100 અબજ ડોલરનું રોકાણ .
ભારત અને યુરોપના ચાર દેશોના બનેલા ઈખ્છ સાથે રવિવારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટેના કરાર થયા છે. જેના કારણે આગામી પંદર વર્ષમાં ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આવી શકસે. કોમર્સ પ્રધાન પિયુષ ગોયેલે કહ્યું છે કે છેેલ્લા એક વર્ષથી આ કરાર માટે ભારત પ્રયાસ કરતું હતું. એટલે યુરોપીયન ફ્રી ટ્રેડ એસોસીયેશન જેમાં આઇલેન્ડ,નેાર્વે, સ્વિત્ઝર્લેન્ડ અને લિક્ટેનસ્ટેઇનનો સમાવેશ થાય છે.
ના હોય ? ફેશન આઇકોન બાર્બી ૬૫ની થઇ..
જેેને આપણે વિદેશની ઢીંગલી તરીકે ઓળખીયે છીયે તે બાર્બી ડોલ ૬૫ વર્ષની થઇ છે. યુરોપની યુવતીને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી આ ડોલ વિશ્વભરમાં પ્રસિધ્ધ થઇ ચૂકી છે. હવે તો તે વિવિધ હેર સ્ટાઇલ ્અને સ્કીનના વિવિધ રંગોમાં પણ જોવા મળે છે. ૬૫ વર્ષની ઉંમરે બાર્બી નિવૃત્ત થાય એવું લાગતું નથી. હાલમાંતે ૩૫ સ્કીન સ્ટોન, ૯૭ હેર સ્ટાઇલ અને નવ શારિરીક રચનાઓમાં અને નવ પ્રકારની શરીર રચનાઓમાં મળે છે.
મહિલાઓની પ્રાથમિકતા ઘર ખરીદવાની
મહિલાઓની પ્રાથમિકતા રોકાણને બદલે રહેવા માટે ઘર ખરીદવાની છે. પ્રોપર્ટી એડવાઈઝરી ફર્મના એક સર્વે અનુસાર, વર્ષ ૨૦૨૩ ના બીજા અર્ધવાર્ષિકમાં ૭૮ ટકા મહિલાઓએ રહેવા માટે ઘર ખરીદવાનું પસંદ કર્યું અને ૨૨ ટકા મહિલાઓએ રોકાણ પર પસંદગી ઉતારી હતી. લગભગ ૧૬ ટકા મહિલાઓ શેરબજારમાં અને ૧૪ ટકા સોનામાં રોકાણ કરવા માંગે છે. મહિલાઓને સોનું પહેરવાનું સૌથી વધુ ગમતું હોય છે.