Get The App

ભારતના બંધારણના ત્રણ અંગો - ધારાસભા (Lgeigistative) Executives કારોબારી, Judiciary - ન્યાય તંત્ર

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
ભારતના બંધારણના ત્રણ અંગો - ધારાસભા (Lgeigistative) Executives કારોબારી, Judiciary - ન્યાય તંત્ર 1 - image


- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- શાસન વ્યવસ્થાના અંગોની જવાબદેહી અને કાર્યક્ષમતા વધારવા પ્રજાની સક્રિયતા જરૂરી

- સમાજની જરૂરિયાત પ્રમાણે કાયદાઓ ઘડવામાં તેમજ ફેરફાર કરવામાં આવે છે

ભારતની સ્વતંત્રતાનો ઇતિહાસ ૧૮૫૭ના બળવાથી ગણવામાં આવે છે- સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રથમ સોપાન હતું. તાજેતરમાં ૧૫ ઓગસ્ટે ૭૮મા સ્વાતંત્ર દિનની ઉજવણી કરી અને Tryst with Destiny - દોહરાવવામાં આવે છે. 

૨૬મી જાન્યુઆરીએ ૧૯૫૦માં બંધારણ સભાએ ઘડેલ બંધારણ અમલમાં લાવવામાં આવ્યું. આપણું બંધારણ સંસદીય લોકશાહી આધારિત છે અને ઘણાં દેશોના બંધારણના અભ્યાસ બાદ અમુક જોગવાઈઓનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પાયાના સિદ્ધાંત તરીકે એરીસ્ટોટલ દ્વારા લોકશાહીના સિદ્ધાંતો મુજબ By the People, of the People, for the people ના હાર્દને બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ આટલા વર્ષો બાદ બંધારણના જે ત્રણ મહત્ત્વના અંગો- ધારાસભા Legislative , કારોબારી Executive , ન્યાયતંત્ર Judiciary , પ્રજાની આકાંક્ષાઓ, અપેક્ષાઓ પુરવાર કરવામાં સાબિત નીવડયા છે તે અગત્યનું છે અને દેશની પ્રજાને આ અંગે આત્મદર્શન (Introspection) કરવાની જરૂર છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજા (Voice of people) કેન્દ્ર સ્થાને છે. 

વિશ્વને લોકશાહીના પાયાના સિદ્ધાંતો ૧૭૮૯ની ફ્રાન્સની ક્રાંતિએ આપ્યા છે જેમાં Equality, Liberty, pratocity સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના સિદ્ધાંત ઉપર શાસન વ્યવસ્થાનો આધારસ્તંભ છે. લોકશાહીની સફળતામાં Forth Estate - ચોથા સ્થંભ તરીકે પ્રેસ- મીડીયાને ગણવામાં આવે છે. 

હાલ મીડીયા કેટલું નિષ્પક્ષ, તટસ્થ અને સ્વતંત્ર છે અને કેટલો પત્રકારત્વ ધર્મ નિભાવવામાં આવે છે તે સૌ કોઈ જાણે છે આમ બંધારણીય શાસન વ્યવસ્થાના મુખ્ય અંગો બંધારણમાં જે વિભાવના આજીવન આમુખમાં દર્શાવવામાં આવી છે તે કેટલી પ્રસ્તુત રહી છે તે પ્રશ્નાર્થ છે.

બંધારણના મુખ્ય અંગમાં ધારાસભા Legislative આવે છે કારણ કે લોકશાહીના તત્ત્વ તરીકે લોકસભા, વિધાનસભાના ચૂંટાયેલ પ્રતિનિધિઓ પુખ્ત મતાધિકારના ધોરણે દેશની સાંસદ અને વિધાનસભાઓમાં પ્રતિનિધિત્વ કરે છે અને તેઓની ફરજના ભાગરૂપે કાયદો/ નીતિ ઘડવાનું કામ આ ધારાગૃહો દ્વારા કરવામાં આવે છે. સંસદીય પ્રણાલી પ્રમાણે સમાજની જરૂરિયાત અથવા બદલાતા સંજોગો પ્રમાણે કાયદાઓ ઘડવામાં તેમજ ફેરફાર કરવામાં આવે છે. 

