Get The App

અનુ નડેલા હોમ મેકર .

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
અનુ નડેલા હોમ મેકર                                                                        . 1 - image


માઇક્રોસોફ્ટના અબજો પતિ સીઇઓ સત્ય નડેલાની પત્નીનું નામ અનુપમા નડેલા છે. બંનેની લવ સ્ટોરી બે દેશ વચ્ચે વહેંચાયેલી છે. અનુપમા નડેલાના માતા પિતા આઇએએસ છે.સત્ય નડેલા હૈદ્રાબાદ સાથે જોડાયેલા છે. તે ૨૦૧૪થી માઇક્રોસોફ્ટ સંભાળે છે. ગયા મહિને તેમણે કેટલાક મહિના માટે એપલને પાછળ છોડી દીધી હતી. અનુપમાને તેમના કુટુંબમાં લોકો અનુ કહીને બોલાવે છે. તેમણે હૈદ્રાબાદમાં શિક્ષણ લીધું છે. અનુપમાએ પોતાના ત્રણ સંતાનોને ઉછેરવા પર ધ્યાન પરોવ્યું છે.

અનુ નડેલા હોમ મેકર                                                                        . 2 - image

ઇન્ફોસિસના નારાયણ મૂર્તિની પ્રશંસા

એક વાચકે લખ્યું છે કે એક વાર બેંગલુરૂ થી દિલ્હી  ઇન્ડિગો ફ્લાઇટમાં પ્રવાસ દરમ્યાન મારા બાજુમાં ઇન્ફોસિસના ભૂતપૂર્વ ચેરમેન નારાયણ મૂર્તિ બેઠા હતા. આ પ્રવાસીએ પોતાનો અનુભવ સોશ્યલ નેટવર્ક લીન્કડીન પર શેર કર્યો છે. અમારા બંને વચ્ચે જે મુદ્દે ચર્ચા થઇ તેમાં ભવિષ્યમાં આર્ટીફિશ્યલ ઇનેટેલીજન્સીની અસર, ઉત્પાદન ક્ષેત્રે ચીનની પીછેહઠની અસર,સ્ટ્રેસનો સામનો કેવી રીતે કરવો વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લે તેમણે લૂઇસ પેસ્ટરની વાત કરીને સોનેરી સલાહ આપી હતી કે  બધી રીતે કાબેલ વ્યક્તિને ચાન્સ મળે ત્યારે તે ખીલી ઉઠે છે. 

અનુ નડેલા હોમ મેકર                                                                        . 3 - image

અબજોપતિ ભારતીય જેની પાસે આઠ જેટ

અમેરિકાના સીયેટલમાં જે ભારતીય પાસે ૭૦૦ એપાર્ટમેન્ટનો કબજો છે તેનું નામ એસ.ડી શીબુ લાલ છે. આમતો, તે નામાંકીત આઇટી કંપની ઇન્ફોસિસના કો ફાઉન્ડરમાંના એક છે. ૨૦૧૪માં તે ઇન્ફોસિસના ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે. હજુ તેમની પાસે કંપનીનો થોડો હીસ્સો છે. ટેકનોલોજી ક્ષેત્રમાંથી તેમણે રીયલ એસ્ટેટમાં ઝંપલાવ્યું હતું ત્યાં પણ તેમણે જોરદાર સફળતા મેળવી હતી. તેમની પાસે અમેરિકામાં ૬૦૦ કરોડના ફ્લેટ છે. યુરોપના રીયલ એસ્ટેટમાં પણ તેમનું નોંધપાત્ર રોકાણ છે. તેમની કલુ સંપત્તિ ૪૦૭૮ કરોડની છે અને તેમની પાસે પોતાના આઠ પ્રાઇવેટ જેટ છે.

અનુ નડેલા હોમ મેકર                                                                        . 4 - image

ભારતના ચિત્તા મેન

જેને એક સમયના ભારતના રાજકુમાર કહેવામાં આવતા હતા તે પાછળથી આઇએએસ ઓફિસર બન્યા અને પછી તે ભારતના  ચિત્તા મેન તરીકે ઓળખાવા લાગ્યા છે તે ડો. એમ કે રનજીત સિંહ ઝાલા ૮૪ વર્ષના છે તે મધ્યપ્રદેશ ૧૯૬૧ બેચના  આઇએ એસ કેડરના છે. વાઇલ્ડ લાઇફને બચાવવા અને તેમનું સંવર્ધન કરવામાં તેમણેે વ્યક્તિગત સ્તરે અથાગ પ્રયાસો કર્યા છે. રાજાશાહી કુટુંબમાંથી તે પહેલાં આઇએએસ થયેલા છે. તે વાંકાનેર રાજ પરિવાર સાથે સંકળાયેલા છે. ચિત્તાને ફરી ભારતમાં વસાવવા તેમના પ્રયાસોના કારણેે ૨૦૦૯માં આફ્રિકન ચિત્તાનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો.

અનુ નડેલા હોમ મેકર                                                                        . 5 - image

મેંગો લસ્સી દુનિયાનું શ્રેષ્ઠ ડેરી બેવરેજ

જાણીતા ફૂડ મેગેઝિન ટેસ્ટ એટલસે દુનિયાનાં ટોપ ડેરી બેવરેજની યાદી બહાર પાડી છે. તેમાં ભારતની મેંગો લસ્સી ટોપ પર છે. ટોપ ૧૬ બેસ્ટ બેવરેજીસની યાદીમાં સોલ્ટેડ લસ્સી અને સ્વીટ લસ્સી અનુક્રમે ચોથા અને પાંચમા નંબરે છે એ જોતાં ટોપ ફાઈવમાંથી ત્રણ તો ભારતનાં જ ડેરી બેવરેજ છે.  બીજા નંબરે  સ્પેનનું ચોકલેટ સેલિયન્ટ અને  ત્રીજા નંબરે ચિલીનું લેચે કોન પ્લેટેનો છે. 

ગુજરાતીઓને લસ્સી બહુ ભાવતી નથી. ગુજરાતીઓ છાસ વધારે પસંદ કરે છે પણ ઉત્તર ભારતમાં લોકો લસ્સીને પસંદ કરે છે. ખાસ કરીને પંજાબીઓ લસ્સીના બહુ શોખીન છે. તેના કારણે અમેરિકા, કેનેડા, યુકે સહિતના દેશોમાં પણ લસ્સીની લોકપ્રિયતા વધી છે.



Google NewsGoogle News