જાતિ જનગણનાને મુદ્દે ખેંચાયેલી યુદ્ધ રેખા

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
જાતિ જનગણનાને મુદ્દે ખેંચાયેલી યુદ્ધ રેખા 1 - image


- વન નેશન વન ઈલેકશન તથા સમાન નાગરિક ધારા જેવા મુદ્દા જાતિ જનગણનાને પરિણામે બાજુ પર રહી ગયા 

- બિહારની વસતિના ૬૩ ટકા ઓબીસીસ  છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. જાતિના મુદ્દાને પરિણામે વન નેશન વન ઈલેકશન તથા સમાન નાગરિક ધારા જેવા મુદ્દા બાજુ પર રહી ગયા છે

- કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખરગે તથા રાહુલ ગાંધીએ જાતિ ગણનાને ટેકો આપ્યો છે. ઓબીસી કોઈ મોટું જુથ નથી. કેટલાક રાજ્યોમાં તે ઓબીસી અને એમબીસી (મોસ્ટ બેકવર્ડ કલાસીસ) તરીકે  અથવા ઓબીસી અને ઈબીસી (અતિ પછાત વર્ગ) તરીકે વિભાજિત થયેલ છે

જાતિ જનગણનાને મુદ્દે ખેંચાયેલી યુદ્ધ રેખા 2 - image- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

ગયા સપ્તાહમાં મેં ભાજપ તથા  વિપક્ષ (ઈન્ડિયા) વચ્ચે  યુદ્ધ રેખા  ખેંચાઈ ગયાનું જણાવ્યું હતું. મેં એનડીએનો ઉલ્લેખ કર્યો નહતો કારણ કે, હાલમાં કોઈપણ મોટા પક્ષે  પોતે ભાજપ સાથે જોડાયેલા હોવાનું જાહેર કર્યું નથી. ૨૦૧૯માં એનડીએના મુખ્ય ભાગીદાર પક્ષો જેમ કે શિવસેના, અકાલી દળ, જનતા દળ (યુનાઈટેડ) અને હાલમાં જ એઆઈડીએમકેએ ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. બીજી બાજુ ૨૦૧૯ બાદ યુપીએ વધુ મજબૂત બન્યું છે અને આઈ.એન. ડી. આઈ. એ. (ઈન્ડિયા) તરીકે ઊભરી આવ્યું છે. 

હરિફની શક્તિ

મને અપેક્ષા હતી તે પ્રમાણે જ, ભાજપે સનાતન ધર્મ, ધર્માંતરણ, લવ જેહાદ, મહિલા અનામત ખરડો, સંસદની નવી ઈમારત તથા જી૨૦ નેતાઓની શિખર પરિષદના નામે શ્રેય લેવા જોર લગાવ્યું છે.   છ દિવસમાં ચાર રાજ્યોમાં વડા પ્રધાને આઠ રેલીઓ યોજી છે.બિન-ભાજપ શાસિત રાજ્યોમાં  તેમણે ત્યાંની રાજય સરકાર તથા તેના મુખ્ય પ્રધાનને દેશના  સૌથી વધુ ભ્રષ્ટ લેખાવી દીધા છે. ભાજપ શાસિત રાજ્યોમાં તેમણે ત્યાંની સરકાર તથા તેના મુખ્ય પ્રધાનને વખાણવામાં બાકી રાખ્યું નથી. 

ઈન્ડિયાના નેતાઓ ફુગાવા તથા બેરોજગારીના  મુદ્દે લડત આપી રહ્યા છે. ગયા સપ્તાહમાં ઈન્ડિયાના નેતાઓએ તેમના ટાર્ગેટસને વ્યાપક બનાવી  ભડકાઉ ભાષણો (શ્રી. રમેશ બિધુરી, સાંસદ), સ્વતંત્રતા છીનવી લેવાની (ન્યુઝક્લિક અને તેના તંત્રી) ઘટના, રાજ્યોને તેમના લેવાના નીકળતા ભંડોળ છૂટા નહીં કરવાના નિર્ણય (પશ્ચિમ બંગાળને મનરેગા ફન્ડસનો ઈન્કાર), રાજ્યોના હકો પર તરાપ (તામિલનાડૂમાં કોઈ નવી તબીબી કોલેજ કે બેઠક નહીં આપવી), ચીનની ઘૂસણખોરી, અર્થતંત્રમાં નબળાઈ, તપાસ સંસ્થાઓના દૂરુપયોગને તેમાં સમાવી લીધા છે. ઘણાં બધા ભોળાઓ વચ્ચે એક ચતુર નીકળશે તેવું કોઈએ ધાર્યું નહોતું. શ્રી. નીતિશ કુમારે બિહારમાં હાથ ધરાયેલી જાતિ જનગણનાના પરિણામો બહાર પાડીને દેશને ચોંકાવી દીધું હતું. બિહારની વસતિના ૬૩ ટકા ઓબીસીસ  છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. જાતિના મુદ્દાને પરિણામે વન નેશન વન ઈલેકશન તથા સમાન નાગરિક ધારા જેવા મુદ્દા બાજુ પર રહી ગયા છે. કર્ણાટકે જાહેર કર્યું છે કે, પોતાના રાજ્યમાં જાતિ  જનગણનાનું પરિણામ યોગ્ય સમયે જાહેર કરાશે. ઓરિસ્સાએ પણ જાતિ જનગણનાચાલી રહી હોવાનું જણાવ્યું છે. દેશમાં જાતિની દ્રષ્ટિએ એકદમ સંવેદનશીલ એવા ઉત્તર પ્રદેશમાં ભાજપના સાથીઓએ જાતિ જનગણના હાથ ધરવા માગણી કરી છે. મહિલા અનામત ખરડો ઓબીસી વિરોધી હોવાનો દાવો કરી ઈન્ડિયાએ ઝૂંબેશ ઊંચકી છે અને પહેલી જ તકે સદર ધારામાં સુધારો કરવા ખાતરી આપી છે. શ્રી. રાહુલ ગાંધીએ જાતિ ગણનાને ઈન્ડિયા સરકારના મુખ્ય એજન્ડાની નજીક મૂકી છે.

