નગરપાલિકા વિસ્તારમાં મંગળવારે મેગા વેકસીનેશન ડ્રાઈવ
શહેરના 30 સ્થળોએ વેક્સીનનો બીજો ડોઝ અપાશે
ભરૂચ:કોરોનાએ ફરી એકવાર માથુ ઉંચકતા સરકાર ગંભીર બની છે. જેમ બને તેમ મહત્તમ લોકો રસીનાં બંને ડોઝ લઈ લે તેવા પ્રયત્ન સરકાર દ્વારા થઈ રહ્યા છે. વેકસીનેશન પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા ભરૂચ શહેરનાં મેગા વેકસીનેશન ડ્રાઈવનું આયોજન કરાયુ છે. 30 નવેમ્બર એટલે કે આવનારા મંગળવારે શહેરના અલગ અલગ વોર્ડમાં 30 સ્થળો સ્પેશિયલ ડ્રાઈવ રખાય છે. જે લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો હોય અને બીજો ડોઝ બાકી હોય તે લોકો આ ડ્રાઈવનો લાભ લઈ શકશે. આ માટે ભરૂચ નગર પાલિકાએ અલગ અલગ 30 સ્થળોનું લિસ્ટ જાહેર કરી બીજો ડોઝ લેવા નગરજનોને અપીલ કરી છે.