Get The App

ભાવનગર-સુરત વચ્ચે એસ.ટી. બસ સેવા શરૂ

- સુરતમાં કોરોના મહામારીના ફેલાવાના કારણે બસ સેવા રોકી દેવાઈ હતી

- આજથી ભાવનગર અને અન્ય ડેપોમાંથી સુરત ઉપરાંત નવસારી, બારડોલી, ધરમપુર, વલસાડ વગેરે રૂટની બસો પણ દોડતી કરાશે

Updated: Aug 21st, 2020


Google NewsGoogle News
ભાવનગર-સુરત વચ્ચે એસ.ટી. બસ સેવા શરૂ 1 - image


ભાવનગર, તા. 21 ઓગષ્ટ 2020, શુક્રવાર

સુરતમાં કોરોનાની મહામારીને કારણે સરકારે એસ.ટી. બસ ઉપરાંત ખાનગી બસોને સુરતમાં પ્રવેશબંધી કરી હતી. જેના ૨૦ દિવસ બાદ આજથી ફરી ભાવનગર-સુરત વચ્ચે બસો દોડતી થઈ ગઈ છે. આ ઉપરાંત આવતીકાલથી સુરત તેમજ અન્ય શહેરો માટેની પણ એક્સપ્રેસ બસો દોડતી કરી દેવાશે.

એસ.ટી. નિગમ દ્વારા સુરત વચ્ચે વાહન વ્યવહારને પુનઃ શરૂ કરવાની લીલીઝંડી આપી દેવામાં આવતા આજે શુક્રવારથી ભાવનગર એસ.ટી. ડિવિઝન દ્વારા સુરત રૂટનો શિડયુલ ફરી શરૂ કરાયો હતો. પ્રથમ દિવસે મર્યાદિત બસો દોડાવાયા બાદ આવતીકાલ શનિવારથી ભાવનગર ઉપરાંત ડિવિઝનના અન્ય ડેપોમાંથી પણ સુરત વચ્ચે બસ દોડતી કરી દેવાશે. સુરતની સાથે અન્ય રૂટો પર એક્સપ્રેસ અને સ્લીપર બસો દોડતી થશે. જેમાં સુરત-તળાજા, ધરમપુર-બગદાણા, બારડોલી-જાફરાબાદ, સુરત-અલંગ, સુરત-મહુવા, ભાવનગર-ઉકાઈ, વાપી-દમણ-દીવ, સુરત-મહુવા, તળાજા-સુરત, ભાવનગર-ઓલપાડ, બગદાણા-નવસારી, ભાવનગર-સુરત-શિરડી, મહુવા-સુરત, ભાવનગર-સુરત-વલસાડ, સુરત-મહુવા, ઓલપાડ-બગદાણા, સુરત-તળાજા, નવસારી-બગદાણા, ભાવનગર-ધરમપુર, તળાજા-સુરત, અલંગ-સુરત, જાફરાબાદ-બારડોલી, બગદાણા-વલસાડ વચ્ચે બસો દોડશે તેમ એસ.ટી.ના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.


Google NewsGoogle News