોગ કરવા માટે કોઈ એકાઉન્ટની જરૂર રહેશે નહીં. આ કવાયતનો મુખ્ય ધ્યેય એઆઈ સેવાઓ શક્ય તેટલા વધુ લોકોને ઉપલબ્ધ કરાવવાનો છે. આ નિર્ણયથી કંપની અને યુઝર બંનેને ફાયદો થવાનો છે. એક તરફ,  OpenAI તેની AI સેવાઓને વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં સક્ષમ બનશે.



Google NewsGoogle News