Get The App

સાળંગપુર ખાતે 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરાશે

- લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોનો રોમાંચ માણી શકાશે

- કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટમાં આર્ટ અને આકટેક્ટનો સુભગ સમન્વય થશે

Updated: Apr 21st, 2022


Google News
Google News
સાળંગપુર ખાતે 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરાશે 1 - image

બોટાદ

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પરિસરમાં કુલ ૧,૩૫,૦૦૦ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી ૫૪ ફૂટની વિરાટકાય મૂત પ્રસ્થાપિત કરવામાં આવશે. ૩૦ હજાર કિલો વજનની દાદાની આ  વિરાટ મૂત હાલ હરિયાણાના માનેસરમાં બની રહી છે. 

વડતાલ બોર્ડના આચાર્ય મહારાજના સહકારથી દાદાની આ મૂત આગામી ૧૪ તારીખે પ્રસ્થાપિત કરવામાં આવશે. આ મૂતની ડિઝાઈન અંગે કુંડળધામના સ્વામીએ માર્ગદર્શન આપ્યું હતું.  શાી સ્વામીએ આ પ્રોજેક્ટને કિંગ ઓફ સાળંગપુરનું નામ આપ્યું હતું.  દાદાની આ મૂત સાળંગપુરથી ૭ કિલોમીટર દૂરથી દેખાવા લાગશે.૧૩ ફૂટના બેઝ પર દાદાની મૂત દક્ષિણ મુખે રાખવામાં આવશે. બેઝ પર  દાદાનું જીવન ચરિત્ર કંડારતી વોલ મ્યુરલ બનાવાશે. આ બેઝ પર સાળંગપુરધામનો ઇતિહાસ કંડારતી વોલ મ્યુરલથી સુશોભિત થશે. પરિક્રમા અને દાદાની મૂતની મધ્યમાં ૧૧,૯૦૦ સ્ક્વેર ફૂટમાં સ્ટેપ વેલ અને એમ્ફી થિએટર બનાવાશે. એમ્ફી થિએટરમાં ૧,૫૦૦ દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોનો રોમાંચ માણી શકશે. દાદાની સામેના ૬૨,૦૦૦ સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવશે.જયા ૧૨,૦૦૦ લોકો એક સાથે બેસીને દાદાના દર્શન, સભા પ્રવૃતિ, ઉત્સવ તથા સામાજિક પ્રવૃતિઓમાં ભાગ લઈ શકશે. આ પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે. ત્રણ-ચાર સ્ટેપમાં મૂત લગાડવામાં આવશે.આ મૂત લાગ્યા બાદ સાળંગપુરની કાયાપલટ થઈ જશે.દાદાની મૂત સાળંગપુરની શાનમાં વધારો કરશે એટલે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે. 

Tags :