38 લાખ લગ્નો, 76 લાખ માંડવા 6 લાખ કરોડ રૂપિયા બજારમાં ઠલવાશે...
- લગ્નો પાછળ વર્ષે દહાડે ૧૩૦ મિલિયન ડોલરનો ખર્ચ થાય છે ભારતમાં લગ્નનો બિઝનેસ ચોથા નંબરનો સૌથી મોટો બિઝનેસ છે
- ભવ્ય લગ્નોનો કોન્સેપ્ટ પંજાબમાંથી આવ્યો છે અને ત્યારબાદ બાલીવૂડની ફિલ્મોમાં થતા લગ્નોની નકલ લોકો કરવા લાગ્યા હતા. સિક્કાની બીજી બાજુ પર નજર કરીયે
તો લગ્નોમાં સૌથી વધુ દેખાદેખીનો શિકાર મધ્યમ વર્ગ બનતો હોય છે. લાખો લગ્નોમાં મધ્યમ વર્ગના કેટલાય લોકો દેવું કરી બેસતા હોય છે. અનેક લોકો તેમના સંતાનોના લગ્ન માટે ક્રેડિટ સોસાયટીમાંથી લોન લઇને હપ્તા ભરશે
મેરેજના દરેક દિવસે લાખોનો ખર્ચ કરાતો હોય છે. ૪ દિવસના લગ્નો..મેરેજ સિઝનની ખાસિયત એ છે કે બિઝનેસ સાથે સંકળાયેલા નાના મોટા દરેક ક્ષેત્રને મેરેજ સિઝન તગડી કમાણી કરાવે છે. જેમકે સોના ચાંદીના વેપાર થી માંડીને ફૂલોનો વ્યવસાય કરતા સુધીના લોકો મેરેજ સિઝનની રાહ જોતા હોય છે
તુલસી વિવાહ સંપન્ન થયા બાદ હવે મેરેજ સિઝનના દ્વાર ખુલી ગયા છે. દેવ ઉઠી અગિયારસ પછી શુભ દિવસોના પ્રારંભ થઇ જાય છે. હવેના મેરેજ પ્રી પ્લાન કરવા પડે છે. લોકો મેરેજ માટેના હોલ પણ છ મહિના પહેલાં બુક કરાવી દેતા હોય છે. મેરેજનું તમામ પ્લાનીંગ દેવ ઉઠી અગિયારસ પહેલાં થઇ જતું હોય છે.
મેરેજ સિઝનમાં ૩૮ લાખ લગ્નો થવા જઇ રહ્યા છે. ૨૩ નવેમ્બરથી શરૂ થઇ રહેલી મેરેજ સિઝન ૧૫ ડિસેમ્બરે કમૂરતા બેસશેે ત્યાં સુધી ચાલશે અને ત્યારબાદ સિઝનનો પાર્ટ ટુ ૧૪ જાન્યુઆરી પછી જોવા મળશે. વતર્માન મેરેજ સિઝનમાં જ્યારે ૩૮ લાખ લગ્નો થશે ત્યારે એક અંદાજ પ્રમાણે ૬ લાખ કરોડ રૂપિયા બજારમાં વિવિધ ક્ષેત્રોમાં ઠલવાશે. બિઝનેસની નજરે જોવા જઇએ તો જ્યારે બજારોમાં ૬ લાખ કરોડ રૂપિયા ઠલવાતા હોય ત્યારે તે તેજીના કરંટ સમાન બની રહેશે.
વેપારી સંગઠનો કહે છે કે દરેક ક્ષેત્રને મેરેજ સિઝન લાભ કરાવી રહી છે. લોકો મેરેજ સાથે પીઠી ચોળવી, રીસેપ્શન, સંગીત સંધ્યા વગેરે જોડીને માહોલ ઝાકમઝોળ બનાવી દે છે. ઉપલા વર્ગ તેમજ હાઇનેટવર્થ ધરાવતા લોકોને રવાડે ચઢીને મધ્યમ વર્ગ પણ મેરેજના દિવસોની સંખ્યા વધારી રહી છે. એક દિવસમાં થતા લગ્ન હવે ચાર દિવસ ચાલે છે.
મેરેજના દરેક દિવસે લાખોનો ખર્ચ કરાતો હોય છે. મેરેજ સિઝનની ખાસિયત એ છે કે બિઝનેસ સાથે સંકળાયેલા નાના મોટા દરેક ક્ષેત્રને મેરેજ સિઝન તગડી કમાણી કરાવે છે. જેમકે સોના ચાંદીના વેપાર થી માંડીને ફૂલોનો વ્યવસાય કરતા સુધીના લોકો મેરેજ સિઝનની રાહ જોતા હોય છે.
૩૮ લાખ લગ્નો એટલે ૭૬ લાખ ઘરોમાં માંડવા બંધાશે અને ઢોલક ઢબુકવાના છે. આ ૭૬ લાખ ઘરોમાં વસતા કુટુંબો યથા શક્તિ સોનું-ચાંદી વગેરે ખરીદવાના છે, ઘરેણાં ખરીદવાના છે. પોતાની નજીકના લોકોને જમવાનું આમંત્રણ આપવાના છે. બંને કુટુંબો એટલેકે વર કન્યાનું કુટુંબ પોતાના અલગ કાર્યક્રમો રાખતા હોય છે. હાઇનેટ વર્થ ધરાવતા લોકોને ત્યાં બોલીવુડ સ્ટાઇલના લગ્નો જોવા મળે છે.
ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોમાં પણ મેરેજમાં છૂટા હાથે પૈસો વાપરવામાં આવે છે. દર કલાકનું આયોજન કરનારા સલાહકારોને પૈસાદારો રોકે છે જ્યારે મધ્યમવર્ગમાં આવા સલાહકારો કુટુંબના વડવાઓ હોય છે. પૈસાદાર વર્ગમાં લગ્નો દરમ્યાન પૈસો ક્યાં વાપરવો તે પ્રશ્ન હોય છે જ્યારે મધ્યમ વર્ગ અને તેનાથી નીચા વર્ગમાં પૈસો ક્યા કાર્યક્રમમાં ખર્ચ ઓછો કરવો તેની ચર્ચા થાય છે.
ભવ્ય લગ્નોનો કોન્સેપ્ટ પંજાબમાંથી આવ્યો છે અને ત્યારબાદ બાલીવૂડની ફિલ્મોમાં થતા લગ્નોની નકલ લોકો કરવા લાગ્યા હતા. સિક્કાની બીજી બાજુ પર નજર કરીયેતો લગ્નોમાં સૌથી વધુ દેખાદેખીનો શિકાર મધ્યમ વર્ગ બનતો હોય છે. લાખો લગ્નોમાં મધ્યમ વર્ગને કેટલાય લોકો દેવું કરી બેસતા હોય છે. અનેક લોકો તેમના સંતાનોના લગ્ન માટે ક્રેડીટ સોસાયટીમાંથી લોન લઇને હપ્તા ભરશે.
મધ્યમ વર્ગને ખબર હોય છેે કે પૈસો ક્યાંથી આવે છે અને ક્યાં જવાનો છે પરંતુ સમાજમાં પ્રતિષ્ઠા ખાતર પણ તે કેટલાક નહીં ગમતા કે નહીં પોષાતા ખર્ચા કરવા તૈયાર થઇ જાય છે.
ભારતમાં લગ્નોની મોસમમાં દેખીતો ફેરફાર જોવા મળી રહ્યો છે. લગ્નો ભવ્ય અને ફાઇવ સ્ટાર જેવી સવલતો યુક્ત બની રહ્યા છે. કરોડોની હેરાફેરી કરતો લગ્નનો બિઝનેસ ચોથા નંબરનો સૌથી મોટો બિઝનેસ છે. લગ્નોના પ્લાનીંગ એવી ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે કે જોનારા આફ્રીન પોકારી જાય છે. જે રીતે લગ્નોમાં ભવ્યતા વધી રહી છે તે જેતાં એમ કહી શકાય કે લોકો શિક્ષણ કરતાં વધુ મહત્વ લગ્નોમાં થતા ખર્ચાને આપતા થયા છે. લગ્નો પાછળ વર્ષે દહાડે ૧૩૦ મિલીયન ડોલરનો ખર્ચ થાય છે.
આપણે ત્યાં હવે લગ્નોના ખર્ચાને વધુ મહત્વ અપાઇ રહ્યું છે. લગ્નોના કારણે લોકો પણ એક મંડપ નીચે આવી રહ્યા છે. એક સમય હતો કે જ્યારે કોઇ બેન્કવટે હોલમાં લગ્ન કરે તો તે પૈસાદાર કહેવાતો હતો. હવે તો લોકો બેન્કવેટ હોલ બર્થ ડે જેવા નાના ફંકશન માટે વાપરતા થયા છે.
હાઇનેટ વર્થ વાળા લોકો લગ્નોને ને વધુ ભપકાદાર બનાવવા બોલીવૂડ કે ટીવી સેલિબ્રીટીને બોલાવી આપે છે. દરેકના હાજર રહેવાના ચોક્કસ ચાર્જ હોય છે. હવે તો ટીવી આર્ટિસ્ટો, લોકગીતોના ગાયકો અને લોકડાયરા કરનારા તેમજ રાસ ગરબાની ટીમો પણ સેલિબ્રીટીની યાદીમાં આવે છે.
મેરેજમાં આવનારા દરેકને રીટર્ન ગીફ્ટ આપવાનો રિવાજ પણ બહુ મોટા પાયે ચાલે છે. લગ્નમાં આવનાર દરેકને આવાકારવા વિશેષ આમંત્રણ ટીમ હોય છે જેની અલગ ટીમ હોય છે. આવા લગ્નતો અમે ક્યારેય જોયા નથી આવું સાંભળવા આમંત્રણ આપનારા રાહ જોઇને બેઠા હોય છે.
