જુગારની બાજી માંડી બેસેલા 13 પત્તા બાજ ઝડપાયા : એક ફરાર

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
જુગારની બાજી માંડી બેસેલા 13 પત્તા બાજ ઝડપાયા : એક ફરાર 1 - image


- ભાવનગર એલસીબી અને બોટાદ એલસીબી ના દરોડા

- પોલીસે રોકડ રકમ અને જુગાર રમવાનું સાહિત્ય કબજે કર્યું

ભાવનગર : ભાવનગર અને બોટાદ જિલ્લામાં જુગારની બાજી માંડી બેસેલા ૧૩ પત્તા બાજને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બોટાદમાં એક શખ્સ પોલીસને હાથ તાળી આપી નાસી છૂટયો હતો.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બોટાદ એલસીબીએ ટાટમ ગામની સીમમાં દરોડો કરી ટોર્ચ ના અજવાળે જુગાર રમતા,હિંમત દુર્લભરામ નિમાવત,સતીષ ઉર્ફે છોટુ સવશીભાઇ રાઘવાણી,જયંતી લધુભાઈ બાવળીયા,સાયર ધીરૂભાઇ ચેખલીયા,રમેશ પાંચાભાઇ ઓળકીયાને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા જ્યારે નનુ હીરાભાઇ ભરવાડ નાસી છૂટયો હતો. જ્યારે બીજા બનાવમાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે સરતાનપર ગામે આવેલ સોતરા શેરીમાં દરોડો કરી જુગાર રમતા હરેશ દિલીપભાઇ જાદવ,મેહુલ મથુરભાઇ મેરને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. ત્રીજા દરોડામાં બોરતળાવ પોલીસ કુંભારવાડા રામદેવ નગર રામદેવપીરના મંદિર પાસે દરોડો કરી જુગાર રમતા પ્રકાશ ઉર્ફે પી.આર. રમેશભાઇ ચૌહાણ,રવી જગદિશભાઇ ડાભી મહેશ નાગજીભાઇ રાઠોડને રોકડા રૂપિયા અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા. ચોથા બનાવવામાં બોરતળાવ પોલીસ કુંભારવાડા રામદેવનગર બંગલી પાસે દરોડો કરી જુગાર રમતા હાદક પ્રવિણભાઇ ચૌહાણ રાકેશ જેન્તીભાઇ ચૌહાણને રોકડા રૂપિયા અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News