ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા જૂની પેન્શન યોજનાને લાગુ કરવા કલેકટરને રજૂઆત
ભરૂચ: જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ભરૂચ જિલ્લા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ભરૂચ જિલ્લા દ્વારા કલેકટરને એક આવેદનપત્ર સુપ્રત કરાયું હતું જેમાં જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવા તેમજ વિવિધ માંગણીઓને લઈ કલેક્ટરને રજૂઆત કરાઇ હતી અને ભરૂચ કલેકટર પણ આ બાબતે તાકીદે ધ્યાન આપી કર્મચારી મંડળની માંગ હલ કરવાના પ્રયાસો કરે તેવી રજૂઆત કરી હતી જેમાં ગુજરાત રાજય કર્મચારી મહામંડળ ભરૂચ જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર મહામંત્રી પ્રવિણસિંહ રાવ ઉપપ્રમુખ ગિરવતસિહ ગોહિલ મુખ્ય સલાહકાર બેચર રાઠોડ સહિત સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહી પોતાની માંગણીઓ મુદ્દે રજૂઆત કરી હતી