ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 70 ટકા ભારતમાં બ્રાન્ચ ખોલવા તત્પર

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 70 ટકા ભારતમાં બ્રાન્ચ ખોલવા તત્પર 1 - image


- વૈશ્વિક સ્તરની મોટી કંપનીઓ શા માટે ભારત આવવા વિચારે છે તે પણ મહત્વનો મુદ્દો છે

- જીસીસી સેન્ટરની આવક ૨૦૩૦માં ૯૯ અબજ પરથી ૧૧૦ અબજ ડોલર પર પહોંચશે. હાલમાં જીસીસીની સંખ્યા ૧૭૦૦ છે જે ૨૦૩૦માં ૨૨૦૦ પર પહોંચવાની શક્યતા છે

- ભારત સ્થિત ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર (GCC) મારફતે ભારતની ટેકનોલોજી કંપનીઓના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને એવું તારણ કાઢ્યું છે કે ટોચની કંપનીઓ ભારતમાં પોતાના એકમો કે બ્રાન્ચ ઉભી કરવા વિચારતા હશે

વિદેશની કંપનીઓ ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇકોમર્સ સાથે સંકળાયેલી કંપનીઓ ભારતમાં આવવા મથે છે. આ કંપનીઓ પૈકી કેટલીક ભારતમાં આવી ચૂકી છે પરંતુ આગામી ૨૦૩૦ સુધીમાં ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓ પૈકી ૭૦ ટકા જેટલી કંપનીઓએ ભારતમાં ડેરા તંબુ ઉભા કરી દીધા હશે એમ જાણવા મળી રહ્યું છે. ભારત સ્થિત ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર (GCC) મારફતે ભારતની ટેકનોલોજી કંપનીઓના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને એવું તારણ કાઢ્યું છે કે ટોચની કંપનીઓ ભારતમાં પોતાના એકમો કે બ્રાન્ચ ઉભી કરવા વિચારતા હશે.

નેસકોમ (Nasscom-) અને ઝિનોવાએ ફાઇવ જર્ની ટાઇટલ હેઠળ લખ્યું છે કે જીસીસી સેન્ટરની આવક ૨૦૩૦માં ૯૯ અબજ પરથી ૧૧૦ અબજ ડોલર પર પહોંચશે. હાલમાં જીસીસીની સંખ્યા ૧૭૦૦ છે જે ૨૦૩૦માં ૨૨૦૦ પર પહોંચવાની શક્યતા છે.

વૈશ્વિક સ્તરની મોટી કંપનીઓ શા માટે ભારત આવવા વિચારે છે તે પણ મહત્વનો મુદ્દો છે. ભારતમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ આધારીત ટ્રાન્સફોર્મેશનને પુરી તક મળી રહે છે. ભારત સ્થિત જીસીસીએ ૫૦૦ સેન્ટરો આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ અને મશીન લર્નીંગ માટે ફાળવ્યા છે. 

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે એન્જીન્યરીંગ, રીસર્ચ એન્ડ ડેલવોપમેન્ટ તેમજ આઇટી ક્ષેત્ર વગેરે વિદેશની કંપનીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

ફોર્ચ્યુન ૫૦૦ કંપની બાબતો પણ સમજવા જેવું છે. તેને અમેરિકાની ટોપની ૫૦૦ કંપનીઓ પણ કહી શકાય. કંપનીઓની રેવન્યૂને ધ્યાનમાં રાખીને યાદી દર વર્ષે બનતી હોય છે. ફોર્ચ્યુન મેગેઝીન આ યાદી તૈયાર કરતું હોઇ તે ફોર્ચ્યુન-૫૦૦ કંપની તરીકે ઓળખાય છે. ઓનલાઇન ૫૦૦ કંપનીઓની યાદી જોઇ શકાય છે. પોતાનું નામ ફોર્ચ્યુન ૫૦૦ કંપનીમાં આવે તે માટે કંપનીઓ મહેનત કરતી હોય છે અને તેમાં કામ કરનારા પણ ગૌરવ  અનુભવતા હોય છે.

૧૯૫૫થી આ યાદી બનવાની શરૂ થઇ હતી. ૨૦૨૪માં આ યાદીમાં સૌથી ટોપ પર વોલમાર્ટ આવે છે. સતત ૧૨માં વર્ષે આ કંપની ટોપમાં રહી છે. પહેલાં આ યાદી ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીયલ તરીકે ઓળખાતી હતી. આ કંપનીઓએ તેમાં હિસાબોના ડેટા સરકારમાં રજૂ કર્યા હોય તે ઉપરથી તેમનું નામ ૫૦૦માં આવતું હોય છે. આ કંપનીઓની નામો એસ એન્ડ પી ઇન્ડેક્સમાં (S&P 500 index) પણ હોય છે.આ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ છે.

ફોર્ચ્યુન ૫૦૦ની યાદીમાં ટોપ પર ૬૪૮ અબજ ડોલરની કમાણી સાથે વોલમાર્ટ ટોપ પર છે. બીજા નંબરે ૫૭૫ અબજ ડોલરની આવક સાથે એમેઝોન છે જ્યારે ત્રીજા નંબરે ૩૮૩ અબજ ડોલરની આવક સાથે એપલ આવે છે. જ્યારે યુનાઇટેડ હેલ્થ ગૃપ ચોથે અને પાંચમે બર્કશાયર   હેથવેનો સમાવેશ કરાયો છે. 

વાચકોને એ જાણવું ગમશે કે ૧૯૫૫માં ટોપ પર જનરલ મોટર્સ હતી. જેની આવક ૯.૮ અબજ ડોલર ગણાવાઇ હતી. જ્યારથી સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓ ફોર્ચ્યુન ૫૦૦ની યાદીમાં સમાવાઇ ત્યારથી કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળતી હતી. ત્યારે ૫૦૦ના લીસ્ટમાં ૨૯૧ કંપનીઓ સર્વિસ સેક્ટરમાંથી આવતી હતી.

