Get The App

બોટાદ જિલ્લામાં 361 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાતા રૂા. 95 લાખનો દંડ

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
બોટાદ જિલ્લામાં 361 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાતા રૂા. 95 લાખનો દંડ 1 - image


- બોટાદમાં પીજીવીસીએલ દ્વારા 6 દિવસ દરમિયાન વ્યાપક દરોડા

- વાણિજ્યિક હેતુ, ઔદ્યોગિક હેતુના 13 જેટલા વીજજોડાણમાં ગેરરીતિ માલુમ પડી : રૂ. 16.4 લાખનો દંડ

બોટાદ : બોટાદમાં પીજીવીસીએલ દ્વારા છ દિવસ દરમિયાન વ્યાપક દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં બોટાદ જિલ્લામાં ૩૬૧ વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાતા રૂા. ૯૫ લાખનો દંડ અને વાણિજ્યિક હેતુ, ઔદ્યોગિક હેતુના ૧૩ જેટલા વીજ જોડાણમાં ગેરરીતિ માલુમ પડતા રૂ. ૧૬.૪ લાખનો દંડ ફટકારાયો હતો. 

બોટાદ પીજીવીસીસેલ વર્તુળ કચેરી હેઠળ અધિક્ષક ઈજનેરના  માર્ગદર્શન હેઠળ તા.૧૮થી તા.૨૩ ડિસેમ્બર સુધી જુદી જુદી ડ્રાઈવ યોજવામાં આવી હતી. બોટાદ જિલ્લાના બોટાદ, બરવાળા, રાણપુર, પાળીયાદ, ગઢડા, ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમાં પોલીસ તેમજ એસઆરપી સાથે રાખીને ઘર વપરાશના કુલ ૧૬૮૧ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૩૬૧ જેટલા વીજજોડાણોમાં ગેરરીતી માલુમ પડતા કુલ રૂ. ૯૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વાણીજ્યક હેતુના તેમજ ઔધોગિક હેતુના કુલ ૧૭૩ વીજજોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૧૩ જેટલા વીજજોડાણ ગેરરીતી માલુમ પડતા કુલ રૂ. ૧૬.૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ, ૧૭૮ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૮૮૪ જેટલા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી, ૩૭૭ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ.૧૧૩ લાખની વીજચોરીનાં દંડ ફટકારવામાં આવ્યો છે. 

વીજ ચેકીંગ સાંજના સમયે કરાયું : હવે રાત્રીના સમયે પણ થશે

અધિક્ષક ઈજનેરના જણાવ્યા મુજબ બોટાદ જિલ્લામાં વીજચોરીનું પ્રમાણ વધારે હોવાથી આ વખતે વીજચોરોનો વીજ ચેકિંગ માત્ર વહેલી સવારે જ આવે છે તેવો ભ્રમ ખોટો ઠેરવી સાંજના સમયે વીજજોડાણોની તપાસની કરવામાં આવી હતી. હવે પછી રાત્રી દરમ્યાન પણ વીજ ચેકિંગ કરવામાં આવશે. અધિક્ષક ઇજનેર દ્વારા બોટાદ જિલ્લાના પ્રજાજનોને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અનુરોધ કરાયો છે. 


Google NewsGoogle News