Get The App

7000 કરોડની ખોટ .

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
7000 કરોડની ખોટ                                  . 1 - image


 ટાટા હસ્તકની એર ઇન્ડિયાની ખોટમાં ઘટાડો થયો છે. ગયા નાણા વર્ષમાં ખોટ ૧૧,૩૮૧ કરોડની હતી જે વર્તમાન નાણા વર્ષમાં ઘટીને ૭૦૦૦ કરોડની થઇ છે. હવે સંપૂર્ણ પણે ખોટ મુક્ત થવા એર ઇન્ડિયાએ ૯૫૫૧ કરોડની વધુ આવક કરવાની છે. પ્રવાસીઓ વધતાં તેમજ સારી સર્વિસના કારણે લોકો એર ઇન્ડિયા પર પસંદગી ઉતારતા હતા.

7000 કરોડની ખોટ                                  . 2 - image

ડ્રોન મારફતે ગ્રેાસરીની ડિલિવરી 

ડ્રોન ડિલિવરી કંપનીઓ આકાર લઇ રહી છે. ઝીપ લાઇન,ડ્રોન અપ,વીંગ અને સ્કાયપોર્ટ જેવી ડ્રોન કંપનીઓ ટૂંક સમયમાં વર્તમાન ટ્રાન્સ પોર્ટ સિસ્ટમ સામે પડકાર ઉભો કરી શકે છે. ડ્રોન કંપનીઓ કરીયાણાનો માલ સામાન ડિલીવર કરી શકે છે. વોલમાર્ટે ૩૦ નાના શહેરો અને મ્યુનિસિપાલીટીઓ સાથે ડ્રોન ડિલીવરી માટે કરાર કર્યા છે. જેમાં ક્વિક ડિલીવરીનો લાભ મળી શકે છે.

બાલ્ટીમોરના બ્રિજના પુનઃનિર્માણ પાછળ 400 મિલિયન ડોલર ખર્ચ થશે

અમેરિકામાં બાલ્ટીમોરના તૂટી પડેલા ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજના પુનઃનિર્માણમાં ૧૮ મહિનાથી લઈને કેટલાંક વર્ષોનો સમય લાગી શકે છે. નિષ્ણાતો કહે છે, તેની પાછળ ઓછામાં ઓછો ૪૦૦ મિલિયન ડોલર અથવા તેનાથી વધુ ખર્ચ થઈ શકે છે. નવા બ્રિજની ડિઝાઇનથી માંડીને પરમિટ મંજૂર કરવા અને કોન્ટ્રાક્ટ આપવામાં સમય થશે જે જોતા વાસ્તવિક રીતે, એવું લાગે છે કે આ પ્રોજેક્ટમાં પાંચેક વર્ષ લાગી શકે છે.

7000 કરોડની ખોટ                                  . 3 - image

62,000 કરોડ

૬૨,૦૦૦ કરોડ રૂપિયાના નવા આઇપીઓ આવી રહ્યા છે. ૧૯ કંપનીઓ ૨૫,૦૦૦ કરોડના આઇપીઓ લાવવા સેબીની મંજૂરીની રાહ જોઇ રહી છે. અન્ય ૩૭ કંપનીઓએ ૪૫,૦૦૦ કરોડ ઉભા કરવા સેબી સમક્ષ પેપર મુકેલા છે. આંઠ જેટલી ન્યુ એજ ટેક કંપનીઓએ પણ ૨૧,૦૦૦ કરોડ આઇપીઓ મારફતે ઉભા કરવા માંગે છે.

WWDC 2024

એપલની બહુ પ્રખ્યાત એવી વર્લ્ડ વાઇડ ડેવલોપર્સ કોન્ફરન્સ (WWDC) આગામી ૧૦ થી ૧૪ જુન સુધી યોજાઇ રહી છે. જેમાં જનરેટીવ AI અને iOS, iPadOS, watchOS, macOS વગેરેના નવા વર્જન જોવા મળી શકે છે. એપલે આ કોન્ફરન્સ અંગે જાહેરાત કરતા કહ્યું છે કે એપલ પાર્ક ખાતેની આ કોન્ફરન્સ ડેવલપર્સ અને આઇટીના વિદ્યાર્થીઓ માટે નવી તકો ઉભી કરી શકે છે. એપલના સીઇઓ ટીમ કૂક વારંવાર કહેતા આવ્યા છે કે અમે જનરેટીવ AI પર કામ કરી રહ્યા છે. માટે આ કોન્ફરન્સમાં AI પરના વધુ સંશોધનો જોવા મળી શકે છે.

7000 કરોડની ખોટ                                  . 4 - image

ભારતના આ શહેરમાં કાર પર પ્રતિબંધ છે 

ભારતમાં ફેમિલી સાથે કારમાં વેકેશન પર જવાનું પ્રમાણ વધતું જાય છે ત્યારે ભારતમાં એક શહેર એવું છે કે જ્યાં કાર લઈ જવા પર જ પ્રતિબંધ છે તેની ખબર છે ? આ શહેર મહારાષ્ટ્રનું હિલ સ્ટેશન માથેરાન છે. માથેરાન દેશનું સૌથી નાનું હિલ સ્ટેશન ગણાય છે. લોકો કાર, રીક્ષા કે બાઈક લઈને પણ આવે તો પ્રદૂષણ ફેલાય અને હિલ સ્ટેશનની બ્યુટી બગડી જાય તેથી સરકારે માથેરાનને સેન્સિટિવ પ્લેસ જાહેર કરીને ઓટોમોબાઈલ ફ્રી હિલ સ્ટેશન બનાવી દીધું છે. માથેરાનમાં ઉપર સુધી જવું હોય તો થોડાક કિલોમીટર પહેલાં કાર છોડી દેવી પડે છે. પછી ઘોડા પર બેસીને જઈ શકાય છે. શારીરિક ક્ષમતા હોય તો લગભગ દોઢ કિલોમીટર ટ્રેકિંગ કરીને પણ ઉપર પહોંચી શકાય છે. 

ઈટાલીનું વેનિસ દુનિયાનું એક માત્ર એવું શહેર છે કે જ્યાં વાહનો પર પ્રતિબંધ છે. વેનિસ પાણીમાં વસેલું શહેર છે તેથી લોકો ગોંડાલા કહેવાતી નાવડીઓમાં સફર કરે છે.

7000 કરોડની ખોટ                                  . 5 - image

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વધતી બોલબાલા

આઇટી સર્વિસ પ્રોવાઇડર વિપ્રો તેના લગભગ તમામ કર્મચારીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જેન એઆઈ) વિશે તાલીમ આપવાનું લક્ષ્ય રાખે છે જેથી તે એઆઈ ક્ષેત્રની પ્રથમ કંપની બની શકે. આ યોજના હેઠળ, વિપ્રોએ ગયા વર્ષે આગામી ત્રણ વર્ષમાં એઆઈ ક્ષમતાઓને સુધારવા માટે ૧ બિલિયન ડોલરનું રોકાણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. કંપનીનો હેતુ એઆઈને દરેક પ્લેટફોર્મ, ટૂલ અને સોલ્યુશનમાં એકીકૃત કરવાનો છે જે તે આંતરિક રીતે ઉપયોગ કરે છે અને ગ્રાહકોને પ્રદાન કરે છે. વિપ્રોના ૨,૨૦,૦૦૦ થી વધુ   કર્મચારીઓએ એઆઈના મૂળભૂત સિદ્ધાંતો અને એઆઈના જવાબદાર ઉપયોગ વિશે તાલીમ પૂર્ણ કરી છે. 


Google NewsGoogle News