ગઢડા-બોટાદ સ્ટેટ હાઈવે ઠેરઠેર ખાડાઓથી બન્યો એક્સિડન્ટ રોડ

Updated: Apr 6th, 2019


Google NewsGoogle News
ગઢડા-બોટાદ સ્ટેટ હાઈવે ઠેરઠેર ખાડાઓથી બન્યો એક્સિડન્ટ રોડ 1 - image

ગઢડા, તા. 06 એપ્રિલ 2019, શનિવાર

ગઢડા (સ્વા.)થી બોટાદ તરફના સ્ટેટ હાઈવેની દુર્દશાના કારણે વાહનચાલકો ભારે પરેશાની વેઠી રહ્યા છે. ખાસ કરીને સરકાર દ્વારા પ્રજાની સુવિધા માટે લાખો કરોડો રુપિયાના ખર્ચે રોડ રસ્તાઓ વ. કામગીરી કરવામાં આવે છે. પરંતુ થોડા સમયમાં જ ત્યાં રસ્તાઓની દુર્દશા જોવા મળે છે. ત્યારે આ દુર્દશા માટે જવાબદાર કોણ ? એવો પ્રશ્નાર્થ ઉઠવા પામેલ છે.

ખાસ કરીને ગઢડાથી બોટાદ તરફના સ્ટેટ હાઈવેેમાં ઠેરઠેર ખાડાઓના કારણે વાહનચાલકો દ્વિધા અનુભવી રહ્યા છે. તેમજ ગઢડાના શહેરી વિસ્તારના પ્રવેશદ્વારથી શરુ થતા આ રોડ પર અસંખ્ય ખાડાઓ અને ટેકરાના કારણે ખાડા તારવવાના કારણે ધ્યાનચૂક થતા આ રોડ અકસ્માત ઝોન બની જવા પામેલ છે. તાજેતરમાં અવારનવાર બની રહેલા અકસ્માતના બનાવો અને મૃત્યુના કિસ્સાઓ પણ આ રસ્તા પર બનવા પામેલ છે.

ત્યારે બોટાદ જિલ્લામાંથી અવારનવાર વાહનો લઈને ગઢડા સુધી આવતા તમામ વિભાગના જવાબદાર અધિકારીઓને પણ આ દુર્દશાને ધ્યાને નહિ આવતી હોય તેવો પ્રશ્નાર્થ ઉઠવા પામેલ છે. રસ્તાઓ બની ગયા બાદ સતત મોનીટરીંગ અને જરુરી મરામત માટેની જોગવાઈનો અમલ ગુડ ગવર્નસના નારા વચ્ચે ગોથા ખાઈ રહ્યો છે. ત્યારે થોડા સમયમાં જ સ્ટેટ હાઈવેની દુર્દશા અને લોકોને પડતી હાલાકી મુદે અકસ્માત ઝોન બની માનવ જીવન માટે ખતરારુપ બની રહેલા આ રસ્તા માટે જવાબદાર તંત્ર દ્વારા રીપેરીંગ કામ કરવાની તસ્દી લેવામાં આવશે તેવી માંગણી ઉઠવા પામેલ છે.

Google NewsGoogle News