યેનની મજબૂતાઈની ભારતીય અર્થતંત્ર પર મિશ્ર અસરો જોવાશે

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
યેનની મજબૂતાઈની ભારતીય અર્થતંત્ર પર મિશ્ર અસરો જોવાશે 1 - image


- ભારતની જાપાનીઝ લોન નિશ્ચિત વ્યાજ દરો હેઠળ જેમાં ચલણના જોખમોને હેજ કરાયેલા છે

લાંબા સમયથી ઘટેલા યેનના મુલ્યમાં તાજેતરનો વધારો અને ફોરેક્સ ટ્રેડરોમાં જાપાની ચલણમાં તેમની લાંબી સ્થિતિને દૂર કરવા માટેનો ધસારો ભારતીય અર્થતંત્ર માટે મિશ્ર અસરો ધરાવે છે. બાહ્ય વેપારની દ્રષ્ટિએ, વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં શિપમેન્ટ સાથે તેની અસર હકારાત્મક રહેશે.

જો યુએસ ડોલર સામે યેનનો ઉછાળો ટકી રહેશે તો મોટાભાગના વિશ્લેષકો માને છે કે ભારતમાં કેટલાંક ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટસ ખાસ કરીને પાવર સેક્ટરમાં, જેઓને યેન-ડિનોમિનેટેડ લોનમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભંડોળ પૂરું પાડવામાં આવે છે, તેમના ડેટ-સર્વિસિંગ ખર્ચમાં વધારો થતાં મોંઘા થઈ શકે છે. જો કે, અર્થવ્યવસ્થા-વ્યાપી અસર નજીવી હોઈ શકે છે, કારણ કે ભારતને સૌથી મોટી જાપાનીઝ લોન નિશ્ચિત વ્યાજ દરો હેઠળ છે, જેમાં ચલણના જોખમોને હેજ કરવામાં આવ્યા છે.

જાહેર ક્ષેત્રના ધિરાણકર્તા પીએફસી અને આરઈસી પાસે યેનમાં દેવું છે, ત્યારે વિશ્લેષકોએ ચલણના વધારાથી તેમના પર કોઈ મોટી અસર થવાની આશંકા દૂર કરી હતી, જે બેન્ક ઓફ જાપાને વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. જ્યારે કંપનીઓ (વિદેશી ચલણમાં) ઉધાર લે છે, ત્યારે તેમની પાસે ચોક્કસ હેજ હોય છે. તેમની પાસે વિદેશી ઋણનો એક ભાગ છે જે પહેલાથી જ ૫ વર્ષ સુધી હેજ કરવામાં આવે છે અને આ રીતે દેવું સંભાળવામાં આવે છે.

ભારતની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓના દેવા ખર્ચમાં વધારો થતો રહેશે, કારણ કે ભારતીય રિઝર્વ બેંક રેટ કટ સાયકલમાં વિલંબ કરે છે. જોકે કેટલાક વિશ્લેષકો થોડા ચિંતિત છે. યુએસ ડોલર અને યેન વચ્ચેના વિનિમય દરમાં છેલ્લા અઠવાડિયામાં વધઘટ જોવા મળી હતી.

આ નાણાકીય વર્ષમાં એપ્રિલ-મે માં ભારતની જાપાનમાં નિકાસ વાર્ષિક ધોરણે ૧૨ ટકા વધી છે, જે ગયા નાણાકીય વર્ષમાં સંકોચન (-૫.૬ ટકા)થી વિપરીત છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં જાપાનમાંથી માલસામાનની આયાતમાં નજીવો ૧ ટકા ઘટાડો જોવા મળ્યો હતો જે નાણાકીય વર્ષ ૨૪માં વાર્ષિક ધોરણે ૭ ટકા વધ્યો હતો.

મજબૂત યેનનો અર્થ એ થશે કે જાપાનમાં ભારતની નિકાસની ગતિ ઝડપી થઈ શકે છે. જાપાનમાં ભારતની નિકાસ બાસ્કેટમાં મુખ્ય ઉત્પાદનો કાર્બનિક રસાયણો, ઓટો અને ઓટો ઘટકો, વસ્ત્રો, સ્ટીલ અને ફાર્માસ્યુટિકલ્સ છે, જ્યારે દેશ મુખ્યત્વે મશીનરી, ઇલેકટ્રોનિક સામાન, પ્લાસ્ટિક વગેરેની આયાત કરે છે.

જોકે વેપારીઓમાં બહુ ચિંતા નથી. રશિયન રૂબલ અને બ્રાઝિલિયન રિયલ સાથે, યેન લાંબા સમયથી મુખ્ય વૈશ્વિક ચલણોમાં સૌથી વધુ અવમૂલ્યન હતું. અમુક કરેકશન બાકી હતું. ભારતનું હાલના ૬૨૦.૭ બિલિયન ડોલરના બાહ્ય દેવુંમાં યેનનો હિસ્સો ૫.૮ ટકા છે. યેન વધવાનો અર્થ એ છે કે ભારતને આ દેવાની ચૂકવણી માટે વધુ ખર્ચ કરવાની જરૂર પડશે.

ભારતની જાપાન ખાતે નિકાસ

નાણાં વર્ષ

નિકાસ (અબજ ડોલરમાં)

૨૦૨૦

૪.૫૨

૨૦૨૧

૪.૪૩

૨૦૨૨

૬.૧૮

૨૦૨૩

૫.૪૬

૨૦૨૪

૫.૧૬

ભારતની જાપાનથી થતી આયાત

નાણાં વર્ષ

આયાત (અબજ ડોલરમાં)

૨૦૨૦

૧૨.૪૩

૨૦૨૧

૧૦.૯

૨૦૨૨

૧૪.૩૯

૨૦૨૩

૧૬.૪૯

૨૦૨૪

૧૭.૭


Google NewsGoogle News