Get The App

કેબીનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ કાંકરીયા ગામની મુલાકાત લીધી

ધર્માતરણ કરાયેલા પરિવારના સભ્યો સાથે વાતચીત કરી,

Updated: Nov 18th, 2021


Google NewsGoogle News

ભરૂચ: ગુજરાતભરમાં બહુ ગાજેલા કાંકરીયા ગામના ધર્માતરણના મામલે સરકારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજ રોજ કેબીનેટ પ્રધાન પૂર્ણેશ મોદી કાંકરીયા ગામમાં પહોંચ્યા હતાં. જેમનું ધર્માતરણ કરાયુ તેવા પરિવાર સાથે વાતચીત કરી હતી. મોદીએ આ પરિવારને ન્યાય મળશે તેવી ખાતરી આપી હતી.

માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી આત્મનિર્ભર ગ્રામયાત્રામાં ભાગ લેવા ભરૂચ આવ્યા હતાં. યાત્રાની સાથે પૂર્ણેશ મોદીએ આમોદના કાંકરીયા ગામની મુલાકાત લીધી હતી. જ્યાંથી થોડા દિવસો પૂર્વે કટ્ટરપંથીઓ દ્વારા આદિવાસી લોકોને લાલચ આપી જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવાતું હતું. લંડનથી આવેલા ફંડની મદદથી આમોદના કેટલાક લોકોએ કાંકરીયા ગામના 130 જેટલા હિન્દુઓ પાસે ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવાયો હતો. ધર્મ બદલનારા કેટલાક લોકો સાથે મોદીએ મુલાકાત કરી હતી. તેમણે તેમની સાથે વાતચીત કરી આ ગેરકાયદેસર પ્રવૃતિ અંગે માહિતી મેળવી હતી.  તેમણે આ પરિવારને  ન્યાય આપવાની અને પોલીસની મદદ મળશે તેવી ખાતરી આપી હતી. તેમણે આ પ્રવૃતિને વખોડી કાઢી હતી. આવી પ્રવૃતિ ક્યાંય પણ ચાલતી હોય તો તે અંગે તપાસ કરી તેને અટકાવવા પોલીસને તાકીદ કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા પોલીસ વડા સહિત ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.


Google NewsGoogle News