Get The App

બોટાદનાં રહેણાંકી મકાનમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપારના કારોબાર પર પોલીસનો દરોડો

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
બોટાદનાં રહેણાંકી મકાનમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપારના કારોબાર પર પોલીસનો દરોડો 1 - image


- મકાન માલિક સહિત 3 શખ્સ ચલાવતા હતા કારોબાર

- બોટાદ પોલીસે 5 ગ્રાહક સહિત આઠને રૂ. 10.57 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

ભાવનગર : બોટાદમાં આવેલ પકાશેઠની વાડીમાં આવેલ રહેણાંકી મકાનના ઉપરના ભાગે ચાલતા અનૈતિક દેહ વ્યાપારના કારોબારમાં બોટાદ પોલીસે દરોડો પાડીને અનૈતિક પ્રવૃત્તિ ચલાવનાર મકાન માલિક સહિત ત્રણ અને પાંચ ગ્રાહકો મળી કુલ ૦૮ વ્યક્તિને ઝડપી લઇ રોકડ રકમ, મોબાઈલ, વાહનો સહિત કુલ રૂ. ૧૦.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બોટાદમાં આવેલ  પકાશેઠની વાડીમાં મુન્નાભાઈ બાવચંદભાઈ જોગરાણા પોતાના રહેણાંકી મકાનના ઉપરના માળે ધાબામાં આવેલ ત્રણ ઓરડીમાં અનિલભાઈ રૂપાભાઈ પરમાર (રહે. ઢાંકણીયા) તથા વિનોદભાઈ રામજીભાઈ તલસાણીયા (રહે. કુંડલી ) ની સાથે મળી ભાગીદારીમાં અનૈતિક દેહ વ્યાપારનો ધંધો કરાવે છે. જે બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તથા બોટાદ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર  અને ટીમે બાતમી વાળી જગ્યાએ ખરાઈ કરવા માટે એક ડમી ગ્રાહકને મોકલ્યો હતો ઘર નજીક વોચ ગોઠવી હતી. ડમી ગ્રાહક મારફત ખરાઈ અંગેનો કોલ મળતા જ પોલીસે મુન્નાભાઈ જોગરાણાના મકાનમાં દરોડો પાડી તપાસ કરતા મકાનના ઉપરના ભાગે આવેલ ત્રણ રૂમમાંથી બે રૂમમાંથી બે પરપ્રાંતીય યુવતીઓ દેહ વ્યાપારના કારોબારમાં સંકળાયેલી મળી આવી હતી.પોલીસે દેહ વ્યાપારનો કારોબાર ચલાવતા મુન્નાભાઈ ભાવસંગભાઈ જોગરાણા (રહે.ઢાકણીયા, તા.જી.બોટાદ), અનિલ રૂપાભાઈ પરમાર રહે.ઢાકણીયા, વિનોદ રામજીભાઈ તલસાણીયા (રહે.કુંડલી) ઉપરાંત ગ્રાહક તરીકે આવેલા મોહમ્મદશરીફ જીવાભાઇ ખોખર (રહે.રાણપુર), વિજય નાથાભાઈ સાકરીયા (રહે. બોટાદ), રાહુલ ધીરુભાઈ સરવૈયા (રહે. બોટાદ), વિશાલ લક્ષ્મણભાઈ મેર (રહે. બોટાદ) અને ભગવતસિંહ લાલુભાઈ પવાર (રહે. બરવાળા) ને ઝડપી લીધા હતા.પોલીસે રૂ. ૧૯,૭૨૦ રોકડા, ૦૭ મોબાઈલ, ૦૫ મોટરસાઇકલ અને એક કાર મળી કુલ રૂ. ૧૦,૫૭,૭૨૦ નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ અનૈતિક વ્યાપાર ( પ્રતિબંધ ) અધિનિયમની કલમ ૩,૪,૫ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News