Get The App

બજેટ 2025ના સૂચિત સુધારાની સરળ સમજુતી

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
બજેટ 2025ના સૂચિત સુધારાની સરળ સમજુતી 1 - image


- વેચાણવેરો - સોહમ મશરુવાળા

સરકાર દ્વારા તારીખ ૧ ફેબુ્રઆરી ૨૦૨૫ ના રોજ વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજુ કરવામાં આવ્યું અને ફાઈનાન્સ બીલ ૨૦૨૫ લોકસભામાં રજુ કરેલ. બજેટમાં સરકાર દ્વારા ક્યાક પૂર્વલક્ષી સુધારા કરવામાં આવ્યા છે. ખાસ નોંધ લેવી જે એકમો પાસે એક રાજ્ય કરતા વધુ રાજ્યમાં GST નોંધણી નંબર છે તેઓ માટે તારીખ ૧-૪-૨૦૨૫ થી ઈનપૂટ સર્વિસ ડિસ્ટ્રીબ્યૂટરની જોગવાઈ ફરજીયાત લાગુ પડશે. બજેટ ૨૦૨૫ના સૂચિત સુધારા GST કાયદા હેઠળ નીચે પ્રમાણે છે :

૧) વ્યાખ્યાઓ :

૧.૧ કલમ ૨(૬૧) જેમાં ઈનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યૂટરની વ્યાખ્યા આપવામાં આવી છે તેમાં ફેરફાર કરીને હવે રિવર્સ ચાર્જ હેઠળ પત્ર વ્યવહારનો ઉલ્લેખ કરી તે બીલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

૧.૨ કલમ ૨(૬૯) હેઠળ લોકલ ઓથોરિટીની વ્યાખ્યામાં ફેરફાર સુચવવામાં આવ્યો કે હવે લોકલ ફંડ કોને કહેવાય અને મ્યુનિસિપલ ફંડ કોને કહેવાય તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.

૧.૩ નવી વ્યાખ્યા કલમ ૨(૧૧૬) ઉમેરીને યુનિક આઈડેન્ટિફિકેશન માર્કિગની આપવામાં આવી છે. કલમ ૧૪૮ છ (૨) (મ)  માં જે ઉલ્લેખ કરેલ યુનિક આઈડેન્ટિફિકેશન તથા ડિજિટલ સ્ટેમ્પ, ડિજિટલ સ્ટેમ્પ, ડિજિટલ માર્ક કે તેવા અન્ય સમાન માર્કિંગનો સમાવેશ થાય અને આવા માર્ક વિશિષ્ટ, સલામત અને ખસેડી ન શકાય તેવા હોય.

૨) પૂર્વલક્ષી સુધારો :

કલમ ૧૭(૫)(ડી)માં બ્લોકડ ક્રેડિટ વિષે વ્યવહારની યાદી આપવામાં આવી છે. જેમાં અગાઉ પ્લાન્ટ અથવા મશિનરી તેમ લખવામાં આવેલ હતું અને હવે બજેટમાં તારીખ ૧-૭-૨૦૧૭ થી પ્લાન્ટ એન્ડ મશિનરી તેમ જોગવાઈ સુચવવામાં આવી. આ સુધારો કરવા પાછળ માન.સર્વોચ્ચ અદાલતનો સફારી રિટ્રીટસ પ્રા. લિ. (131 GSTR 184 (S.C.) માં આપેલ ઉમદા ચુકાદાને નાબૂદ કરવા માટેનો આશય છે.

૩) અન્ય સુધારા :

૩.૧ કલમ ૧૨ તથા કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠળ વાઉચરના સપ્લાય બાબતે ટાઈમ ઓફ સપ્લાયની જોગવાઈ રદ કરવામાં આવી છે.

૩.૨ કલમ ૩૪(૨) અત્યાર સુધી તેમ જોગવાઈ હતી કે GSTR1 પત્રકમાં દર્શાવવાની થાય અને તે પ્રમાણે વેરાકિય જવાબદારી અદા કરવાની થાય. હવે આ રકમ બાદ ન મળી શકે જ્યારે ક્રેડિટ નોટ પ્રાપ્ત કરનાર નોંધાયેલ વ્યક્તિ તેની વેરાશાખ ઘટાડેલ ન હોય.

૩.૩ કલમ ૧૦૭ હેઠળ હવે માત્ર પેનલ્ટીની અપીલમાં પણ હવે ૧૦% પ્રાથમિક ભરણુ કરવાનું રહેશે.

૩.૪ કલમ ૧૧૨ હેઠળ બીજી અપીલમાં જે માત્ર પેનલ્ટી પૂરતી હોય તેમાં પણ ૧૦% વધુ પ્રાથમિક ભરણુ કરવાનું રહેશે.

૩.૫ પરિશિષ્ટ III માં પેરા ૮ હેઠળ નવો ક્લોઝ (ચચ) તારીખ ૧.૧.૧૭ થી ઉમેરવામાં આવ્યો. જેમાં SEZ, FTZ વેરહાઉસ માલની હેરફેરના વ્યવહારને સપ્લાય ગણાશે નહીં.


Google NewsGoogle News