એર ઇન્ડિયા v/s ઇન્ડિગો સ્ટ્રેચ ડોમેસ્ટીક વિમાન પ્રવાસીઓને ખેંચવા વિવિધ સવલતો
- ભારતમાંજ એક દિવસમાં વિમાન પ્રવાસ કરનારાની સંખ્યા પાંચ લાખને વટાવી ગઇ ઃભારતમાં વધતો જતો એર ટ્રાફિક વધતી જતી સમૃધ્ધિની નિશાની છે
- એર ઇન્ડિયા અને ઇન્ડિગો વચ્ચે ચાલી રહેલી પ્રવાસીઓ ખેંચવા જેવી વોર ભારતના ઉડ્ડયન ક્ષેત્રને ક્યારેય જોવા નથી મળી. એર ઇન્ડિયા હવે ટાટાગૃપની પાસે છે. આજની સ્થિતિ એ છે કે દિલ્હી મુંબઇના રૂટ પરના પ્રવાસીઓ ખેંચવા બંને એરલાઇન્સ વિવિધ આઇડયા કરી રહી છે. ઓછા ભાડા વાળી એર લાઇન્સ તરીકે ઇન્ડિગો ભારતમાં ટોપ પર આવે છે.
- ઇન્ટરનેટ પર એક વાચકે આ ફાઇટને અમદાવાદના શટલ રીક્ષા વાળા ગ્રાહકોને ખેંચવા જે બૂમો પાડે છે તેની સાથે સરખાવી હતી. હાઇવે પર ખાનગી જીપો વાળા પણ પ્રવાસીઓને ખેંચવા બૂમો પાડતા હોય છે
ભારતમાંજ એક દિવસમાં વિમાન પ્રવાસ કરનારાની સંખ્યા પાંચ લાખને વટાવી ગઇ અને ૫,૦૫,૪૧૨ પર પહોંચી છે. આ સંખ્યા જોઇને એમ લાગી રહ્યું છે કે વિમાન પ્રવાસ હવે કોમન બનતો જાય છે. કુલ પ્રવાસીની સંખ્યા પણ કૂદકેને ભૂસકે વધતી જાય છે. એરપોર્ટ પર પણ એસટી સ્ટેન્ડ અને રેલ્વે પ્લેટફોર્મ પર ભીડભાડ વાળા દ્રશ્યો જોવા મળતા થઇ ગયા છે. ઉડ્ડયન મંત્રાલયે આ સંખ્યાને સિધ્ધિ બતાવી છે.
કહે છે કે ઉડાન સ્કીમના કારણે વિવધ સેન્ટરોને એર પ્રવાસ સાથે જોડવામાં આવ્યા છે અને નવા એરપોર્ટ પણ ઉભા કરાયા તેની અસર વર્તાઇ રહી છે. ભારતનો ડોમેસ્ટિક એર ટ્રાફિક છેલ્લા પાંચ વર્ષમાં ૪૩ ટકા જેટલો વધ્યો છે. વિયેટનામ પછી ભારતનો એર ટ્રાફિક બીજા નંબરે આવે છે.
વધતા એર ટ્રાફિકને પોતાની તરફ ખેંચવા એર ઇન્ડિયા અને ઇન્ડિગો જેવી નામાંકીત વિમાન કંપનીઓ સામસામે આવી ગઇ છે. ભારતમાં વધતો જતો એર ટ્રાફિક વધતી જતી સમૃધ્ધિની નિશાની છે. ભારતમાં માત્ર હાઇનેટવર્થ ધરાવનારાની સંખ્યા વધી છે એવું નથી પણ મધ્યમ વર્ગ હવે પૈસાદારોની પંગતમાં બેસતો થઇ ગયો હોય એમ લાગે છે.
લોકો પાસે ટ્રેનમાં કલોકો સુધી પ્રવાસ કરવાનો સમય નથી એમ પણ લાગી રહ્યું છે. કોરાના કાળ પછી લોકો પોતાના માટે છૂટથી પૈસો વાપરતા થાય છે. લકઝરી પ્રવાસમાં મોખરે આવતા વિમાન પ્રવાસનો ઉપયોગ લોકો કરતા થઇ ગયા છે.
