સાપ્તાહિક ધોરણે સોના ચાંદી તથા ક્રૂડતેલના વાયદાઓમાં આગેકૂચ

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
સાપ્તાહિક ધોરણે સોના ચાંદી તથા ક્રૂડતેલના વાયદાઓમાં આગેકૂચ 1 - image


દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ  પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ૧૫ થી ૨૧ સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન ૬૩,૨૯,૧૫૪ સોદાઓમાં કુલ રૂ.૫,૬૧,૪૦૮.૪૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.૧,૦૦,૭૯૫.૭૪ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.૪૬૦૪૬૬.૩૬ કરોડનો હતો. 

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં  ૭,૯૦,૬૪૬ સોદાઓમાં રૂ.૫૫,૬૭૬.૪૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં  સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૮,૬૭૪ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૫૯,૪૪૩ અને નીચામાં રૂ.૫૮,૬૭૩ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૨૩૪ વધી રૂ.૫૮,૮૨૨ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૨૧૪ વધી રૂ.૪૭,૭૯૦ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૧૭ વધી રૂ.૫,૮૬૦ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૪૫ વધી રૂ.૫૮,૮૫૩ના સ્તરે પહોંચ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧ કિલોદીઠ રૂ.૭૧,૨૬૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૭૩,૩૧૮ અને નીચામાં રૂ.૭૧,૨૬૦ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૨,૦૮૬ વધી રૂ.૭૩,૦૬૮ ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૧,૯૮૭ વધી રૂ.૭૩,૦૩૮ અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૧,૯૬૫ વધી રૂ.૭૩,૦૬૭ બંધ થયો હતો. 

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે ૧,૦૧,૬૫૬ સોદાઓમાં રૂ.૧૧,૨૧૬.૯૭ કરોડના વેપાર થયા હતા. તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.૭૪૦.૪૦ના ભાવે ખૂલી, રૂ.૧૭.૯૫ ઘટી રૂ.૭૧૯.૧૫ જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૦.૮૫ ઘટી રૂ.૨૦૨.૯૦ તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૧.૩૦ ઘટી રૂ.૧૮૭ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૩.૨૫ ઘટી રૂ.૨૨૩ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની સપ્ટેમ્બર વાયદો ૧ કિલોદીઠ રૂ.૨.૨૫ વધી રૂ.૨૦૬.૪૦ સીસુ-મિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૦.૪૫ ઘટી રૂ.૧૮૭.૭૦ જસત-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.૩.૨૦ ઘટી રૂ.૨૨૨.૫૦ બંધ થયો હતો. 


Google NewsGoogle News