Get The App

તાડિયા વિસ્તારમાં ફરાસખાનાનાં ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

પોલીસે 8.69 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી

Updated: Oct 30th, 2021


Google NewsGoogle News

ભરૂચ: લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તાડિયા વિસ્તારમાં છાપો માર્યો હતો. જ્યાં એક પીક અપ બોલેરો અને ફરાસાખાનાનાં ગોડાઉનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કુલ 8.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જેમાં 5.65 લાખની કિંમતના દારુનો સમાવેશ થાય છે. 

તાડિયા વિસ્તારમાં ફરાસખાનાનાં ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો 1 - image

પ્રાપ્ત માહિતી મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં હેડ કોન્સ્ટેબલ હિતેષભાઈ અને પોલીસ કોન્સટેબલ મહિપાલસિંહને બાતમી મળી હતી. એલસીબીના પોલીસ ઈન્સપેક્ટર જે.એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સપેક્ટ એ.એસ.ચૌહાણે ટીમ સાથે તાડિયા વિસ્તારમાં છાપો માર્યો હતો. આ વિસ્તારમાં આવેલા ફરાસખાનાના ગોડાઉનમાંથી અને તેની નજીક ઉભેલી એમ.એચ 15 જીવી 2355 નંબરની પીક અપ બોલેરોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 5.65 લાખની કિંમતનો 3576 નંગ બોટલ દારુ તેમજ 3 લાખની બોલેરો પીક અપ અને બે મોબાઈલ મળી 8.69 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે પરેશ જંયતિ મીસ્ત્રીની ધરપકડ કરી છે. આ ગુનાની તપાસ એ ડીવીઝનના પોલીસ ઈન્સપેક્ટર ભરવાડ ચલાવી રહ્યા છે.

તાડિયા વિસ્તારમાં ફરાસખાનાનાં ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો 2 - image


પોલીસે જાહેર કરેલી પ્રેસ રીલીઝમાંથી વોન્ટેડ આરોપીનું નામ ગાયબ

ભરૂચ: લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ અંગેની પ્રેસ રીલીઝ મીડિયા સુધી પહોંચાડી હતી. જેમાં આ ગુનામાં કોઈ વોન્ટેડ છે કે નહીં તેની કોઈ માહિતી અપાઈ નહતી.  મોટાભાગે વોન્ટેડ આરોપીના નામ પ્રેસ રીલીઝમાં આપવામાં આવતા હોય છે. આ અંગે એલ.સી.બી પીઆઈ જે.એન ઝાલાએ આરોપી સચેત ન થાય તે માટે વોન્ટેડ આરોપીનું નામ આપ્યુ નથી. જો કે ફરાસખાનાનો માલિક જંયતિ મિસ્ત્રી વોન્ટેડ હોવાનું જણાવ્યુ હતું. 

જંયતિ મિસ્ત્રી સાથે તેમનો જમાઈ નિલેશ મિસ્ત્રી ધંધામાં ભાગીદાર

ભરૂચ: તાડિયા વિસ્તારમાં પકડાયેલો આરોપી તો એક મ્હોરુ છે. તેમજ જેના ફરાસખાનામાં દારૂનો જથ્થો પકડાયો છે અને પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો છે તેની સંડોવણી તો છે જ. પરંતુ દારૂના ધંધામાં પડદા પાછળનો ખેલાડી નિલેશ મિસ્ત્રી છે. ધંધાનો આખો દોરી સંચાર નિલેશ મિસ્ત્રીના હાથમાં છે. પોલીસ તપાસમાં આ અસલી ખેલાડીનું નામ ખુલે છે કે તે બચી જાય છે તે જોવું રહ્યુ. 


Google NewsGoogle News