ભરૂચ એસ.ટી ડીવીઝને દિવાળીમાં 1.41 કરોડની કમાણી કરી

Updated: Nov 9th, 2021


Google NewsGoogle News

ભરૂચ: કોરોના પછી પહેલીવાર દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ છે. લોકો પ્રવાસ માટે ઉત્સાહીત દેખાયા હતા. તેની અસર એસ.ટી નિગમની કમાણી પર પડી છે. ગુજરાતમાં 90 હજાર ટીકીટનું એડવાન્સ બુકિંગ થયુ હતુ. જ્યારે ભરૂચ એસ.ટી ડીવીઝમને  આ દિવાળીમાં 1.41 કરોડની કમાણી થઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન 1419 રેગ્યુલર રૂટ અને 218 એકસ્ટ્રા રૂટ પર સાડા પાંચ લાખ કિલોમીટરથી વધુ અંતર પર બસ દોડી હતી. જેની કમાણી 1 કરોડની પાર પહોંચી છે.


Google NewsGoogle News