Get The App

કોરોનાકાળમાં સમાજ સેવા કરનાર યુવાનોનો સન્માન સમારોહ યોજાયો

Updated: Nov 15th, 2021


Google NewsGoogle News

ભરૂચ: નબીપુર ગામે કોરોના મહામારી દરમિયાન હિન્દુ-મુસ્લિમ સમાજ ની ખડેપગે સેવા કરનાર યુવાનોનુ સન્માન મોહસીને આઝમ મિશન તેમજ રીહેબ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કરાયું હતુ. નબીપુર ગામના યુવાનો દ્વારા કોરોના મહામારી દરમિયાન નબીપુરના યુવાનો દ્વારા કોરોના દર્દીઓને મફત ઑક્સિજન સેવા પીપીઇ કીટ સહીત આયુર્વેદ ઉકાળાનુ વિતરણ, સેનિટાઇઝર ના છંટકાવ સહિત દર્દીઓ ને હોસ્પિટલ સુવિધા પુરી પાડવા ઉપરાંત લોક ડાઉન દરમિયાન ફૂડકીટ વિતરણ , નેશનલ હાઇવે ઉપર હિન્દુ મુસ્લિમ સમાજના યાત્રાળુઓ માટે કીટ વિતરણ સહિત સુંદર કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કોરોનાકાળમાં સમાજ સેવા કરનાર યુવાનોનો સન્માન સમારોહ યોજાયો 1 - image

મોહસીને આઝમ મિશન તેમજ રીહેબ ચેરીટેબલ ટ્રસ્ટ નબીપુર ના નેજા હેઠળ સુંદર કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ સેવા કાર્ય માં યોગદાન આપનાર યુવાનો નું આજરોજ બન્ને ટ્રસ્ટ ના પ્રતિનિધિઓ દ્રારા બહુમાન કરાયું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયત ના સદસ્ય શકીલ અકુજી, ઇબ્રાહિમ બોરીયાવાલા, ઇદ્રિસ કાઉજી, સુહેલ મૌલવી, ફૈજુલ ડેમા સહીત વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના વૉરીયર્સનુ ફુલહાર પ્રશસ્તિ પત્ર,તેમજ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.



Google NewsGoogle News