એક અંદાજ અનુસાર લોકો મુબંઇ જેવા સેન્ટરો પર સવાર સાંજની ટ્રીપ મારી રહ્યા છે. એટલેકે સવારે જવાનું અને સાંજે પરત ફરવાનું. દરેક ઘર ભેગા થવાનું વધુ વિચારતા થયા છે. મુંબઇમાં વધુ રહેવું પણ ખર્ચાળ સાબિત થઇ શકે છે.
અહીં મુદ્દો સ્કાય વોરનો છે એટલેકે પ્રવાસીઓને પોતાની એરલાઇન્સ તરફ ખેંચવાની સ્પર્ધા દેશની બે એરલાઇન્સ વચ્ચે જાહેરમાં શરૂ થઇ છે. જ્યારથી એરઇન્ડિયા અને વિસ્તારાનું મર્જર થયું છે ત્યારથી ઇન્ડિગો સાથેની કોલ્ડ વોર શરૂ થઇ હતી પરંતુ હવે આ કોલ્ડ વોર જાહેરમાં આવી ગઇ છે. બંને એરલાઇન્સ પ્રવાસીઓને આકર્ષવા વિવિધ સ્કીમો મુકી રહ્યા છે.
૧૨ નવેમ્બરે વિસ્તારામાં જવા માંગતા પ્રવાસોનું બુકીંગ સીધું જ એરઇન્ડિયામાં થવાનું શરૂ થયું હતું. આ બે એરલાઇન્સનું મર્જર પુરૂં થતા એરઇન્ડિયામાં બુકીંગ શરૂ કરાયું હતું. સામે છેડે ભારતમાં સૌથી સસ્તી કહી શકાય એવી ઇન્ડિગો એરલાઇન્સે બિઝનેસ ક્લાસ સાથેની ઇન્ડિગો સ્ટ્રેચ શરૂ કરી હતી.તેના પહેલી ફ્લાઇટ ૧૪ નવેમ્બરે દિલ્હીથી મુંબઇ પહોંચી હતી.
૧૨ નવેમ્બરે એર ઇન્ડિયા અને ૧૪ નવેમ્બરે ઇન્ડિગો સ્ટ્રેચ શરૂ કરાઇ હતી. આમ શરૂઆતથીજ સામસામા માંડવા ઉભા થઇ ગયા હતા.
એરલાઇન્સ અને વિસ્તારાના મર્જર બાદ દેશના મોટા શહેરના રૂટ પર તેમનું પ્રભુત્વ વધ્યું હતું. જેમાં મુંબઇ- દિલ્હી રૂટ ટોપ પર આવે છે.ઇન્ડિગો સ્ટ્ર્ેચ ત્યારે બજારમાં આવ્યું હતું કે જ્યારે એર ઇન્ડયાએ પ્રવાસીઓને પ્રિમિયમની ઓફર આપવી શરૂ કરી હતી. એરઇન્ડિયાની ક્ષમતા અને રૂટની વધુ ફ્રિકવન્સી જોતાં એર ઇન્ડિયા ટોપ પર જણાતું હતું.
એર ઇન્ડિયા અને ઇન્ડિગો વચ્ચે ચાલી રહેલી પ્રવાસીઓ ખેંચવા જેવી વોર ભારતના ઉડ્ડયન ક્ષેત્રને ક્યારેય જોવા નથી મળી. એર ઇન્ડયા હવે ટાટાગૃપની પાસે છે. આજની સ્થિતિ એ છે કે દિલ્હી મુંબઇના રૂટ પરના પ્રવાસીઓ ખેંચવા બંને એરલાઇન્સ વિવિધ આઇડયા કરી રહી છે. ઓછા ભાડા વાળી એર લાઇન્સ તરીકે ઇન્ડિગો ભારતમાં ટોપ પર આવે છે.
