બોટાદ : ગ્રામ્યકક્ષાએ મહિલાઓ માટે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
બોટાદ : ગ્રામ્યકક્ષાએ મહિલાઓ માટે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો 1 - image


- લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહિલા મતદારોની સહભાગીદારીતા વધે તેવો પ્રયાસ

- જિલ્લાના રાજપરા, ઢીંકવાળી, ભડલા રતનવાવ સહિતના ગામોમાં મહિલાઓએ સહપરિવાર મતદાન કરવાનો સંકલ્પ કર્યો

ભાવનગર : આગામી લોકસભાની ચૂંટણીમાં મહિલા મતદારોની સહભાગીદારીતા વધે તેવા આશયથી બોટાદ જિલ્લાના રાજપરા, ઢીંકવાળી, ભડલા રતનવાવ સહિતના ગામોમાં મહિલાઓ માટે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓએ સહપરિવાર મતદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.

આગામી સામાન્ય લોકસભા ચૂંટણી ૨૦૨૪માં મહિલા મતદારોનું પ્રમાણ વધે તેવા હેતુથી બોટાદ વહીવટી તંત્ર દ્વારા મહિલા મતદારોનું પ્રમાણ વધે તેમજ બોટાદ જિલ્લામાં સમાવેશ થતાં મતવિસ્તારોમાં ટીઆઈપી (ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન)ની અમલવારી સુનિશ્ચિત થાય તે માટે ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બોટાદ તાલુકાના રાજપરા, ઢીંકવાળી, ભડલા, રતનવાવ, શિરવાણિયા, નાગલપર, ઝીંઝાવદર સહિતના ગામોમાં મહિલાઓ માટે મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ગામની મહિલા મતદારો મતદાન કરે અને મહિલા મતદારોની સહભાગીદારીતા વધે તે માટેના સંકલ્પ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ સહપરિવાર મતદાન કરવાનો સંકલ્પ પણ કર્યો હતો. આગામી દિવસોમાં બોટાદ જિલ્લાના અન્ય ગામોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો આયોજીત થશે.આ ઉપરાંત બોટાદના ખાખોઈ, કારિયાણી, પીપરડી, તુરખા, સમઢિયાળા-૧ સહિતના ગામો અને ગઢડા તાલુકાના વિવિધ ગામોમાં પણ મહિલાઓ પોતે મતદાન કરવા તેમજ અન્ય લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા પ્રતિબદ્ધ થયાં હતા. 

દિવ્યાંગો, વૃદ્ધ મતદારો માટેના સ્વયંસેવકોને તાલીમ

બોટાદમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪માં દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોની મદદ માટે સ્વયંસેવકોની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે જિલ્લા સેવા સદન ખાતે આ સ્વયંસેવકો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સ્વયંસેવકોને માર્ગદર્શન તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા સ્વયંસેવકોને તાલીમ આપવામાં આવી હતી.


Google NewsGoogle News