બોટાદના ઝરિયા ગામે 2 બહેનો પર 3 શખ્સનો લાકડી વડે હુમલો
- ઝરિયા ગામના 3 શખ્સ વિરૂધ્ધ પાળિયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
- પોતાની જમીન પર રામાપીરના મંદિર બનાવેલ હોય તે વાતની દાઝ રાખી 3 શખ્સે માર મારી ધમકી આપી
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બરવાળા તાલુકાના માલપરનાં વતની અને હાલ બોટાદના ઝરિયા ગામે રહેતા હિરલબેન અજયભાઈ ચોહલાનાં પિતા જીણાભાઈએ પોતાની જગ્યામાં પાંચ વર્ષ પહેલા રામાપીરનુ મંદીર બનાવ્યું હતું. જે સમાજના લોકોને ગમતી વાત ન હોય જેથી ઘરના સભ્યો સાથે સમાજના લોકોએ વ્યવહા૨ બંધ કરી દીધો હતો. અને આ વાતનું મન દુથખ રાખી બોલાચાલી કરવા પ્રયત્નો કરતા હતા.પરંતુ હિરલબેન પરિવાર તેઓની સાથે કોઈ બોલાચાલી કરતા નહી અને શનિવારે સાંજના પોણા પાંચેક વાગ્યે હિરલબેન તથા મોટા બહેન જયાબેન ગામમાંથી ઘરે જતા હતા તે દરમ્યાન ઘર પાસે પહોંચતા ગામના બાવસંગ હરજીભાઈ જોગરાણા તથા દેવા હનુભાઈ જોગરાણા બંને હાથમાં લાકડી લઈને રસ્તામાં ઉભા હતા.અને બંને બહેનોને જોઈને આ બંને કહેવા લાગેલ કે તમને તો જોઈ લેવા છે તેમ કહેતા હિરલબેન તેઓને કહેલ કે તમે અમને શું કામ તેવુ કહો છો તેમ વાત કરતા બંને બંને બહેનોને ગાળો આપવા લાગ્યા હતા. જેથી ગાળો બોલવાની ના પાડતા બાવસંગએ લાકડીનો એક ઘા જમણા હાય ઉપર ઝીંકી દીધો હતો તેવામાં દેવાએ પણ લાકડીનો એક પીઠ પાછળ ઝીંકતા બહેન જયાબેન વચ્ચે પડતા બહેને લાકડીનો એક ઘા જમણા હાથે તથા દેવાભાઈએ લાકડીનો એક ઘા પીઠ પાછળ મારતા બંને બહેનો રાડારાડી કરતા ભાઈ મેરાભાઈ આવી ગયા હતા. અને તેઓ વધુ મારમાંથી બચાવવા જતા બાવસંગએ લાકડીના બે ઘા ભાઈને જમણા પગે ઢીંચણ પાસે મારી દીધા હતા. તેવામાં હરજી ચોથાભાઈ જોગરાણા ગાળો બોલતા બોલતા આવી છુટા પથ્થરોના ઘા કરતા ભાઈ મેરાભાઈને એક પથ્થર કમરના ભાગે ડાબા પડખે વાગતા ઈજા થઈ હતી.અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હિરલબેન એ પાળીયાદ પોલીસ મથકમા ત્રણ શખ્સ વિરૂધ્ધ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.