UPLએ અંકલેશ્વર અને ઝગડિયામાં સર્વાંગી સામુદાયિક વિકાસ પ્રત્યેની એની કટિબદ્ધતા મજબૂત કરી
ભરૂચ : UPL એ અંકલેશ્વર અને
ઝગડિયામાં સર્વાંગી સામુદાયિક વિકાસ કાર્યક્રમો હાથ ધરે છે, જેના મુખ્ય ચાર પાયા છે – શિક્ષણ, પ્રકૃતિનું સંરક્ષણ (UPL વસુધા), સતત આજીવિકા (UPL પ્રગતિ), અને સ્વચ્છતા, માળખાગત સુવિધાઓનો વિકાસ સહિત સ્થાનિક
વિસ્તારની જરૂરિયાતો પર ભાર મુક્યો છે.
UPLએ શિક્ષણ અને રોજગારલક્ષી તાલીમ પર ઘણો ભાર મૂક્યો છે. UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેઇનેબ્લ ટેકનોલોજીમાં અત્યાર સુધી 1800 વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા છે અને 3000 વિદ્યાર્થીઓ આગામી બે વર્ષમાં તાલીમ મેળવશે. 100 ટકા પ્લેસમેન્ટ રેટ ધરાવવા પર ગર્વ છે. યુનિવર્સિટી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ તથા મર્યાદિત પારિવારિક આવકને કારણે સહાયની ખરેખર જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને ટેકો આપે છે. વિદ્યાર્થીઓની પ્રગતિ પર વન-ટૂ-વન મીટિંગ દ્વારા ધ્યાન રાખવામાં આવે છે તથા જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શક તરીકે સ્પેશ્યલ ફેકલ્ટીની ફાળવણી કરવામાં આવે છે.
UPL યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અશોક પંજવાણીએ કહ્યું હતું કે, “યુનિવર્સિટી વંચિત વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરે છે તથા તેમને ઉદ્યોગ અને ભવિષ્ય માટે સજ્જ કરે છે. અમારો ઉદ્દેશ આજની ઝડપથી બદલાતાં સ્થિતિસંજોગોમાં પ્રસ્તુત અને અદ્યતન અભ્યાસક્રમ પ્રસ્તુત કરવાનો છે. આગળ જતાં યુનિવર્સિટી એન્જિનીયરિંગના અભ્યાસક્રમ સાથે ડેટા સાયન્સ પર અભ્યાસક્રમ પર કામ કરે છે. યુનિવર્સિટી જેક્સકોન નોર્વે સાથે જોડાણમાં માસ્ટર પ્રોગ્રામ ઇન પ્રોસેસ સેફ્ટી પણ પ્રસ્તુત કરશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ દેશના ઉદ્યોગોમાં સલામતીની પ્રક્રિયા અને સલામતી સંવર્ધનની કાર્યશૈલી વિકસાવવાનો છે.”
UPLના સીએસઆરના હેડ રિષિ પથાણિયાએ કહ્યું હતું કે, “UPL કંપનીની શરૂઆત થઈ ત્યારથી એની આસપાસના સમુદાયોના ઉત્થાન માટે કટિબદ્ધ છે. અમે અમારી આસપાસના સમુદાયોના સર્વાંગી વિકાસમાં માનીએ છીએ. અમે અંકલેશ્વર અને ઝગડિયા સાથે ઊંડું જોડાણ ધરાવીએ છીએ. અમે ગામડાઓના રહેવાસીઓના જીવનની ગુણવત્તા સુધારવા અને આજીવિકા વધારવામાં મદદરૂપ થવાની સાથે સંપૂર્ણ ઇકોસિસ્ટમને સુધારવા પ્રયાસ કરીએ છીએ, જેમાં પર્યાવરણ સામેલ છે. અમે સ્થાનિક સમુદાયોને ટેકો આપવાની સાથે અમારું સારું કાર્ય જાળવી રાખવા પણ કટિબદ્ધ છીએ.”
પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરીને UPLએ પ્રકૃતિનું સંરક્ષણ કરવાની પહેલ - UPL વસુધા પણ હાથ ધરી છે. આ પહેલના ભાગરૂપે UPLએ અંકલેશ્વર અને ઝગડિયામાં 41,250 વૃક્ષોનું વાવેતર કરીને 88 એકર ગોચર જમીનમાં જંગલ ઊભું કર્યું છે. તેમણે છેલ્લાં 5 વર્ષમાં વિદ્યાર્થીઓ અને સમુદાયને 70, 429 વૃક્ષોનું વિતરણ પણ કર્યું છે. UPLએ માંડવામાં સોશિયલ ફોરેસ્ટ્રી સાઇટ પર 2 બોર-વેલ અને સામુદાયિક જળાશયનું નિર્માણ કર્યું છે, જેમાં કુલ 10,825 ક્યુબિક મીટર પાણીનો સંચય થાય છે. કંપની એના ઇકો-ક્લબ્સ પ્રોગ્રામ મારફથે વિદ્યાર્થીઓને પણ જોડે છે. આ પ્રોગ્રામ 4390 વિદ્યાર્થીઓ સાથે સમુદાયની શાળામાં 25થી વધારે ઇકો-ક્લબ ધરાવે છે તથા વક્તૃત્વ, પેઇન્ટિંગ સ્પર્ધા, પપેટ શો, ડ્રામા, નિબંધ વગેરે જેવી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓનું નિયમિતપણે આયોજન કરે છે.
UPL મહિલાઓ, વંચિત સમુદાયના યુવાનો અને નાનાં ખેડૂતોના ઉત્થાન માટે કામ કરે છે. કંપનીએએ ગાર્મેન્ટ્સ, અગરબત્તી, આર્ટિફિશિયલ જ્વેલરી, હેન્ડિક્રાફ્ટ, ડેરી ફાર્મિંગ, ટેઇલરિંગ, પાપડ બનાવવા, કેશ્યૂ પ્રોસેસિંગ વગેરે જેવા વિવિધ નાનાં ઉદ્યોગોમાં કામ કરતા 1000થી વધારે સભ્યો સાથે મહિલાઓ માટે 98 સ્વયં-સહાય જૂથો (એસએચજી) બનાવ્યાં છે.