GST ના કાયદા હેઠળના ગુના અને તેને લગતી જોગવાઈઓની તલસ્પર્શી છણાવટ
- GSTનું Ato Z - હર્ષ કિશોર
- જીએસટીના વિશેષ કાયદા હેઠળ બોગસ બીલીંગ અને અન્ય ગુનાઓને નાથવા માટે કેટલીક કાર્યવાહી ફોજદારી કાયદાઓ હેઠળ કરવાની થાય છે તેથી કલમ ૬૭, ૬૯, ૭૦ અને ૧૩૨ હેઠળની જોગવાઈઓ સમજવી રહી અને તેને ફોજદારી કાયદાઓ સાથે સાંકળીને આગળની કાર્યવાહી કરવાની થાય.
જીસટી કાયદા હેઠળ ગુનાહિત કૃત્યકરનારની ધરપકડનો મુદ્દો સરકાર અને વેપારીઓ બંને માટે ખૂબ જ સંવેદનશીલ છે અને સમયાંતરે વિવિધ કોર્ટો દ્વારા પણ કેટલાક ચુકાદા આપવામાં આવેલ છે અને આવા ચુકાદાઓમાં મૂળભૂત અધિકારો, વ્યક્તિ સ્વતંત્રતા અને અન્ય બંધારણીય જોગવાઈઓ તેમજ કાયદાકીય પ્રક્રિયા અનુસરવાની બાબતો સુનિશ્ચિત કરવા માટે કેટલાક અવલોકનો કરીને પોલીસ કસ્ટમ્સ, એક્સાઇઝ અને અન્ય ટેક્સ અધિકારીઓ તેમજ વહીવટી તંત્ર માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. કયા ગુનાને ધરપકડ પાત્ર ગણવો, જ્યારે વ્યક્તિની ધરપકડ થાય તો તેને તેના કારણો (લેખિતમાં) જણાવવા, તેમના સંબંધીને જાણ કરવી, તેઓ પોતાના વકીલ સાથે વાત કરી શકે, જામીનપાત્ર ગુનામાં જામીન મેળવી શકે, આવી વ્યક્તિને ૨૪ કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો તેમજ ધરપકડ થયેલ વ્યક્તિને જરૂર પડયે તબીબની સવલત પૂરી પાડવી વગેરે બાબતો અંગે હંમેશા મતમતાંતર થતા રહે છે. આવો જ એક મહત્ત્વનો ચુકાદો ડી.કે.બાસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ 1997 (1) SCC 416 નો છે. આ ચુકાદા થકી સુપ્રીમ કોર્ટે કુલ ૧૧ મુદ્દાની માર્ગદર્શિકા આપેલ હતી જે આજે પણ ધ્યાને લેવાની રહે છે.
ચર્ચાની એરણ પર : તાજેતરમાં તા. ૨૭.૦૨.૨૦૨૫ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા Radhika Agarwal v Union of India & others (Writ Petition (Criminal) No. 336 Of 2018) ના ચુકાદા અને તા. 11 September 2024 ના રોજ આવેલDeepak Singhal vs. Union of India and Others madhya Pradesh High Court Writ Petition No. 21641 of 2024, 11 September 2024 ૨૦૨૪ ના ચુકાદા તેમજ દિલ્હી હાઈકોર્ટના Kshitij Ghildiyal Versus Director General of GST Intelligence, Delhi. [W.P. (CRL) No. 3770/2024] તથા મુંબઇ હાઈકોર્ટના મિશલ જે શાહના કેસમાંWrit Petition (L) No. 38480 of 2024 તા. ૭.૧.૨૦૨૫ ના રોજ આવેલ ચુકાદાએ આ વિષયને ફરીથી ચર્ચાની એરણ પર લાવી દીધેલ છે. ફોજદારી કાયદાઓ અને ફોજદારી કાર્યરીતિમાં વિવિધ ગુનાઓ માટે જે વ્યાખ્યાઓ અને ધરપકડ માટે જે પ્રક્રિયા દર્શાવવામાં આવેલ છે અને વેચાણવેરો, મુલ્ય વર્ધિત વેરો તેમજ જીએસટી જેવા વિશેષ કાયદામાં જે ગુનાઓનું વર્ગીકરણ અથવા ધરપકડ માટે જવાબદાર કારણો જણાવવામાં આવેલ છે તેમાં થોડોક તફાવત છે અને તેથી કેટલીક વાર આ બાબતો સમજવામાં મુશ્કેલી પડે છે આજે આપણે તે સરળ રીતે જાણવા માટે પ્રયત્ન કરીએ.
