બોટાદમાં ભાણેજ ઉપર મામા સહિત સાત શખ્સનો સરાજાહેર જીવલેણ હુમલો
- ખેતીની જમીનમાં બહેનને ભાગ ન આપવા મામલે
- યુવાન સાથે કાર ભટકાડી મામા સહિતના શખ્સો ધારિયા સહિતના હથિયારો સાથે તૂટી પડયા
આ બનાવની પ્રાપ્ત થતી વિગત મુજબ બોટાદના પાંચપડા શિવજીનગર ખાતે રહેતા મહેશભાઈ મોનજીભાઈ જંબુકિયાના મિત્ર ગોવિંદભાઈને પાટણા ગામની ખાતા નં.૧૦૯૯ સર્વે નં.૨૯૪/૧ પૈકી ૧૩૧ પૈકી ૨ ની જમીન જે ગોવિંદભાઈના નાના રામજીભાઈ ડાયાભાઈ ડુમાણીયાના નામે છે અને રમેશ રામજીભાઇ ડુમાણીયા,અરવિંદ રામજીભાઇ ડુમાણીયા,રાઘવ રામજીભાઇ ડુમાણીયા,મિતેશ રાઘવભાઇ ડુમાણીયા તથા ગોવિંદભાઇની માતા વચ્ચે વારસાઇ બાબતે ભાવનગરના કલેક્ટરે ગોવિંદભાઈની માતા તરફે ચુકાદો આપ્યો હતો. દરમિયાનમાં આ ચુકાદા સામે ઉપરોક્ત શખ્સે વલ્લભીપુર સીવીલ જજની કોર્ટમાં દાવો દાખલ કરેલ કર્યો છે. ગોવિંદભાઈની માતાને ઉપરોક્ત ખેતીની જમીનમાં વારસાઇમાં ભાગ ન આપવો પડે તેની દાઝ રાખી ગોવિંદભાઈના મામા રમેશ રામજીભાઇ ડુમાણીયા,અરવિંદ રામજીભાઇ ડુમાણીયા,રાઘવ રામજીભાઇ ડુમાણીયા,મિતેશ રાઘવભાઇ ડુમાણીયા અને કાર ચાલક તથા બે મોટર સાયકલ સવાર એકજુથ થઇ ગેરાકાયદેસર મંડળી રચી ગોવિંદભાઈને ફોરવ્હિલ ચાલકે ટંક્કર મારી પાડી દીધા હતા. તેમજ ધારીયા જેવા તીક્ષ્ણ હથીયારો વડે ગોવિંદભાઇના શરીરે આડેધડ માર મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તથા બે અજાણ્યા ઇસમ મોટરસાયકલ પર હથિયાર સાથે ધસી આવેલા અને ગોવિંદભાઈના મામા રમેશ ધારીયુ લઇને આવી ગોવિંદને ફરી ધારીયા વડે શરીરે આડેધડ માર મારી જીવલેણ ઇજાઓ કરી નાશી નાસી છૂટયા હતા. આ બનાવ અંગે ગોવિંદભાઈના મિત્ર મહેશભાઈ મનજીભાઈ જંબુકિયા એ સાત શખ્સ વિરૂધ્ધ બોટાદ પોલીસ મથકમાં બી.એન.એસ (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ ૧૦૯, ૧૮૯(૨), ૧૯૧(૧), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૨૮૧, ૫૪, તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.