ઇન્ટરનેટ પર એક વાચકે આ ફાઇટને અમદાવાદના શટલ રીક્ષા વાળા ગ્રાહકોને ખેંચવા જે બૂમો પાડે છે તેની સાથે સરખાવી હતી. હાઇવે પર ખાનગી જીપો વાળા પણ પ્રવાસીઓને ખેંચવા બૂમો પાડતા હોય છે.
એરઇન્ડિયા અને ઇન્ડિગો સ્ટ્રેચે આવી કોઇ બૂમો નથી પાડી પણ દેશભરના પ્રવાસીઓને આ વોરની ખબર પડે એવું ચોક્કસ પણે કર્યું છે. એરન્ડિયાના પ્રિમિયમ પ્રવાસીઓને ટાર્ગેટ કરવા ઇન્ડિગો સ્ટ્રેચે દિલ્હી-મુબંઇનું ભાડું ૧૮,૦૦૦ કરી નાખ્યું હતું. સામે છેડે એર ઇન્ડિયા પણ આ બિઝી રૂટના પ્રવાસીઓને છોડવા ના માંગે તે સ્વભાવિક છે.
ઇન્ડિગો સ્ટ્રેચમાં આરામ દાયક બેઠકો પગને આરામ મળે તેવી જગ્યા, સ્વાદિષ્ટ જમણ વગેરે ઓફર કરે છે. ઇકોનોમી ક્લાસ અને પ્રિમિયમ ક્લાસ બંનેને ઇન્ડિગો એક સમાન કરવા માંગતું હતું અને તે રીતના ફેરફારો પણ કર્યા હતા. એરઇન્ડિયા જે પ્રિમીયર ઓફર કરતું હતું તેવુંજ ઇન્ડિગો સ્ટ્રેચ ઓફર કરતું હતું.
વિસ્તારાએ નવ વર્ષ સુધી પ્રવાસીઓને પ્રિમિયમ સર્વિસ આપી છે. વિસ્તારાએ પોતાના ગ્રાહકોને સાચવી રાખ્યા હતા અને તેમની ફરિયાદોનો ત્વરીત નિકાલ કરતા હતા. હવે તે એરઇન્ડિયા સાથે મર્જર થઇ છે પરંતુ તેના ગ્રાહકોનો લાભ એર ઇન્ડિયાને મળી રહ્યો છે.
એર ઇન્ડિયા ખમતીધર છે પરંતુ ઇન્ડિગો સ્ટ્રેચે અનેક પડકારો જીલવાના છે. જેમકે પોતાની વિમાન સેવા સસ્તા ભાડાની છે તે લોકોના મનમાંથી ભૂંસાવું ના જાઇએ તે થીમ સાથે આગળ વધવાનું છે.
એરઇન્ડિયા અને ઇન્ડિગો સ્ટ્રેચ વચ્ચેની ફાઇટ અવાર નવાર એર પ્રવાસ કરતાં લોકો જાણે છે. ઇન્ડિગો સ્ટ્રેચ સતત સસ્તા ભાવની ટીકીટ રાખશે અને પ્રિમિયમ સર્વિસ આપશે તો તેની આવક પર ફટકો પડવાનો છે.એર ઇન્ડિયાએ પ્રમિયમ સીટો માટેનું બુકીંગ શરૂ કર્યું કે તરતજ ઇન્ડિગોએ ડયુઅલ ક્લાસની જાહેરાત કરી હતી. એરબસ ૩૫ છૈમિેજ છ૩૨૧માં પ્રિમિયમ કેબીનની આંઠ હરોળ હશે અને તેની સીટો આધુનિક હશે. કહે છે કે એરઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં હોય એવી સીટો ઇન્ડિગોએ ડોમેસ્ટીક પ્રવાસીઓ માટે મુકી છે.