મહત્ત્વની ઐતિહાસિક બાબતો : ભારતીય દંડ સંહિતા - (IPC)-1860 બાદ ફોજદારી કાર્યરીતિ સંહિતા (CrPC) ની સૌપ્રથમ વ્યવસ્થિત રચના વર્ષ 1882 માં Act 02 of 1882 દ્વારા થયેલ હતી. ત્યારબાદ વર્ષ 1898 માં ફોજદારી કાર્યરીતિની સંહિતા ગેઝેટમાં પ્રકાશિત થઇ અને તારીખ ૧.૭.૧૮૯૮થી આ ફોજદારી કાર્યરીતિની સંહિતા અમલમાં આવી. તેમાં વર્ષ 1861, 1862, 1866, 1869, 1872, 1874, 1875, 1877 અને 1882 ના કેટલાક એક્ટ જે પ્રેસિડેન્સી અને મોફ્યુસિલમાં આવેલ જુદી જુદી કોર્ટો, જજો, જ્યુરી અને ફોજદારી પ્રક્રિયાઓને લગતા કેટલાક કાયદા હતા તે રિપીલ કરાયા હતાં અને અમુક જોગવાઈઓ રદ કરવામાં આવેલ હતી કે પછી સુધારા કરવામાં આવ્યા હતા. તે સમયે ભરતા અને વિશ્વ કક્ષાએ ખુબ ઝડપથી ઘટનાઓ આકાર લઇ રહી હતી અને આ બાજુ ભારતમાં ન્યાયિક પ્રણાલીનો પાયો નાખી રહ્યો હતો. વર્ષ 1923 p cex 1882 ની સંહિતામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. વર્ષે ૧૯૫૦માં જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યાં સુધી વર્ષ 1923 ની સુધારેલી ફોજદારી કાર્યરીતિ સંહિતા અમલમાં હતી. પાંચમાં કાયદા પંચના ૪૧ના અહેવાલમાં જે ભલામણો કરવામાં આવી તેના આધારે સંસદ દ્વારા ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 ઘડવામાં આવી હતી જેનો અમલ તારીખ 1.1.1974 થી થયો. આજે તેના સ્થાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ૨૦૨૩નો અમલ તા. ૧.૭.૨૦૨૪ થી થયેલ છે.
અગત્યની વ્યાખ્યાઓ : વર્ષ ૧૮૯૮ ની ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ૪ (b) મુજબ ''Bailable offence (જામીનપાત્ર ગુનો)'' means an offence shown as bailable in the Second Schedule (ગુનાઓનું વર્ગીકરણ), Or which is made bailable by any other law for the time being in force; and ‘‘non-bailable offence'' means any other offence.
કલમ ૪ (f) ‘‘Cognizable offence'' mens an offence, for and ‘‘cognizable case'' means a case in which a officer, within or without the presidency-towns may, in accordance with the Second Schedule, or under any law for the time being in force, arrest without warrant.
કલમ ૪ (n) ‘‘Non-congnizable offence'' means an offence for, and ‘‘non-cognizable case'' means a case in which a police officer, within or without a presidencytown, may not arrest without warrant.
CrPC- ૧૯૭૩ મુજબ ઉક્ત વ્યાખ્યાઓમાં બહુ ફેરફાર થયેલ જણાતો નથી.
કલમ 2.(a) ‘‘bailable offence'' means an offence which is shown as bailable in the First Schedule (ગુનાઓનું વર્ગીકરણ), or which is made bailable by any other law for the time being in force; and ‘‘non-bailable offence'' means any other offence<
(c) ‘‘congnizable offence'' (દખલપાત્ર ગુનો) means an offence for which, and ‘‘congnizable case'' means a case in which, a police officer may, in accordance with the First Schedule or under any other law for the time being in force,
arrest without warrant;
(I) ‘‘non-congnizable offence'' (બિન-દખલપાત્ર ગુનો) means an offence for which, and ‘‘non-cognizable case'' means a case in which, a police officer has no authority to arrest without warrant.
એ જ રીતે BNSS- ૨૦૨૩ માં પણ ઉક્ત વ્યાખ્યાઓમાં બહુ ફેરફાર થયેલ જણાતો નથી.
