આજથી બોટાદ જિલ્લામાં ખેલ મહાકુંભનો પ્રારંભ, 91 હજારથી વધુ ખેલાડી ભાગ લેશે
- ખેલ મહાકુંભને લઈ ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ
- વોલીબોલ, ખો-ખો, કબડ્ડી, એથ્લેટીકસ, રસ્સાખેંચ, ચેસ, યોગાસન, હેન્ડબોલ, બાસ્કેટબોલ સહિતની સ્પર્ધાનુ આયોજન
બોટાદ શહેર અને જિલ્લામાં આવતીકાલ સોમવારથી ખેલ મહાકુંભનો પ્રારંભ થશે. ખેલ મહાકુંભ ૨.૦ની સ્પર્ધાઓના સમય પત્રક મુજબ શાળા/ગ્રામ્યકક્ષા સ્પર્ધા આવતીકાલ તા. ૦૮ થી આગામી તા. ૦૯ જાન્યુઆરી-૨૦૨૪, તાલુકાકક્ષા સ્પર્ધા આગામી તા. ૧૦ થી ૧૯ જાન્યુઆરી, જિલ્લાકક્ષા સ્પર્ધા તા. ૨૦ જાન્યુઆરીથી આગામી તા. ૧૩ ફેબુ્રઆરી-૨૦૨૪, ઝોનકક્ષા સ્પર્ધા (રાજ્યકક્ષા) આગામી તા. ૧૪ ફેબુ્રઆરીથી તા. ૦૪ માર્ચ-૨૦૨૪, રાજ્યકક્ષા સ્પર્ધા આગામી તા. ૨૧ એપ્રિલથી તા. ૩૦ મે-૨૦૨૪ દરમિયાન યોજાશે. બોટાદ જિલ્લામાં ખેલ મહાકુંભમાં ૯૧,૧૧પ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. ખેલ મહાકુંભમાં વોલીબોલ, ખો-ખો, કબડ્ડી, એથ્લેટીકસ, રસ્સાખેંચ, ચેસ, યોગાસન, હેન્ડબોલ, બાસ્કેટબોલ સહિતની સ્પર્ધા તબક્કાવાર યોજાશે.
ખેલ મહાકુંભની વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, તાલુકા સેવા સદન, ૩ જો માળ, બી-વીંગ, ઓફીસ નં. ૦૪, પાળીયાદ રોડ પર અથવા બોટાદ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી-બોટાદે જણાવેલ છે. ખેલ મહાકુંભને લઈ ખેલાડીઓમાં ઉત્સાહનો માહોેલ જોવા મળી રહ્યો છે.