બોટાદ નજીક સ્કૂલ બસ કોઝવેમાં ફસાઈ, વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા, ગ્રામજનો પહોંચ્યા મદદે
School Bus Stuck Water in Botad: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદાના કારણે મોટાભાગના જળાશયો છલકાયા છે. રસ્તાઓ અને કોઝવે પાણી ફરી વળ્યા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન બોટાદના ખાંભડા નજીક ઉતાવળી નદીના કોઝવેમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ ફસાઈ જતા અફરાતફરી મચી હતી.
પાણીના ધસમસતા પ્રવાહમાં સ્કૂલ બસ ફસાઈ
મળતી માહિતી અનુસાર, બોટાદના ખાંભડા ગામમાં ઉતાવળી નદીના પ્રવાહમાં ખાનગી સ્કૂલની બસ વિદ્યાર્થિઓને લઈને પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં સ્કૂલ બસ ફસાઈ હતી. જેના કારણે વિદ્યાર્થીઓ જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટનાની જાણ ગામના લોકોને થતાં સ્થાનિકો તાત્કાલિક કોઝવે પર પહોંચી ગયા હતા. સ્થાનિકોએ ટ્રેકટર મદદથી સ્કૂલ બસને કોઝવેના પાણીમાંથી બહાર કાઢી હતી. જોકો આ ઘટના કોઈને જાનહાની થઈ નહતી.
આ પણ વાંચો: આફતના એંધાણ: વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક સપાટીથી માત્ર આટલું દૂર, વડોદરામાં ફરી પૂરનું સંકટ
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક તંત્ર આવા પાણીના પ્રવાહમાં જોખમ ન ખેડવા વારંવાર અપીલ કરી રહ્યું છે તેમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે.