બોટાદની મોડલ સ્કૂલની દિવ્યાંગ વિદ્યાર્થીનીને બન્ને હાથ ન હોવા છતાં દરેક કાર્યો પગથી કરે છે
- શક્તિ ન માપ ગણવા અગણિત માપો
- ચિત્રકામ, મહેંદી મુકવાથી લઇ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની પણ ઉજવણી કરે છે છાયા
કહેવાય છે તમે એક વખત કઈ નિશ્ચિય કરી લો, જો તેને માટે રાત-દિવસ, શારીરિક-માનસિક સ્થિતિ કઈ પણની દરકાર કર્યા વગર કે કોઈ ફરિયાદ કર્યા વગર જો ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરો તો સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે. છાયા બોટાદની મોડેલ સ્કૂલ ખાતે ૧૨માં ધોરણમાં અભ્યાસ કરી રહેલી છાયાને જન્મથી જ બંને હાથ નથી છતા બોટાદની મોડેલ સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરી રહી છે. અભ્યાસની સાથેસાથે છાયા અનેક કળાઓમાં પારંગત છે. શાળામાં યોજાતી વિવિધ ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ છાયા ઉત્સાહપૂર્વક ભાગ લે છે. પગ વડે સુંદર ચિત્રો બનાવીને છાયા તમામ લોકોને પ્રોત્સાહિત કરી રહે છે. બોટાદના નાના પાળીયાદ ગામની વતની અને ખેડૂત પુત્રી છાયા ધોરિયામાં મજબૂતીના ગુણ તેના પિતા પાસેથી પ્રાપ્ત થયા છે. છાયા પોતાના પગ વડે લખે છે, પોતાના પગથી જમે છે, પગથી પાણી પીવે છે, તેમજ છાયા સરસ ચિત્રકામ પણ કરે છે, રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારની પણ તે ઉજવણી કરે છે, પગથી તે રાખડી બાંધે છે તેમજ પગથી સુંદર મહેંદી મૂકે છે. તેમજ છાયા ભજન, ધૂન, ગરબા અને લોક ગીતો સરસ રીતે ગાય છે, તેમજ સ્કૂલના તમામ કાર્યક્રમો હોય કે પછી સ્પર્ધા હોય તેમાં છાયા રસથી ભાગ લેશે જેથી આ વિદ્યાથની છાયા સ્કૂલ માટે ગૌરવ છે. આ વિદ્યાથનીની કુશળતા શાળાના શિક્ષકો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પ્રોત્સાહિત થયા છે. મોડેલ સ્કૂલના આચાર્ય વિક્રમસિંહ પરમાર, સ્કૂલના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ છાયાને દરેક કામમાં પૂર્ણ સહયોગ આપે છે, નવરાત્રીના પર્વ દરમિયાન બોટાદ જિલ્લા માહિતી કચેરી ીશક્તિને વંદન કરી રહ્યું છે. ત્યારે સાક્ષાત શક્તિ સ્વરૂપા વિદ્યાથની છાયા લોકોને 'હમ કિસી સે કમ નહીં'...નો મેસેજ આપે છે.