ભારતમાં જીસીસી સેન્ટરો ખુલવાની સાથે ટેલેન્ટની ડિમાન્ડપણ વધી છે. ૨૦૨૩માં જીસીસી સાથે સંકળાયેલા લોકોની સંખ્યા ૧૯ મિલિયન જેટલી હતી જે ૨૦૨૩માં વધીને ૨.૮ મિલિયન જેટલી થઇ ગઇ છે.

ટાયર-ટુ અને ટાયર-થ્રી સીટીમાં વિશ્વ સ્તરની યુનિકોર્ન કંપનીઓ () અને અન્ય નામાંકીત કંપનીઓ પોતાના સેન્ટરો કે બ્રાન્ચ ખોલી રહ્યા છે.જેના કારણે તેમની આવકમાં વધારો થયો છે અને રોજગારીમાં પણ વધારો થયો છે.

અહીં એ વાત સ્વિકારવી જોઇએ કે ભારત વિશ્વનું જીસીસીનું કેપિટલ બની ચૂક્યું છે. જ્યારે દરકે ટોપની કંપની પોતાની હાજરી ભારતમાં ઉભી કરવાનો પ્રયાસ કરે ત્યારે તોની પાછળ ના કારણો જાણવા પણ લોકો પ્રયાસ કરી રહ્યા છે.

૧૫૦૦થી ૨૦૦૦નો સ્ટાફ ધરાવતી કંપનીઓ ભારતમાં સેન્ટરો બનાવી ચૂકી છે જ્યારે ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦નો સ્ટાફ ધરાવતી કંપનીઓ ભારતમાં યુનિટો ઉભા કરવા વિવિધ રાજ્યોની લોબી સાથે સંપર્કમાં છે.

૨૦૨૨થી અત્યાર સુધીમાં વિશ્વની ૬૬ જેટલી કંપનીઓ ભારતમાં પોતાના યુનિટો કે ઓફિસો ઉભી કરી ચૂકી છે. લિંગરી બ્રાન્ડ વિક્ટોરીયાની ઓફિસ પણ ભારતના બેંગલૂરૂમાં છે.

ભારતનું બિઝનેસ એક્પસોર્ટ (નિકાસ) ગ્લોબલ એકેસપોર્ટ સેન્ટરના પગલે ૮૮.૬ અબજ ડોલર પર પહોંચશે.  ભારતમાં ૯૦,૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ છે. જે વિશ્વમાં ત્રીજા નંબરે આવે છે. સ્પેસ સ્ટાર્ટઅપમાં ભારત ટોપ પર છે.

જીસીસીના કારણે ભારતના નિકાસના ક્ષેત્રને નવી દિશા મળી છે. વૈશ્વિક સ્તરે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તેમજ બિઝનેસ સર્વિસ માટે નિકાસની નવી તકો ઉભી થઇ છે એમ કહી શકાય.  ભારત વિશ્વમાં ટેકનોલોજી અને સર્વિસ સેક્ટરનું હબ બની ગયું છે.

જીસીસીના કારણે ડિજીટલ ટ્રાન્સફોર્મેશન, ઇનોવેશન વગેરે માટે ચાન્સ ઉભા થયા છે.જેના કારણે સોફ્ટવેર એક્સપોર્ટ માટે ઉજળી તકો ઉભી થઇ છે. બેંગલૂરૂ, હૈદ્રાબાદ, ચેન્નાઇ મુંબઇ, પૂના, દિલ્હી જેવા શહેરોમાં જીસીસી સેન્ટર ઉપયોગી બની રહ્યા છે.જીસીસીના કારણે સ્ટાર્ટઅપ માટે ઇકોસિસ્ટમ ઉભી થઇ છે જે વિશ્વમાં બીજાનંબરે આવે છે. 

- ગોલ્ડમેન સાચ્સની ન્યુયોર્ક પછીની સૌથી મોટી ઓફિસ બેંગલુરૂમાં..

ગોલ્ડમેન સચની સૌથી મોટી ઓફિસ ન્યુયોર્કમાં છે.બેંગલૂરૂના પૂર્વવિસ્તારમાં તેની બીજી ભવ્ય ઓેફિસ ઉભી કરાઇ છે. સેક્સ ફિફ્થ એવન્યૂ ખાતેની આ ઓફિસોમાં રોલ્સ રોય હોલ્ડીંગ્સ, અમેરિકાની બેંક, જાપાનની ઇકોમર્સ ફર્મ રાકુટેન ગૃપ વગેરેની ઓફિસો છે. કેપ્સ્યુલ આકારના ૧૦ માળના ત્રણ મકાનોમાં આ ઓફિસો આવેલી છે. ગોલ્ડમેન સચે જ્યારે ઓફિસની શરૂઆત કરી ત્યારે આઇટી સેક્ટર સાથે સંકલાયેલો ૩૦૦ લોકોનો સ્ટાફ હતો. આજે ત્યાં ૫૦૦૦થી વધુનો સ્ટાફ છે. આ કંપનીઓ ભારતમાં અન્ય કંપનીઓને ઓપરેશનલ સપોર્ટ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો સપોર્ટ વગેરે આપે છે.

  બિઝનેસ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કહે છે કે છેલ્લા ૩૦ વર્ષમાં ચીન વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રે ટોપમાં રહ્યું છે જ્યારે વિશ્વની ટોપની કંપનીઓની ઓફિસો ભારતમાં ઉભી થયાનું ગૌરવ મેળવી રહ્યું છે. 


Google NewsGoogle News