ડોમેસ્ટીક પ્રવાસીઓ પૈકી ૬૦ ટકા પ્રવાસીઓ ઇન્ડિગો પાસે છે. એરઇન્ડિયા સાથેની ઇન્ડિગોની સ્પર્ધા માત્ર ભારતમાં નહીં પણ વિશ્વના ઉડ્ડયન ક્ષેત્રે ચર્ચા સ્પદ છે કેમકે એર ઇન્ડિયા સામે પણ કોઇ શિંગડા ભરાવી શકે તે પહેલીવાર બન્યું છે. વિશ્વના ઉડ્ડયન ક્ષેત્રે એર ઇન્ડિયાનું નામ બહુ પ્રભાવ શાળી છે જ્યારે ઇન્ડિગો ભારત પુરતું સિમીત છે.
જોકે ભારતનો ડોમેસ્ટીક ટ્રાવેલર કોઇ નામના પ્રભાવમાં નથી આવતો તેની નજર વધુ સવલતો કોણ આપશેે તેના પર હોય છે. આ વોર લાંબી ચાલશે એમ લાગે છે કેમકે ડોમેસ્ટીક પ્રવાસીઓ સતત વધી રહ્યા છેકોરાના કાળ પછી વિમાન પ્રવાસીઓ આરામ દાયક પ્રવાસ ઇચ્છતા હોય છે. જેના કારણે એરલાઇન્સોએ પણ સુધરવું પડશે. હકીકતતો એ છે કે એર ઇન્ડિયા અને ઇન્ડિગો સ્ટ્રેચ વચ્ચેની સ્પર્ધાના કારણે પ્રવાસીઓને વધુ સારી સવલતો મળશે.
- વિમાન પ્રવાસીઓની પહેલી પસંદ વંદેભારત
વિમાન પ્રવાસની સરખામણી કરી શકાય એવી વંદેભારત જેવી હાઇ સ્પીડ ટ્રેન રેલ્વેએ મુકી છે. તે વિમાન પ્રવાસ કરતાં સસ્તી પણ પડે છે અને પ્રવાસ એર કરતાં વધુ સારો હોય છે. હાઇ સ્પીડ ટ્રેનોએ અનેક શહેરોને નજીક લાવી દીધા છે. હાઇસ્પીડ ટ્રેનમાં અપાતી સવલતો વગેરે વિમાનમાં અપાતી સવલતો કરતાં પણ વધુ સારી હોય છે.
વિમાન પ્રવાસ અને હાઇસ્પીડ ટ્રેનની સરખામણીમાં પ્રવાસીને રાહત હાઇસ્પીડમાં એટલા માટે લાગે છે કે તેમાં પાંચ મિનિટ પહેલાં પણ પહોંચીને ટ્રેનમાં બેસી શકાય છે જ્યારે પ્લેનના પ્રવાસમાં દોઢ બે કલાક વહેલાં નીકળવું પડે છે. આ ઉપરાંત મોટાભાગના શહેરોમાં એરપોર્ટ શહેરથી બહુ દુર હોય છે.
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ મુંબઇનો એર ટ્રાફિક વધ્યો છે એમ હાઇસ્પીડ ટ્રેનના બુકીંગ પણ અઠવાડિયા પહેલાં કરવા પડે છે. હાઇસ્પીડ ટ્રેન શરૂ કરવા પાછળનું એક કારણ એ પણ હતું કે એર ટ્રાફિક પરનો લોડ ધટાડી શકાય. જે લોકો મુંબઇ જવાના હોય છે તેમને વંદેભારતમાં જવાનું સુગમ પડે છે. અમે મુબંઇ બાય એર ગયા હતા તે ગૈારવથી કહેવાતું હતું પણ હવે એવુંજ વંદેભારત માટે કહેવાય છે.
પ્રવાસીઓને મૂળભૂત રીતે આરામદાયક પ્રવાસની જરૂર હોય છે. સમય સાથે દરેક ચાલ મિલાવવા પ્રયાસ કરે છે એટલેજ હાઇ સ્પીડ ટ્રેનો સફળ થઇ રહી છે. અમદાવાદ થી મુબઇ સુધી હાઇસ્પીડ ટ્રેન સફળ થયા બાદ રેલ્વે સત્તાવાળાઓેએ અન્ય વિસ્તારોમાં આધુનિક રેલ્વેની સવલતો ઉભી કરી આપી છે.