આર્થિક વિકાસને ઝડપી બનાવવા માટેની થીયરીમાં સતત બદલાવ
- અર્થકારણના આટાપાટા-ધવલ મહેતા
- બીજા વિશ્વ યુદ્ધ પછી આર્થિક વિકાસનું અલગ અભ્યાસક્ષેત્ર ઊભું થયુ
આર્થિક વિકાસને સિદ્ધ કરવા કે તેને ઝડપી બનાવવા અનેક થીયરીઝની રચના થઈ છે. મૂડીવાદ-પ્રધાન દેશો કહે છે કે આર્થિક વિકાસ સિદ્ધ કરવા કે તેને ઝડપી બનાવવા બજારોને પૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ અને રાજ્યે તો માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવણીનું જ કામ કરવું જોઈએ. સરકાર બજારોની સ્વયંનિયંત્રતા પર તરાપ મારે તો આર્થિક વિકાસ કુંઠિત થઈ જાય. અમેરિકા, બ્રિટન અને અન્ય યુરોપીયન બજારવાદની વિચારસરણી હેઠળ જ આગળ વધ્યા છે. શીકાગો યુનિવર્સીટીના પ્રો. મીલ્ટન ફ્રીડમેન મુક્ત બજારના મોટા પુરસ્કર્તા હતા. આની સામે ચીન અને રશિયા જેવા સામ્યવાદી અર્થકારણ અને રાજકારણ ધરાવતા દેશો એમ દાવો કરે છે કે મુક્ત બજારો નહીં પરંતુ સરકાર અને સરકારી સાહસો જ ઝડપથી આર્થિક વિકાસ સિદ્ધ કરી શકે છે. દા.ત. સોવિયેટ રશિયામાં ૧૯૧૭માં ઓક્ટોબરક્રાંતિ થઈ તે પછી તેણે આર્થિક ક્ષેત્રે ખૂબ ઝડપી પ્રગતિ કરી. તેણે પંચવર્ષિય યોજનાઓનો વિચાર કેન્દ્રીત અર્થવ્યવસ્થાના હાર્દમાં મુક્યો લોકશાહી તો માત્ર ધનિકવર્ગ અને મૂડીવાદીઓનું રમકડું છે જેના હેઠળ મૂડીવાદી દેશોએ જગતમાં વસાહતો સ્થાપીને આ વસાહતોનું ભયંકર શોષણ કર્યું. કોલાઝનીઆલીઝમ એ મૂડીવાદનું સૌથી ઊંચું અને સૌથી રાચક સ્વરૂપ હતું. મૂડીવાદી અને સામ્યવાદી અર્થકારણની વચ્ચે સમાધાનકારી સમાજવાદી અર્થકારણની રચના થઈ જેણે મૂડીવાદને કાયમ રાખ્યો પણ પ્રચંડ મોટા રાજ્યસાહસો ઊભા કર્યા અને ખાનગી સાહસ કરતાં સરકારી સાહસોને વધુ પ્રાધાન્ય આપ્યું. પરંતુ સમાજવાદી શબ્દ એટલો લપટો બની ગયો છે કે દરેક પક્ષ પોતાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમાજવાદી માને છે અને અહીં સમાજવાદી રાજ્ય એટલે કલ્યાણ રાજ્યો (વેલફેર સ્ટેટસ) બની ગયો છે જેઓ લોકોને ભૂખે મરવા દેતા નથી, બેરોજગારી ભથ્થુ પણ ચૂકવે છે અને આરોગ્યને લગતી સેવાઓ પણ મફત કે ઘણા ઓછા ભાવે પૂરી પાડે છે તેમ છતાં કલ્યાણ રાજ્યોના આવક અને સંપત્તીની અસમાનતા ચાલુ જ રહે છે
૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધના અંત પછી આર્થિક વિકાસનું એક અલગ જ અભ્યાસક્ષેત્ર અર્થશાસ્ત્રમાં ઊભું થયું. જેમને ડેવલપમેન્ટ ઇકોનોમીસ્ટસ કહીએ તેવો નવો વર્ગ ઊભો થયો. આ નવા વર્ગના શરૂઆતમાં મુખ્ય પ્રવક્તા પ્રો. આર્થર લેવીસ હતા. તેમણે આર્થિક રીતે અવિકસિત દેશોના અખૂટ લેબર સપ્લાયનો આર્થિકવિકાસ માટે વિકાસ કરવા પર ભાર મુક્યો જ્યારે હેરોડ-ડોમર નામના બે અર્થશાસ્ત્રીઓ હેરોડ ડોમર મોડેલ ઓફ ઇકોનોમીક ડેવલપમેન્ટની રચના કરી જેમાં અવિકસિત દેશમાં પૂર્ણરોજગારી માટે કેટલું મૂડીરોકાણ (કેપીટલ ફોર્મેશન) જોઈએ તેવી વાત કરી. જોકે તેઓએ પોતાનું મોડેલ મહત્તમ આર્થિકવિકાસ ઔદ્યોગિક રીતે આગળ વધેલા દેશોના કેવી રીતે થાય તેની વાત કરી હતી. ત્યાર પછી ૧૯૫૭માં રોબર્ટ સોલો (જેમને અર્થશાસ્ત્ર નોવેલ પ્રાઇઝ મળ્યું) તેમણે આર્થિક વિકાસ માટે કે તેની ઝડપ વધારવા વિકસીત આધુનિક ટેકનોલોજી પર મુખ્ય ભાર મુક્યો તે પછી ડબલ્યુ ડબલ્યુ રોસ્ટોવે આર્થિક વિકાસના તબક્કાએ (સ્ટેજીશ ઓફ ઇકોનોમીક ગ્રોથ) ખોળી કાઢ્યા. એ જ અરસામાં રાગ્નર નર્સ્ક નામના અર્થશાસ્ત્રીએ ગરીબ દેશોમાં ગરીબીનું વિષચક્ર કેવી રીતે સર્જાય છે તેની ચર્ચા ઉપાડી તો રોઝનસ્ટાઈન રોડેન નામના અર્થશાસ્ત્રીએ સંતુલિત આર્થિક વિકાસ (બેલેન્સ્ડ ગ્રોથ)ની વાત કરી સુઅીટર નામના જર્મન અર્થશાસ્ત્રીએ જણાવ્યું કે અર્થકારણને ઝડપથી આગળ વધારવું હોય તો તેને માટે સર્વોત્તમ ઉપાય નવી નવી શોધો છે. તેમણે અર્થશાસ્ત્રમાં ઇનોવેશન્સ પર ભાર મુક્યો અને નવી નવી શોધો જૂની પ્રમાણે જૂના બજારોને તોડી નાંખશે તે માટે ક્રિએટીવ વિરોધાભાસી કન્સેપ્ટની રચના કરી ડીસ્ટ્રકશન નામના આર્થિક વિકાસને ઝડપી અને ન્યાયપૂર્ણ બનાવવા માટે માકર્સીસ્ટ થીયરી અને પ્રોસેટરીઅન રીવોલ્યુશન જ સમાજને આર્થિક સમાનતા અને સમૃદ્ધિ તરફ લઈ જાય કે નહીં તે વિષય વિસ્તૃત ચર્ચા માગી લે છે.