ભૂતકાળની વ્યવસ્થા : ગુજરાત વેચાણવેરા અધિનિયમ, ૧૯૬૯ની કલમ Sales Tax ૭૯(૨) તેમજ ગુજરાત મુલ્ય વર્ધિત વેરા અધિનિયમ-૨૦૦૩ની કલમ ૮૭ (૨) આ પ્રમાણે હતી. ‘‘Notwithstanding anything contained in the Code of Criminal Procedure, 1898 (V of 1898), all offences punishable under this Act or rules made thereunder shall be cognizable (દખલપાત્ર ગુનો) and bailable''. પરંતુ જીએસટી કાયદામાં ગુનાઓ માટેની વ્યાખ્યા અને સજામાં ધરખમ ફેરફાર થયેલ છે.
જીએસટી કાયદા હેઠળ congnizable and non-congnizable offences એટલે શું ? જીેસટી એક વિશેષ કાયદો છે. આ કાયદાની કલમ 132 માં એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે જે ગુના માલ અથવા સેવા ને લગાત હોય અને તેમાં કરચોરી થયેલ હોય અથવા તો ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવેલી હોય અથવા ખોટી રીતે રિફંડ મેળવવામાં આવેલ હોય અને તેવા ગુનાની રકમ રૂ. ૫ કરોડથી વધુ હોય તેવા ગુના કોગ્નિઝેબલ અને નોન-બેલેબલ ગણવામાં આવશે. જીએસટી કાયદા હેઠળ અન્ય ગુના નોન-કોગ્નિઝેબલ અને બેલેબલ ગણવાના રહે છે.
ધરપકડ: ફોજદારી કાર્યરીતિ સંહિતા-૧૯૭૩ની કલમ 41 (BNSS- ૨૦૨૩ની કલમ 18735) ની જોગવાઈ મુજબ વોરંટ વગર કોઈપણ વ્યક્તિની ધરપકડ થયેલ હોય તો તેને ૨૪ કલાકથી વધુ સમય માટે ડીટેન ન કરી શકાય તેવી જોગવાઈ અમલમાં હતી. 24 કલાકની આ સમય મર્યાદામાં મુસાફરી માટેના સમયની ગણતરી કરવામાં આવતી ન હતી.
જ્યારે કલમ 167 (BNSS- ૨૦૨૩ ની કલમ 187) માં એવી જોગવાઈ કરવામાં આવેલ હતી કે જો કલમ 61 મુજબ નિર્ધારિત ૨૪ કલાકની સમય મર્યાદા અંદર તપાસ પૂર્ણ ન થઇ શકે ેતમ હોય તો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ નજીકના મેજિસ્ટ્રેટને પોતાની ડાયરીની વિગતો સાદર કરવાની થતી હતી અને ગુનેગારને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો હતો અને મેજિસ્ટ્રેટની સૂચનાઓ/આદેશ મુજબ આગળની કાર્યવાહી કરવાની થતી હતી.
ભારતીય બંધારણનો અનુચ્છેદ ૨૨ ઃ અમુક દાખલામાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ ધરપકડ કરાયેલી કોઈ વ્યક્તિને બનતી ત્વરાએ તેની ધરપકડના કારણો જણાવ્યા વિના અટકમાં રાખી શકાશે નહીં તેમજ તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેના મારફત પોતાનો બચાવ કરવાના તેના હક્કનો ઇનકાર કરી શકાશે નહીં. ધરપકડ કરાયેલી અને અટકમાં રાખેલી દરેક વ્યક્તિને તેની ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટના ન્યાયાલય સુધીની મુસાફરી માટેનો જરૂર સમય બાદ કરતા ધરપકડથી ૨૪ કલાકની અંદર નજીકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઇએ છે અને તે વ્યક્તિને સદરહુ મુદત વિત્યા પછી મેજિસ્ટ્રેટની પરવાનગી વિના અટકમાં રાખી શકાશે નહીં.
છેલ્લે ઃ જીએસટીના વિશેષ કાયદા હેઠળ બોગસ બીલીંગ અને અન્ય ગુનાઓને નાથવા માટે કેટલીક કાર્યવાહી ફોજદારી કાયદાઓ હેઠળ કરવાની થાય છે તેથી કલમ ૬૭, ૬૯, ૭૦ અને ૧૩૨ હેઠળની જોગવાઈઓ સમજવી રહી અને તેને ફોજદારી કાયદાઓ સાથે સાંકળીને આગળની કાર્યવાહી કરવાની થાય.