બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં મશીનરી બંધ હોય દર્દીઓને હાલાકી
- ગરીબ દર્દીઓને ખર્ચના ખાડામાં ઉતારવામાં આવે છે
- હોસ્પિટલની એમ્બ્યુલન્સના ચાલક મનસ્વી જવાબો આપીને દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવા મજબૂર કરે છે
બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં દાંત, આંખ,બાળ, જનરલ વિભાગ, ડાયાલીસીસ સેન્ટર, સર્જીકલ, હૃદયરોગ, સહિતના વિભાગો કાર્યરત છે. જયારે ખાટલે મોટી ખોટ એ જણાઈ રહેલ છે કે, આ હોસ્પિટલના ગાયનેક વિભાગની અનેક ક્ષતિઓ સામે આવી રહેલ છે. આ હોસ્પિટલમાં બોટાદ શહેર અને જિલ્લામાં પ્રસુતિના કેસ માટે આવનારા દર્દીઓને અહિં મશીનરી બંધ છે તેવા જવાબો આપીને અહિંની એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં રીફર કરી દેવામાં આવે છે. જેથી તેઓને ડીલીવરીના કેસમાં રૂા ૧૮,૦૦૦ થી રૂા ૨૫૦૦૦ જેટલી ફી ભરવી પડે છે. આમ, આ હોસ્પિટલમાં મશીનરી બંધ હોવાના કારણે ખાનગી હોસ્પિટલોમાં કેસ રીફર કરીને જવાબદારી ખંખેરવામાં આવતી હોવાથી જરૂરીયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનોમાં હોસ્પિટલની કાર્યપધ્ધતિ ટીકાને પાત્ર બની રહેલ છે.