ડી-કેક એકસ્ટ્રેક્શન પ્લાન્ટ વિશે વિસ્તૃત જાણકારી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
(ગતાંકથી ચાલુ)
એન્ઝાઈમનો ઉપયોગ દરેક ઔદ્યોગિક એકમોમાં બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. એન્ઝાઈમ મેડિસીન, ફુડ, બ્રેવરીજ, બેકરી, લેઘર, ટેકસ્ટાઈલ, ક્લીનિંગ-પ્રોડક્ટસ જેવા અનેક ઉદ્યોગોમાં છવાઈ ગયેલ છે.
- અર્થવર્મ : (અળસિયા), આ અર્થવર્મને ખેતીની માટી સાથે ભેળવવામાં આવે છે. સાથે છાંણ, સૂકા પાંદડા વગેરે ખોરાક તરીકે ઉમેરાય છે. જેથી અળસિયા આ માટીમાં ખાય-પીને નવી પ્રજા (નવા અળસિયા ઉત્પન્ન કરવાના કામમાં લાગી જાય છે.
- વર્મીકમ્પોસ્ટ : (અળસિયા કમ્પોસ્ટ) આ વર્મીકમ્પોસ્ટને માટીમાં થોડા પ્રમાણમાં ભેળવવામાં આવે છે. જે માટીમાં ભળી ગયા પછી આ વર્મીકમ્પોસ્ટ અનેક ગણા અળસિયા ઉત્પન્ન કરે છે. સાથે માટીને સખત થતી અટકાવે છે. કારણ કે અળસિયા માટીમાં આમ-તેમ ફર્યા કરે છે. જેના કારણે માટી ગંઠાતી અટકે છે. જેથી મૂળીયાને તાજી હવા, પાણી, પોષણ વગેરે આરામથી મળ્યા કરે છે.
રાસાયણિત ખાતર કરતા આ પ્રકારના ખાતરથી પેદા થતાં અનાજમાં ઘણી જ મિઠાશ આવે છે. આ દેશી ખાતરથી ખેતિવાડીમાં પણ ક્રાંતિકારી ફેરફારો આવે તે અનિવાર્ય છે. ડી-કેક પણ એક ઉત્તમ ખાતર ગણી શકાય. જે પશ્ચિમના દેશોમાં આપણે ત્યાંથી જ જાય છે. તેના કારણે એક્સપોર્ટ પ્રમોશન પણ ખૂબ જ મોટું થઈ શકે તેમ છે.
આ રીતના સોલવન્ટ એક્સ્ટ્રેકશન પ્લાન્ટમાં પ્રોડક્ટસના નેચર પ્રમાણે બીજા સોલવન્ટનો ઉપયોગ કરી શકાય છે. તેમાં હેકઝીન, એસિટોન, આઈસો પ્રોપાઈલ આલકોહોલ, ઝાઈલીન, લીકવીડ સલફર ટ્રાયોકસાઈડ, ટ્રેટ બુટાઈલ ફોસફેટ જેવા રસાયણો વાપરી સોલવન્ટ એક્સ્ટ્રેક્ટ કરી શકાય છે.
ડી-કેક પ્રોજેક્ટ આપણે ત્યાં ઘણા છે. પરંતુ દરેક પ્રોજેક્ટ પશ્ચિમના દેશો પર આઘારિત છે. કારણ કે તેની આપણે ત્યાં માંગ ઘણી જ ઓછી છે. આ પ્રકારના ડી-કેકની માંગ વધતી જરૂરી છે. તેના કારણે ખેતપેદાશો પણ વધી શકે તેમ છે.
- પ્રોજેક્ટ કોસ્ટ : આ પ્રકારના પ્રોજેક્ટ સાઈટ, લોકેશન અને ફેબ્રીકેશન વર્ક પર આધારિત હોય છે.
- લાઈસન્સ : ધ લાઈસન્સ અન્ડર દા ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.
(સંપૂર્ણ)