ધારાસભ્ય અરૂણસિંહ રણાની ઉપસ્થિતીમાં પાલેજમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
ભરૂચ: પાલેજ સ્થિત બુનિયાદી કુમાર શાળાના પટાંગણમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની ઉપસ્થિતિમાં સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે હાજરજનોને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા તેમજ તાલુકા જિલ્લાના અધિકારીઓ નું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાગરાના ધારાસભ્ય અરુણ સિંહ રણા એ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશેરસપ્રદ માહિતી આપી હતી.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પાલેજ ખાતે દસ ગામોનો સાતમા સેવાસેતુનો કાર્યક્રમમાં પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બતાવેલા માર્ગ પર લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે આ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો છે. મને આનંદ અને વિશ્વાસ છે કે અધિકારીઓએ ખૂબ મહેનત કરી છે. વૃદ્ધા પેન્શન હોય કે આયુષ્માન ભારત હોય દરેક વ્યક્તિને પાંચ લાખ રૂપિયા સુધી એક ઘરમાં સાત સદસ્યો હોય એને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવશે. તાલુકા - જિલ્લા તેમજ ગ્રામ પંચાયતના પદાધિકારીઓએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો છે. આયોજિત કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના ઉપસરપંચ સલીમ વકીલ, જિલ્લા પંચાયત સદસ્ય મલંગ ખાન પઠાણ, તાલુકા પંચાયત સદસ્ય સલમા બેન જોલી તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા...