ભાવનગર અને બોટાદ જિલ્લામાં 8 મહિલા સહિત 22 જુગારી ઝડપાયા
- મહુવા બરવાળા અને બોટાદ પોલીસના દરોડા
- પોલીસે પટમાં પડેલા રોકડા રૂપિયા અને જુગાર રમવાનું સાહિત્ય કબજે કર્યું, ત્રણ શખ્સ પોલીસને હાથતાળી આપી ફરાર
મહુવા તાલુકાના ખરેડ ગામમાં ગઢડા તરફ જવાના રસ્તામાં આવેલ ચોકડી પાસે બાવળની કાંટમાં જુગાર રમતા ત્રણ શખ્સ શાંતિ નરસિંહભાઈ પરમાર, મહેશ છગનભાઈ જેઠવા અને તુલસી આતુભાઈ બાંભણિયાને મહુવા ગ્રામ્ય પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે જેરામ નાનભાઈ ભીલ, શૈલેષ ધનજીભાઈ પરમાર અને પરશોત્તમ શિવાભાઈ શિયાળ નામના ત્રણ જુગારી પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયા હતા. મહુવા ગ્રામ્ય પોલીસે જુગારનું સાહિત્ય તેમજ રોકડા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં મહુવા તાલુકાના ગુંદરણા ગામે વણકરવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ભરત ઉર્ફે વીટુડી નાનજીભાઈ કામળિયા, લાખા જીવણભાઈ કામળિયા, દિનેશ શંકરદાસ વાણિયા અને લક્ષ્મણ રામભાઈ બોરીચા (રહે, તમામ ગુંદરણા, તા.મહુવા) નામના શખ્સોને બગદાણા પોલીસે ઝડપી લઇ જુગારનું સાહિત્ય તેમજ રોકડા કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજા બનાવમાં બોટાદ રૂરલ પોલીસે લાખેણી ગામે વાડીયા મહાદેવજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં દરોડો કરી જુગાર રમતા પિન્ટુ મહેન્દ્રભાઇ મકવાણા, કલ્પેશ નાકુભાઇ કવાડિયા, વિપુલ કાળુભાઇ કરેણિયા અને
સંજય કાળુભાઇ રાઠોડને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. ચોથા બનાવમાં બોટાદ પોલીસે બોટાદના ખોડીયારનગર-૧, સરકારી નિશાળ પાસે બાવળની નીચે દરોડો કરી જુગાર રમતા ઈદુબેન અરૂણભાઈ રામજીભાઈ મકવાણા, મંજુબેન ઘનશ્યામભાઈ વિરાભાઈ મેણિયા, પાયલબેન અશોકભાઈ રઘુભાઈ ડાભી અને જનકબેન રાયસંગભાઈ માધાભાઈ વડોદરિયાને રોકડ રકમ અને જુગાર રમવાના સાહિત્ય સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંચમાં બનાવમાં બોટાદ પોલીસે ખોડીયારનગર-૧, ઘંટી પાસે ખુલ્લી જગ્યામાં દરોડો કરી જુગાર રમતા કંચનબેન જાદવભાઈ જીવાભાઈ આલાણી, કાંતુબેન મનસુખભાઇ સવજીભાઈ ડાભી, લતાબેન શીવમભાઈ ઘનશ્યામભાઇ મેણિયા, હિરલબેન તરૂણભાઇ રામજીભાઇ મકવાણાને રોકડા રૂપિયા સાથે ઝડપી લીધા હતા. છઠ્ઠા બનાવમાં બરવાળા પોલીસે બેલા ખોખલી માતાના મઢ પાસે શેરીની ખુલ્લી જગ્યામાં દરોડો કરી જુગાર રમતા સુરેશ પિતામ્બરભાઈ કરોણિયા, કલ્પેશ ચતુરભાઈ ડણીયા, અગા હેમુભાઈ ખોડદાને રોકડા રૂપિયા સાથે ઝડપી લીધા હતા.