પ્રતિસાદની શોધમાં 

નોટબંધી બાદ ભાજપ આટલું બધું હચમચેલું કયારેય નહોતું. પક્ષના નેતાઓ શ્રી. મોદીના ઈશારાની રાહ જુએ છે. પોતાની પારંપારિક મત બેન્ક જોખમમાં આવી ગયાનું મોદીને લાગી રહ્યું  છે. ઓબીસી હક્કોના સમર્થક હોવાનો તેમનો દાવો પડકાર હેઠળ આવી ગયો છે. દેશના સ્રોતો પર પ્રથમ હક્ક ગરીબોનો છે તેવા તેમના પ્રચારનું કોઈ લેવાલ ન નીકળ્યું કારણ કે ગરીબો અવગણાતા આવ્યા છે અને ભાજપની સરકારે પણ તેમની માટે ભાગ્યે જ કંઈ કર્યું છે. આર્થિક રીતે નબળા ઘટકો માટેના અનામતમાં એસસી, એસટી તથા ઓબીસીનો શા માટે સમાવેશ કરાયો નથી તેવા સવાલનો કોઈ જવાબ નથી અપાયો. ઓબીસીના નામે તોળાઈ રહેલા પડકાર સામે મોદી હજુપણ અસરકારક પ્રતિસાદની શોધમાં છે. 

મોદી સામે અન્ય પણ એક સમશ્યા છે. ભારતભરમાં જાતિ ગણનાનો વિરોધ ભાજપના બિહાર એકમમાંથી નહીં પરંતુ તેમની કેન્દ્રીય નેતાગીરીમાંથી ઉઠયો છે. દેશભરમાં જાતિ જનગણનાની માગનો વિરાધ કરવાની કપરી કામગીરી  મોદી સમક્ષ ઊભી થઈ છે. 

આર્થિક હિસ્સો

કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખરગે તથા રાહુલ ગાંધીએ જાતિ ગણનાને ટેકો આપ્યો છે. ઓબીસી કોઈ મોટું જુથ નથી. કેટલાક રાજ્યોમાં તે ઓબીસી અને એમબીસી (મોસ્ટ બેકવર્ડ કલાસીસ) તરીકે  અથવા ઓબીસી અને ઈબીસી (અતિ પછાત વર્ગ) તરીકે વિભાજિત થયેલ છે. પ્રારંભિક વર્ષોમાં દ્રાવિડીયન ચળવળે આ  અવરોધને ઓબીસીસને તામીલ ઓળખ અને નોન-બ્રાહ્મિણના મોટા જુથ હેઠળ એક કરીને દૂર કર્યો હતો. આગળ જતા ઓબીસીસમાંથી કેટલાકને રાજકીય સત્તા તથા પ્રભાવ મળી જતા એમ. કરુણાનિધિને એમબીસીસ તરીકે ઓળખ લેવાની ફરજ પડી હતી.

જાતિ એકત્રિતની સાથોસાથ  વિભાજિત પણ કરે છે. જો ઓબીસીસે તેમના કાનૂની હક્ક જીતવા હશે તો, તેમણે શકય હોય તેટલું એકત્રિત રહેવું જરૂરી છે. પરંતુ એમબીસીસ અથવા ઈબીસીસ જેવા ઓછા લાભ મેળવનારાનું શું? દરેક સ્થિતિ માટે એક જ ઉકેલ હોય તેવું હોતું નથી. ઓબીસીમાં આર્થિક નબળા વર્ગ માટે પેટા-અનામત સાથે ઓબીસી રિઝર્વેશન એ એક ઉકેલ છે. જો કે આ ઉકેલપર ચર્ચા જરૂરી છે.


Google NewsGoogle News