બોટાદમાં એક્ટીવાની ડિકીમાંથી સોનાના ઘરેણાં ભરેલી થેલીની ઉઠાંતરી
- સીસીટીવીમાં અજાણ્યો શખ્સ થેલી કાઢતો દ્રશ્યમાન થયો
- આધેડ લોકરમાંથી ઘરેણા કાઢી ડિકીમાં મૂકી ઘરે આવ્યા ત્યારે રૂ. 3.85 લાખની કિંમતના દાગીના ભરેલી થેલી ચોરાયાની જાણ થઈ : અજાણ્યા તસ્કર સામે ફરિયાદ
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બોટાદના ઉમૈયાનગર કડવા પટેલ બોડગ પાસે રહેતા ઝવેરભાઈ અંબારામભાઈ સબવા ગઇ તા.૨૨ ના રોજ બપોર પછીના આશરે ચારેક વાગ્યાના અરસામાં દિકરો ઉમેશભાઈ બંને એકટીવા નં. - જીજે - ૦૪ - બીએસ - ૪૨૮૯ લઈને ઘરેથી પાળિયાદરોડ ખાતે આવેલ ભારત સોસાયટીમાં દિકરા ઉમેશભાઈની ઓફીસે ગયા હતા. અને ત્યા આગળ પુત્રને ઉતારી ઝવેરભાઈ બોટાદ હિરાબજાર ખાતે ગયા હતા. અને ત્યા રત્નદીપમાંના સેઇફ ડિપોઝીટ વોલ્ટમાં મુકેલ ઘરેણા એક કાપડની થેલીમાં મુકી થેલી એકટીવાની સીટની નીચેની ડેકીમાં મુકી એકટીવા લઇ સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં બોટાદ રજપુતચોરા ખાતે આવ્યા અને મંદીરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરી સાંજના સવા પાંચેક વાગ્યે મંદીરેથી એકટીવા લઇને મારા ઘરે આવીને એકટીવા માથી ઘરેણા ભરેલી લેવા ગયા ત્યારે થેલી મળી આવી નહતી.દરમિયાનમાં ઝવેરભાઈ જ્યાં ગયા હતા ત્યાં પરત રાઉન્ડ લગાવી સીસી ટીવી ની ચકાસણી કરતા મંદિર પાસે અજાણ્યો શખ્સે એકટીવા માથી ઘરેણા ભરેલી થેલી કાઢતો દ્રશ્યમાન થયો હતો.કપડાંની થેલીમાં સોનાનું ડોકીયુ, સોનાનોચેઇન, સોનાની લક્કી, સોનાની વીટી,ચાંદીનો કંદોરો, ચાંદીના છડા મળી કુલ રૂ.કુલ રૂ.૩,૮૫,૦૦૦ ની ચોરી થઈ હોવાની ફરિયાદ ઝવરભાઈએ બોટાદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.