Get The App

મિત્રએ વ્યાજના રૂપિયા નહિ ચુકવતા યુવાન પર 3 શખ્સનો છરી વડે હુમલો

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
મિત્રએ વ્યાજના રૂપિયા નહિ ચુકવતા યુવાન પર 3 શખ્સનો છરી વડે હુમલો 1 - image


- બોટાદના યુવાનને ફોન કરી શખ્સે ધમકી આપી હતી

- મિત્રને રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં શખ્સ સાથે પરિચત કરાવ્યો હતો

ભાવનગર : રાણપુર તાલુકાના અલમપર ગામના વતની અને હાલ બોટાદમાં રહેતા યુવાનના મિત્રએ વ્યાજમાં લીધેલા રૂપિયા નહિ આપતા યુવાનને ત્રણ શખ્સે છરીના ઘા ઝીંકી ધમકી આપી હતી.

આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના અલમપર ગામના મૂળ વાતની અને હાલ બોટાદના ગઢડા રોડ પર આવેલા રાધેકૃષ્ણ ચાર આનંદધામ પાછળ રહેતા જીજ્ઞોશભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ.૨૧)એ આજથી આશરે પાંચેક મહિના પહેલા તેના મિત્ર રવિભાઇ શેખલિયા (રહે, આઈ.ટી.આઈ. પાસે, ઢાંકણિયા રોડ, બોટાદ )ને રૂપિયાની જરૂર હોવાથી બાથું નામના શખ્સ સાથે મુલાકાત કરાવી હતી. અને બાથુ પાસેથી રવિભાઇએ પાંચ હજાર રૂપિયા વ્યાજમાં લીધા બાદ સમયસર પરત કરેલ ન હોય, જેથી તા.૧૨-૭ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે બાથુએ જીજ્ઞોશભાઈને મોબાઈલ પર ફોન કરી રવિભાઈએ લિધેલા રૂપિયા પરત કરેલ નથી તેમ કહેતા જીજ્ઞોશભાઈએ તમારી પાસેથી રવિભાઈએ રૂપિયા લીધેલ છે, તો તમારે તેની સાથે વાત કરી લેવી એમ કહેતા શખ્સે ફોન પર જોરજોરથી ગાળો દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપવા લાગેલ જેથી બન્ને વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થતા જીજ્ઞોશભાઈએ ફોન કાપી નાખેલ અને ત્યારબાદ રાત્રિના નવેક વાગ્યાના સુમારે જીજ્ઞોશભાઈ ગઢડા રોડ પર ગોપીનાથ દુકાનની સામે એકલા બેઠા હતા. ત્યારે બાથુ અને તેના મિત્રો નયન લકુમ અને જયદીપ દલસુખભાઈએ આવી ઝઘડો કરી છરી, પટ્ટા અને લાકડી વડે માર મારી આજે તને જીવતો નથી જવા દેવાનો તેમ કહીં ધમકી આપી હતી. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા શખ્સો નાસી ગયા હતા. મારામારીના બનાવમાં ઘવાયેલા યુવાનને બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે ઈજાગ્રસ્તે ત્રણેય શખ્સ સામે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News