108 ઈમરજન્સી સેવાના કર્મીઓ તેમના પરિવાર સાથે નહીં ઉજવે દિવાળી !
તહેવારો દરમિયાન 90 કર્મચારીઓની રજા રદ કરાઈ
ભરૂચ: સામાન્ય દિવસો કરતાં તહેવારોના દિવસોમાં દુર્ઘટના બનવાની સંભાવનાઓ વધી જાય છે. આવા સંજોગોને પહોંચી વળવા 108 ઈમરજન્સી સેવાનાં કર્મચારીઓ ખડે પગે રહેશે. તેમના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવાના બદલે 90 કર્મચારીઓ પ્રજાની સેવામાં ખડે પગે રહેશે.
દિવાળીમાં આગ લાગવાના, અકસ્માતના તેમજ અન્ય બનાવોની સંખ્યા વધી જાય છે. ભરૂચ જિલ્લામાં આવા કોઈ બનાવ બને તો લોકોને તાત્કાલીક સેવા મળી જાય તે માટે 108એ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જિલ્લાની 19 ઈમરજન્સી એમ્બ્યુલન્સ 24 X 7 સુધી લોકોની સેવા માટે ખડે પગે રહેશે. આ માટે 108 દ્વારા ત્રણ દિવસ દરમિયાન કેટલા કોલ આવી શકે છે તેનો અંદાજો પણ લગાવ્યો છે.