ભરૂચ શહેર-જિલ્લામાં સરદારની જન્મ જંયતિની ઠેર-ઠેર ઉજવણી
ભરૂચ: શહેર અને જિલ્લામાં અનેક સમુદાય, સંસ્થાઓ દ્વારા દેશના પ્રથમ ગૃહ મંત્રી અને લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજંયતિની ઉજવણી કરી હતી. જેમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સોનેરી મહેલ, સ્ટેચ્યુ પાકૅ સેવાશ્રમમાં આવેલા સરદાર પટેલ ના સ્ટેચ્યુ ને ફુલ-હાર પહેરાવી ને સરદાર પટેલ અમર રહોના નારા લગાવીને સરદાર પટેલ ને યાદ કયૉ હતા. આ ઉપરાંત સેવાશ્રમ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરાયુ હતું.
આ સાથે એસ.પી.જી ગ્રુપ,તથા ખોડલધામની યુવા ટીમ પણ જોડાઈ હતી. જેમાં ઝાડેશ્ચર ના આગેવાન કૌશિકભાઇ પટેલ, રાધે પટેલ, હેમંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.