યુટ્યુબમાં વીડિયો જોઈ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, બેની ધરપકડ, કારણ જાણી પોલીસ પણ ચોંકી

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
યુટ્યુબમાં વીડિયો જોઈ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, બેની ધરપકડ, કારણ જાણી પોલીસ પણ ચોંકી 1 - image


Attempting to Derail Train Near Botad : દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ વધુ એક વખત ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોટાદના કુંડલી નજીક ટ્રેક પર 4 ફૂટનો લોખંડનો સળિયો મૂકવામાં આવ્યો હતો. જો કે આ સળિયા સાથે ટ્રેન અથડાતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી, જેથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. હાલ આ મામલે બોટાદ પોલીસે રાણપુરના અળવ ગામના બે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ અગાઉ 25 નવેમ્બરના રોજ પણ આ બન્ને આરોપીએ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. 

યુટ્યુબમાં વીડિયો જોઈને રચ્યું હતું ષડયંત્ર

રમેશ કાનજીભાઈ સલીયા (ઉ. 55 વર્ષ) અને જયેશ નાગરભાઈ બાવળિયા (ઉં. 24 વર્ષ)એ યુટ્યુબમાં વીડિયો જોઈને ટ્રેન લૂંટવાનું ષડયંત્ર રચ્યું હતું. દેવું થઈ જવાના કારણે આ ષડયંત્ર ઘડ્યું હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. બન્ને ટ્રેનને ઉથલાવી ટ્રેનના ડબ્બામાંથી પેસેન્જર નીચે પડે પછી તેને લૂંટવાના ઈરાદે સમગ્ર પ્લાન બનાવ્યો હતો.

યુટ્યુબમાં વીડિયો જોઈ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, બેની ધરપકડ, કારણ જાણી પોલીસ પણ ચોંકી 2 - image

'ટ્રેનના પાટા પર લોખંડનો સળિયો ઉભો કરી દીધો હતો'

બોટાદના SPના જણાવ્યા અનુસાર, બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં ઓખા-ભાવનગર ટ્રેન જતી હતી તે દરમિયાન કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે 4 ફૂટનો લોખંડનો સળિયો પાટા વચ્ચે ખોસી દીધો હતો. ટ્રેનના એન્જિન સાથે ટુકડો અથડાતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી અને અનેક મુસાફરોના જીવ બચી ગયા હતા. 

યુટ્યુબમાં વીડિયો જોઈ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, બેની ધરપકડ, કારણ જાણી પોલીસ પણ ચોંકી 3 - image

રેલવે અને પોલીસ વિભાગ દ્વારા શરૂ કરાઈ હતી તપાસ

ભાવનગર-ઓખા ટ્રેન સાથે આ ઘટના બની હતી. બોટાદ SP, DySP સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ તથા રેલવે ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા રેલવે પાટા પરથી લોખંડનો સળિયો મળી આવ્યો હતો. ત્યારબાદ રેલવે અધિકારીઓની ટીમ, પોલીસની ટીમ અને ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી. ત્યારબાદ બન્ને આરોપીઓને ઘટનાસ્થળની નજીક વાડીમાંથી પોલીસે ઝડપી પાડ્યા છે. 

યુટ્યુબમાં વીડિયો જોઈ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, બેની ધરપકડ, કારણ જાણી પોલીસ પણ ચોંકી 4 - image

BotadTrain

Google NewsGoogle News