બંધારણ અમલમાં આવ્યા બાદ ૧૧૦થી વધુ બંધારણીય સુધારા (Constitutionel amendment) કરવામાં આવ્યા છે શાસકો પોતાને મનફાવે તેવા સુધારા ન કરે એટલા માટે સુપ્રીમ કોર્ટના શકવર્તી ચુકાદા બાદ બંધારણના મુળભૂત માળખામાં સુધારો થઈ શકતો નથી.

 Basic Feature of Constitution) અગાઉના તમામ કાયદાઓ પરિપક્વ સ્વરૂપે સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભામાંથી પૂરી ચર્ચા debate ના અંતે અને વિરોધ પક્ષના સારા સૂચનો હોય તો તે સ્વીકારીને કાયદાઓ ઘડવામા આવતા જેથી તેનો અમલ પણ સારી રીતે પ્રજાહિતમાં અથવા નિયમન માટે થતો આજકાલ Parliamentray Democracy ના વિવિધ તબક્કાઓ જોવામાં આવે તો ૧૯૫૧થી ૧૯૬૯ સુધીના કાયદાઓ Legislative Process બંધારણીય જોગવાઈઓ પ્રમાણે અને ઉદ્દાત ભાવનાથી હાથ ધરાતી, ૧૯૭૫થી ૧૯૯૫ સુધીનો સમયગાળો, ૧૯૯૫થી ૨૦૧૪ અને ૨૦૧૪થી આજ સુધીના કાયદાઓનું ઘડતર જોવામાં આવે તો મોટા ભાગના કાયદાઓ ઘડાય છે. ઘણા કાયદાઓ Parliamentry Process અનુસરવાના બદલે ફક્ત Voice Vote થી પસાર થતા જોવા મળે છે અથવા શાસક પક્ષ દ્વારા રાષ્ટ્રપતિ કે ગવર્નરના વટહુકમ દ્વારા કાયદાનું સ્વરૂપ લાવવામાં આવે. 

રાજકીય પક્ષોની કાયદાઓ ઘડવાની બાબતમાં અને ચર્ચા/ સુધારા લાવવામાં પૂર્વગ્રહયુક્ત વલણ દેખાય અને તેના કારણે ઘણા કાયદાઓ Dropped કરવામાં આવે અથવા સીલેક્ટ કમિટીને મોકલવામાં આવે. આ ઉપરાંત ધારાસભાઓનુ મુખ્ય કામ કાયદાઓ/ નીતિ નિયમો ઘડવાનું છે તેને બદલે આજકાલ કારોબારી (Execution) ઉપર દબાણ લાવીને કાયદા/ નિયમોનું પાલન કરવાને બદલે વ્યવહારૂ (Prectical) અભિગમ અપનાવવાનો હસ્તક્ષેપ અનેકગણો વધ્યો છે અને તેને કારણે તરફદારી (Favourism) સગાવાદ (Nepotisam) ના વ્યાપ સાથે ભ્રષ્ટાચાર/ કૌભાંડોનું આચરણ થાય છે.

બંધારણનું બીજું અંગ - કારોબારી (Executve) વહીવટી તંત્રની કામગીરી ધારાસભા દ્વારા ઘડાયેલી નીતિ/ કાયદાઓનું પાલન કરવાનું છે અને સાચા અર્થમાં કાયદાનું શાસન (Rule of Law) પ્રજાહિતમાં- કલ્યાણકારી રાજ્ય સ્થાપવામાં સૌથી અગત્યનો ફાળો છે. વહીવટી તંત્ર નિષ્પક્ષ/ તટસ્થ રહે તે માટે સરદાર સાહેબ દ્વારા બંધારણીય સભામાં આ અંગેનો ઠરાવ રજૂ કરીને વહીવટી તંત્રના અધિકારીઓ/ કર્મચારીઓને બંધારણની કલમ ૩૦૯થી ૩૧૧થી રક્ષણ આપવાનું અને કાયમીપણું આપવાનો શ્રેય તેમને જાય છે. 

