ટોમેટો પ્રોડકટસ વિશે વિસ્તૃત જાણકારી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
(ગતાંકથી ચાલુ)
ડીહાઈડ્રેડ ટોમેટો પાવડર : સૌ પ્રથમ ઉત્તમ ગુણવતાવાળા ટોમેટોને કન્વેઅર બેલ્ટ પર પસાર કરવામાં આવે છે. ત્યારબાદ સાફ થયેલ ટોમેટોને ક્રશીંગ મશીન વડે ક્રશ કરવામાં આવે છે. જેથી ટોમેટો માસ બને છે.
આ રીતે તૈયાર થયેલ ટોમેટો માસને એગ્રોલેટ થ્રી સ્ટેઈજ કન્વેઅર ડ્રાયર સ્ટીમ હીટ (વરાળની ગરમી) વડે ભેજ રહીત કરવામાં આવે છે. ટોમેટોને ભેજ રહીત કરવા માટે ડ્રાયરના પ્રથમ તબક્કે હોટ એર છોડવામાં આવેલ છે જેથી ટોમેટો માસમાં રહેલ મોઈચર અમૂક અંશે ઈવેપોરેટ થાય છે. આ પ્રોસેસમાં કવોલિટીને જરા પણ અસર ન થાય તે માટે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે છે.
બીજા પ્રોસેસમાં ટોમેટો માસને બદલવામાં આવે છે. આ તબક્કે ડ્રાયરનું તાપમાન નીચું લઈ જવામાં આવે છે. આ તબ્બકે ટામેટો માસમાં લગભગ આઠેક ટકા જેટલું મોઈચર રહે છે.
ડ્રાયરના ત્રીજે તબ્બકે અને છેલ્લી પ્રક્રિયામાં તાપમાનને ઘણું જ નીચે લઈ જવામાં આવે છે. જેથી ટોમેટો માસમાં બાકી રહેલ મોઈચર આસાનીથી દૂર થાય છે. છેલ્લે આ ટોમેટો માસમાં ૨.૫ ટકા જેટલું મોઈચર હંમેશા રહે છે. આ રીતે તૈયાર થયેલ ટોમેટો માસને ગ્રાઈન્ડીંગ મશીન સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાં આ ટોમેટો માસ મેચ સાઈઝમાં પાવડર બને છે. છેલ્લે આ રીતે તૈયાર થયેલ ટોમેટો પાવડરમાં એન્ટીઓક્સીડેન્ટ તેમજ પ્રિઝર્વવેટીવ એડિંગ કરવામાં આવે છે. ત્યારબાદ કમ્પલીટ થયેલ ટોમેટો પાવડરને પેકીંગ ડીપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે. જ્યાં આ ટોમેટો પાવડર વેચાણ માટે ઉપલબ્ધ બને છે.
ટોમેટો વેફર : ટોમેટો વેફર પ્રોસેસમાં પણ ડીહાઈડ્રેશન પધ્ધતિનો ઉપયોગ કરવા માં આવે છે.
ફર્ક માત્ર એટલો જ હોય છે કે ટોમેટો ક્રશીંગને બદલે ટોમેટો સ્લાઈજ બનાનવી ડ્રાયર પધ્ધતિથી ભેજ રહીત કરવામાં આવે છે. ત્યારબાદ ફ્રાયર મશીનમાં ફ્રાય કરવામાં આવે છે. ત્યારબાદ આ બનેલ ટોમેટો વેફરને સ્પાઈસીસ નાખી પેક કરવામાં આવે છે. જેથી વેચાણ માટે તૈયાર થાય છે.
લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ પ્રિવેન્શન ઓથોરીટીઝ જરૂરી બને છે.