સર્વિસ સેક્ટર માટે લગ્નની સિઝન કમાવવાની સિઝન છે. લોકો પાસે મોં માગ્યા પૈસા મળી શકે છે. સર્વિસ સેક્ટર સિવાય કોઇ પણ લગ્ન શક્ય નથી તે સમજી લેવું જોઇએ. આ એક એવી સિઝન છે કે જેમાં લોકો સર્વિસ સ્કેટરની પાછળ ફરતા હોય છે.
ફૂલો વાળા અને વેલેટ પાર્કીંગ સિસ્ટમ જાણનારા જેવી સર્વિસની બહુ ઉંચી ડિમાન્ડ હોય છે. કેટલાક જાગૃત લોકાએે છ મહિના પહેલેથીજ બુકીંગ કરાવી લીધું હતું. સર્વિસ સેક્ટરમાં અનેક નવોદિતો માટે રોજગારીની તકો ઉભી થઇ છે.
લગ્નોની મોસમ એક માત્ર મોસમ એવી છે કે જેમાં લોકો છૂટથી પૈસા વાપરે છે અને આમંત્રિતોને આંજી નાખવાના પ્રયાસ કરે છે. એવું પણ માનવાની જરૂર નથી કે દરેક લગ્ન કરનારા ધૂમ ખર્ચા કરે છે. અમદાવાદમાં આસ્ટોડીયા ખાતે આવેલા શુભમ્ હોલના સંચાલક કાર્તિક નિર્મળે કહ્યું હતું કે અમારે ત્યાં માત્ર ૮૦૦૦ રૂપિયામાં લગ્નનું આયોજન થાય છે જેમાં લગ્ન કરાવનાર પુરોહીત વગેરેનો ખર્ચ પણ આવી જાય છે. આટલા ઓેછા ખર્ચમા લગ્ન થઇ શકતા હોઇ હોલના બુકીંગ માટે પડાપડી થાય છે.
- દિલ્હીમાં સાડાચાર લાખ લગ્નોથી હવામાં પ્રદૂષણ વધશે....
દિલ્હીનું પ્રદૂષણ ગમે તેટલું ખતરનાક હોય પરંતુ દેવઉઠી અગિયારસે ત્યાં એકજ દિવસમાં ૨૦,૦૦૦ લગ્નો થયા હતા. કહે છે કે છેલ્લા બે દિવસમાં દિલ્હીમાં ૫૦,૦૦૦ લગ્નો થયા છે. એક અંદાજ પ્રમાણે વર્તમાન મેરેજ સિઝનમાં દિલ્હીમાં સાડાચાર લાખ લગ્નો થવા જઇ રહ્યા છે.લગ્નોની મોસમનો પહેલો તબક્કો ૧૬ ડિસેમ્બર સુધી જોવા મળશે.
હજારોની સંખ્યામાં લગ્નો હોવાથી દિલ્હીની ટ્રાફીક વ્યવસ્થા સાવજ ખોરંભે પડી જવાની છે. દિલ્હી પોલીસે વરઘોડાના સમયે ટ્રાફીક મેનેજ કરવા ૨૦૦ ટ્રાફિક પોલીસો ગોઠવ્યા છે. લગ્નોમાં વરઘોડાના કારણે એર પોલ્યુશન પણ વધશે. આમતો ફટાકડા પર પ્રતિબંધ છે પરંતુ કોઇ પ્રતિબંધને ગાંઠતું નથી. ફટાકડા ફૂટશે એટલે દિલ્હીના પ્રદૂષણનું દૂષણ વધુ ઘેરું બનવાનું છે.
- ૨૩,૨૪,૨૭,૨૮ સૌથી વધુ લગ્નો
ગયા વર્ષે ૩૨ લાખ લગ્નો થયા હતા અને તેમાં પાંચ લાખ કરોડનો બિઝનેસ થયો હતો. આ વખતે નવેમ્બરની ૨૩,૨૪,૨૭,૨૮ અને ડિસેમ્બરની ૩,૪,૭,૮,૯ અને ૧૫ના રોજ વધુ લગ્નો જોવા મળશે.આ તારીખો શુભ છે. ત્યારબાદ૧૫ જાન્યુઆરીથી જુલાઇ સુધી લગ્નોની મોસમ જોવા મળશે. પરંતુ નવેમ્બરમાં સૌથી વધુ લગ્નો છે તે ભૂલવું ના જોઇએ. લગ્ન સમારંભમાં જવાની કોઇ જાહેર રજા નથી હોતી પરંતુ લોકો ગાપચી મારીને પણ વ્યવહાર સાચવી લેતા હોય છે. દિલ્હીમાં લગ્નની આ સિઝન દરમ્યાન ચાર લાખ લગ્નો યોજાવાના છે.
જેના કારણે ટેક્સટાઇલ, જ્વેલરી, ડ્રાય ફ્રૂટ, સ્વિટ,ગ્રોસરી, બેન્ડવાજા, કેટેરર્સ વગેરેની ડિમાન્ડ ઉભી થઇ છે. લગ્નો પાછળ વર્ષે દહાડે ૧૩૦ મિલીયન ડોલરનો ખર્ચ થાય છે. ભારતમાં લગ્નનો બિઝનેસ ચોથા નંબરનો સૌથી મોટો બિઝનેસ છે.