ભારતની શ્રેષ્ઠ ભારતીય વહીવટી સેવા (IAS/ IPS) ઉપસ્થિત કરવામાં તેઓનો મહત્ત્વનો ફાળો છે અને તેઓએ વિભાવના વ્યક્ત કરેલ કે વહિવટી સેવાના અધિકારીઓએ ભય કે પક્ષપાત વગર તેઓએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની છે (Without fear and favour) બંધારણમાં સરકારી કર્મચારીઓને કાયમીપણું અને રક્ષણ આપવામાં આવ્યું છે પરંતુ જવાબદેહ Accountability તે મોટો પ્રશ્નાર્થ છે. રાજકીય હસ્તક્ષેપ તે હકિકત છે પરંતુ પ્રજાના વહીવટી પ્રશ્નોનો ઉકેલ પ્રજાભિમુખ વહિવટ સ્થાપવાનું કામ વહિવટી તંત્રનું છે. 

શાસકો પાસે અધિકારી/ કર્મચારીઓની બદલી/ બઢતી/ નિમણુંક કરવાનું વલણ વધ્યું છે (Pliable ofiicers) અને તેને કારણે વહિવટમાં બિનકાર્યક્ષમતા આવી છે. વહિવટી તંત્રમાં તમામ ક્ષેત્રે Accountability લાવવાની જરૂર છે.

ત્રીજું અગત્યનું અંગ ન્યાયતંત્ર છે (Judiciary) છે. ધારાસભા અને કારોબારી ઉપર Watch dogનું કામ ન્યાયપાલીકાનું છે. બંધારણીય અર્થઘટન અને બંધારણમાં આપેલ નાગરિકોના હક્કોનું રક્ષણ આપવાનું કામ ન્યાયતંત્રનું છે. 

પરંતુ દેશની જીલ્લા કોર્ટો/ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સહિત લાખોની સંખ્યામાં કેસો પડતર છે- લાંબી ન્યાયિક પ્રક્રિયામાં ન્યાય સમયસર મળતો નથી  Jusitce delayed justice denied તમામ પ્રકારની કોર્ટોમાં જે રીતે મુદતો આપવામાં આવે છે તે જોતાં ન્યાયપાલીકાની કામગીરી અંગે પણ શંકા ઉપજાવે છે - ન્યાયતંત્ર સ્વતંત્ર છે પરંતુ સામાન્ય માણસને સહજ સ્વરૂપે ન્યાય મળે તેવી સ્થિતિ નથી હવે કોર્ટોનું * ન્યાયાધિશોના પગાર ધોરણ વિગેરેમાં Judicial Commission ની ભલામણો બાદ અનેકગણો સુધારો થયો છે પરંતુ ઝડપથી કેસોનો નિકાલ થાય તેવું જોવા મળતું નથી. 

બંધારણમાં જોગવાઈ નથી પરંતુ લોકશાહીના અગત્યના અંગ તરીકે Press- Media ચોથી જાગીર ગણવામાં આવે છે પરંતુ તેને પણ લુણો લાગ્યો છે. આમ શાસન વ્યવસ્થાના ત્રણ અંગોની કાર્યક્ષમતા/ જવાબદેહીનો આધાર પ્રજાની જાગૃતિ અને નાગરિકોની ફરજ ઉપર નિર્ભર છે આશા રાખીએ કે પ્રજાસત્તાક દેશનો નાગરિક પ્રજાહિતમાં લોકશાહીને મજબુત કરવા સક્રિયતા દાખવે.



Google NewsGoogle News