Get The App

પાલેજમાં સ્ટેટ વીજીલન્સનો દરોડો, 39 હજારનો દારૂ ઝડપાયો

Updated: Nov 28th, 2021


Google News
Google News

ભરૂચ: પાલેજમાં સ્ટેટ વીજીલન્સે મહિલા બુટલેગરને ત્યાં છાપો માર્યો હતો. વીજીલન્સની ટીમે પાલેજના ધનજીશા જીન મહોલ્લા સિનેમા પાસે મીનાબેન ઉર્ફે મીકા મહેશ માછીના ઘરમાં રેઈડ પાડી હતી.  પોલીસે 187 નંગ બોટલમાં વિદેશી દારૂ અને 32 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની કુલ કીંમત 39,110 રૂપિયા થાય છે. પોલીસે આ મામલામાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આ અંગે વધુ તપાસ સી ડીવીઝન પોલીસ કરી રહી છે. 

Tags :

Google News
Google News