બોટાદ શહેરની સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી કરવા બદલ 20 વર્ષ સજા

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
બોટાદ શહેરની સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી કરવા બદલ 20 વર્ષ સજા 1 - image


- બોટાદના એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજનો ચુકાદો

- સગીરાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર લલચાવી ઔરંગાબાદ લઇ જઇ કૃત્ય આચર્યું હતું

બોટાદ : બોટાદની સગીરાને સોશિયલ મીડિયાની વિવિધ એપ દ્વારા લલચાવી- ફોસલાવી ઔરંગાબાદ લઇ જઇ શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી કરતા નોંધાયેલ ગુનાની ચાર્જશીટ રજૂ કરતા ૪૭ પુરાવા રજૂ કરેલ. સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને બોટાદ એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબે ૨૦ વર્ષની સજા ફટકારી હતી.

બોટાદ શહેરમાં રહેતા ફરિયાદીની દીકરી વર્ષ ૨૦૨૧માં કોરોના કાળનો સમય હોય તેના સ્કૂલમાં રજા હોય તેના ઉપયોગ માટે મોબાઇલ આપેલ અને આ ભોગ બનનારની ઉંમર ૧૬ વર્ષની હોય સગીરા સાથે આરોપી નદીમ ગનીભાઇ પટેલ ફેસબુક મીડિયા મારફત સંપર્કમાં આવેલ અને આરોપીએ સગીરાને લલચાવી ફોસલાવી તેણીને ભ્રમિત કરી ઔરંગાબાદ બોલાવી તે સગીર વયની છે તેવું જાણતો હોવા છતાં આરોપી નદીમ ગનીભાઇ પટેલે તેના ઘેર રાખી તેની સાથે શારીરિક સંબંધો બાંધી ગર્ભવતી કરેલ અને આ અંગે ભોગ બનનારે તેના માતાને ફોન કરીને તે ઔરંગાબાદ છે તેમ જણાવતા બોટાદ પોલીસ સ્ટેશનના અધિકારી ઔરંગાબાદ મુકામે જઇ ભોગ બનનારને બોટાદ લઇ આવેલ જે અંગેની ફરિયાદ ભોગ બનનારની માતાએ તા.૩-૧૧-૨૦૨૧ના રોજ બોટાદ પોલીસ સ્ટેશનમાં આપેલ. આ કામમાં બોટાદ પોલીસે આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન), પોક્સો એક્ટ કલમ ૪, ૫(એલ), ૬, ૭, ૮ મુજબનું આરોપી નદીમ ગનીભાઇ પટેલ વિરૂદ્ધ ગુનો દાખલ થયેલ અને આ અંગેનું ચાર્જશીટ તપાસ કરનાર પોલીસ અધિકારીએ નામદાર કોર્ટમાં રજૂ કરેલ. આ કામમાં સરકાર પક્ષે કુલ ૧૭ સાક્ષીઓને તપાસવામાં આવેલ તેમજ કુલ ૪૭ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આળેલ અને આરોપી નદીમ ગનીભાઇ પટેલ વિરૂદ્ધ ગુનો સાબિત થયેલ તેમજ આ કામમાં જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની દલીલો તથા રજૂઆતો ગ્રાહ્ય રાખી એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ધર્મેન્દ્રસિંહ જી. રાણા સાહેબે આઇપીસી કલમ ૩૬૩ના ગુનામાં આરોપી નદીમ ગનીભાઇ પટેલને કસુરવાન ઠરાવી ત્રણ વર્ષની સજા અને રૂા.૩૦૦૦નો દંડ કરેલ, આઇપીસી કલમ ૩૬૬ના ગુનામાં પાંચ વર્ષની સજા અને રૂા.૫૦૦૦નો દંડ કરેલ તેમજ કલમ ૩૭૬(૨)(એન)ના ગુનામાં દસ વર્ષની સજા અને રૂા.૧૦,૦૦૦નો દંડ કરેલ. પોક્સો અધિનિયમ ૨૦૧૨ની કલમ ૩, ૪ અન્વયે દસ વર્ષની સખત કેદની સજા અને રૂા.૧૦,૦૦૦નો દંડ કરેલ તેમજ કલમ ૫ તથા ૬ અન્વયે વીસ વર્ષની સખત કેદની સજા અને રૂા.૨૦,૦૦૦ તેમજ કલમ ૬, ૭,૮ અન્વયે ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂા.૩૦૦૦નો દંડનો હુકમ કરેલ છે. તેમજ ગુજરાત પીડિત વળતર યોજના ૨૦૧૯ તથા પોક્સો અધિનિયમ મુજબ ભોગ બનનારને રૂા.૪,૦૦,૦૦૦નું વળતર આપવાનો હુકમ કરેલ છે.


Google NewsGoogle News