બોટાદઃ પ્રેમ સંબંધના મામલે બે શખ્સે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી
- ઘર પાસે આવેલી શેરીમાં યુવાન પર હુમલો કરી ગંભીર ઈજા પહોચાડાઈ
- યુવાનના ઘરે આવી બંને શખ્સોએ પ્રથમ પિતા અને ભાઈને ધમકી આપી હતી, ગભીર હાલતે સારવારમાં રહેલાં : યુવાને દમ તોડતાં બનાવ હત્યામાં પરિણ્મયો
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ લખતર તાલુકાના દેવળિયા ગામના વતની અને હાલ બોટાદના ઢાંકણીયા રોડ તુલસીનગર એક ખાતર રહેતા જગદીશભાઈ વજુભાઈ મહેરીયા ગઈ તા.૨૧ના સાંજના ચારેક વાગ્યે તથા પિતા વજુભાઈ તથા જગદીશભાઈ પત્ની જ્યોતિબેન તથા નાનાભાઈ બીજલભાઈ ઉર્ફે હિતેશના પત્ની જયશ્રીબેન ઘરે હાજર હતા તે દરમ્યાન બે માણસો ઘરે આવેલા અને પિતાને કહેલ કે તમારું નામ વજુભાઈ છે, જેથી પિતાએ કહેલ કે પણ તમારે કોનું કામ છે. અને ક્યાંથી આવ્યા છો. તેવામાં બે પૈકી એક શખ્સેએ કહેલ કે મારૂનામ સૈહિત ભરતભાઈ ભોજયા છે અને આ કાકાનો દિકરો શ્યામ ગોરધનભાઈ ભોજયા છે. અને અમો બન્ને મોટા ભાડલા તા.સાયલા ગામના છીએ જેથી પિતા વજુભાઈએ કહેલ કે બોલોને તમારે અમારું શું કામ છે. અને રોહિતે કહેલ કે મારૂ વેવીશાળ યુવતી સાથે થયેલ છે. અને અમને જાણવા મળેલ છે કે તમારો દિકરો બીજલભાઇ ઉર્ફે હિતેષભાઇના યુવતી સાથે પ્રેમ સંબંધ છે. અને હવે મારો સંબંધ યુવતી સાથે થયેલ છે જેથી તમારા દિકરાને સમજાવી દેજો કે યુવતીની સામે પણ જોવે નહી નહીતર મજા નહી આવે તેમ કહી બન્ને જણા ઘરેથી જતા રહ્યા હતા દરમિયાનમાં જગદીશભાઈ અને પત્નિ તથા બાળકોને લઈને તળાવે બગીચામાં ફરવા ગયા હતા.ત્યાંથી ઘર તરફ આવતા હતા ત્યારે ઘર પાસેના રોડ ઉપર આવતા રોડની દક્ષીણ બાજું આવેલ દશરથભાઈ ભાજુભાઈ ભુવાની દુકાન બાજુમાં આવેલ શેરીમાં બિજલભાઈ ઉર્ફે હિતેશભાઈ સાથે રોહિત તથા શ્યામ ઝપાજપી કરતા હતા, જેથી જગદીશભાઈ દીડીને ત્યાં ગયા હતા. રોહિતે બિજલભાઈ ઉર્ફે હિતેશભાઈને જમણી બાજુની છાતીના ભાગે તથા પડખામાં છરીના ઘા ઝીંકી દીધા હતા.તથા શ્યામાએ ગળાની જમણી બાજુ તથા જમણા ગાલ ઉપર આડેધડ ધા ઝીંકી દેતા જગદીશભાઈ દેકારો કરતા કરતા ભાઈને બચાવવા શેરી તરફ દોડયા હતા પરંતુ બીજલભાઇ ઉર્ફે હિતેશભાઈ લોહી લુહાણ હાલતે ત્યાં જ ઢળી પડયા હતા દરમિયાનમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં બીજલભાઇ ઉર્ફે હિતેશભાઈ ને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાનમાં મોડી રાત્રે બીજલભાઇ ઉર્ફે હિતેશભાઈ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે જગદીશભાઈએ બે શખ્સ વિરુદ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.